બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / Anant Radhika Wedding bride to be entry after Mahaarti, watch videos last day of the celebration

Anant Radhika Wedding / VIDEO: પહેલા મહાઆરતી પછી રાધિકાની એન્ટ્રી, અનંત અંબાણીએ પકડ્યો હાથ... જુઓ જશ્નના છેલ્લા દિવસના દ્રશ્યો

Published By: Megha

Last Updated: 09:07 AM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગના ત્રીજા દિવસે હસ્તાક્ષરનો કાર્યક્રમ અને મહાઆરતી થઈ હતી. તેના ઘણા ઇનસાઈડ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીનો ત્રીજો દિવસ પણ ખૂબ જ શાનદાર રહ્યો હતો. આ સેલિબ્રેશનની શરૂઆત ત્રીજા દિવસે સાંજે 6 વાગ્યે સાઈનિંગ ઈવેન્ટ શરૂ થઈ હતી. જેમાં દરેક માટે હેરિટેજ ઇન્ડિયન ડ્રેસ કોડ રાખવામાં આવ્યો હતો. હસ્તાક્ષર કાર્યક્રમ પછી મહા આરતી કરવામાં આવી હતી, જેમાં સમગ્ર અંબાણી પરિવાર જોવા મળ્યો હતો. આ દરમિયાન સલમાન ખાન અને શાહરૂખ ખાન સહિત બી ટાઉનના તમામ સ્ટાર્સ શાહી અંદાજમાં જોવા મળ્યા હતા.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગનો છેલ્લો દિવસ યાદગાર રહ્યો છે. બંનેની સાઈનિંગ સેરેમની 3 માર્ચે થઈ હતી. રાધિકાએ પેસ્ટલ પિંક લહેંગા પહેર્યો હતો અને અનંત લાઈટ ગ્રીન કલરની શેરવાનીમાં જોવા મળ્યો હતો. હાલ તેના ઘણા ઇનસાઈડ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 

હસ્તાક્ષર સેરેમની પહેલા મહા આરતી થઈ હતી, જેના ઘણા વિડીયો વાયરલ થયા છે. આ વિડીયોમાં જોઈ શકે છે એક ચારે તરફ મંત્રોચ્ચાર થઈ રહ્યા છે. ઘણા લોકો સ્ટેજ પર ઉભા રહીને મંત્રોચ્ચાર કરી રહ્યા છે તો સ્ટેજ પાસે હાજર મહિલાઓ હાથમાં મોટી થાળી લઈને આરતી કરતી જોવા મળે છે. 

મહા આરતીના ભવ્ય કાર્યક્રમ બાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના હસ્તાક્ષરનો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન ત્યાં હાજર તમામ સેલેબ્સના ઘણા ટ્રેડિશનલ લુક્સ જોવા મળ્યા હતા. જો કે આ સમય દરમિયાન અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચન્ટે પોતાની એન્ટ્રીથી સમગ્ર લાઈમલાઈટ લૂંટી લીધી હતી. હાલમાં જ સોશિયલ મીડિયા પર રાધિકા મર્ચન્ટના કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં તેની રોયલ સ્ટાઈલ દેખાઈ રહી છે.

વધુ વાંચો: અંબાણીની મેગા પાર્ટીની 30 લેટેસ્ટ તસવીરો, રિહાના, શાહરુખ, બચ્ચન, કરીનાનો જાદુ છવાયો

એક વિડીયોમાં રાધિકા મર્ચન્ટની ભવ્ય એન્ટ્રી જોવા મળી હતી જેમાં અનંત રાધિકાની રાહ જોઈ રહ્યો હતો. જે બાદ રાધિકા 'દેખા તેનુ પહેલી-પહેલી બાર...' ગીત પર ડાન્સ કરતી સ્ટેજ તરફ આવી અને અનંત રાધિકાનો હાથ પકડીને સ્ટેજ પર લઈ આવ્યો.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Anant Ambani and Radhika Merchant Anant Radhika Pre wedding video Anant Radhika Wedding Anant Radhika video અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ Anant Radhika Wedding

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ