બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાત / VIDEO Nita Ambani danced in praise of Mataji, Radhika did a special dance for Anant
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું ત્રણ દિવસનું પ્રી-વેડિંગ ફંક્શન સમાપ્ત થઈ ગયું છે. ગુજરાતના જામનગરમાં 1લી માર્ચ 2024 થી લગ્ન પહેલાની ઉજવણી શરૂ થઈ. જેમાં દેશ-વિદેશની અનેક પ્રખ્યાત હસ્તીઓએ ભાગ લીધો હતો.
ADVERTISEMENT
Smt Nita Mukesh Ambani performing traditional Shri Ganesh Vandana at son Anant Ambani's Pre Wedding festivities in Jamnagar ✨#AmbaniPreWedding #AnantRadhikaHastakshar #AnantRadhikaWedding pic.twitter.com/HmWCAk9Lox
— AkashMAmbani (@AkashMAmbani) March 3, 2024
ADVERTISEMENT
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્રના પ્રી-વેડિંગ ફંક્શનના ઘણા ફોટો અને વિડિયોઝ સામે આવી રહ્યા છે. એવામાં હવે નીતા અંબાણીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ 'યા દેવી સર્વભૂતેષુ' પર શાનદાર નૃત્ય કરતી જોવા મળ્યા હતા. આ સિવાય રાધિકાએ પણ અનંત માટે ખાસ ડાન્સ કર્યો હતો.
Celebrating tradition and invoking the divine, the Founder and Chairperson of Reliance Foundation Nita Ambani presents a stirring performance to the Vishwambhari Stuti, a sacred hymn dedicated to Maa Ambe, the embodiment of power and strength. She has been hearing this hymn since… pic.twitter.com/4NWp05bjlA
— ANI (@ANI) March 4, 2024
ADVERTISEMENT
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની પ્રિ-વેડિંગ સેલિબ્રેશન એક હસ્તાક્ષર સમારોહ અને મહાઆરતી સાથે સમાપ્ત થયું. આ દરમિયાન નીતા અંબાણીએ વિશ્વંભરી સ્તુતિ, માતા અંબેને સમર્પિત એક પવિત્ર સ્તોત્ર, શક્તિના મૂર્ત સ્વરૂપ પર એક પ્રદર્શન રજૂ કર્યું હતું જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
Nita Ambani never miss a chance to promote India and Hindu culture.
— Sunanda Roy 👑 (@SaffronSunanda) March 3, 2024
Truly Inspirational.#AnantRadhika #AmbaniWedding pic.twitter.com/3XNLLpKEwL
ADVERTISEMENT
નીતા અંબાણીએ તેમના પુત્ર અનંત અને રાધિકા માટે તેમના નૃત્ય પ્રદર્શન દ્વારા માતા અંબેના આશીર્વાદ માંગ્યા હતા. નીતા અંબાણી તેણીનું પ્રદર્શન એમની પૌત્રીઓ અને તમામ યુવા છોકરીઓને પણ સમર્પિત કર્યું છે જે સ્ત્રીની ઉર્જાનું પ્રતીક છે.
She looks so graceful 🤩#radhikamerchant #AmbaniWedding #AnantRadhikaWedding #AnantRadhikaPreWedding #Jamnagar #MukeshAmbani #NitaAmbani #AnantAmbani pic.twitter.com/XcwkRQgvtG
— Gega Updates™ (@gegaupdates) March 4, 2024
ADVERTISEMENT
આ બાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના હસ્તાક્ષરનો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન ત્યાં હાજર તમામ સેલેબ્સના ઘણા ટ્રેડિશનલ લુક્સ જોવા મળ્યા હતા. જો કે આ સમય દરમિયાન અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચન્ટે પોતાની એન્ટ્રીથી સમગ્ર લાઈમલાઈટ લૂંટી લીધી હતી. હાલમાં જ સોશિયલ મીડિયા પર રાધિકા મર્ચન્ટના કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં તેની રોયલ સ્ટાઈલ દેખાઈ રહી છે.
What an Adorable glimpse of Radhika entering the pre Wedding ceremony and Anant waiting for her☺🥰❤❤#RadhikaMerchant #AnantRadhikaWedding #AnantRadhikaHastakshar #AnantAmbani #AnantRadhikaTogether #AnantAmbani #Jamnagar #AmbaniWedding #AmbaniPreWedding pic.twitter.com/HUkfloe4RK
— Niya nivriti (@NiyaNivriti) March 4, 2024
એક વિડીયોમાં રાધિકા મર્ચન્ટની ભવ્ય એન્ટ્રી જોવા મળી હતી જેમાં અનંત રાધિકાની રાહ જોઈ રહ્યો હતો. જે બાદ રાધિકા 'દેખા તેનુ પહેલી-પહેલી બાર...' ગીત પર ડાન્સ કરતી સ્ટેજ તરફ આવી અને અનંત રાધિકાનો હાથ પકડીને સ્ટેજ પર લઈ આવ્યો.
આ સાથે જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. શાહરૂખ ખાન, આમિર ખાન, સલમાન ખાન, દિલજીત દોસાંઝ, રણવીર સિંહ સહિત ઘણા સ્ટાર્સે સ્ટેજ પર જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું હતું. સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન, માધુરી દીક્ષિત, વરુણ ધવન, અનિલ કપૂર, સારા અલી ખાન, ઈબ્રાહિમ અલી ખાન, અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરે આ ખાસ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.