ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા છે, પણ UAN નંબર ભૂલી ગયા, 2 મિનિટમાં આ રીતે થશે રિકવર

તમારા કામનું / PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા છે, પણ UAN નંબર ભૂલી ગયા, 2 મિનિટમાં આ રીતે થશે રિકવર

Published By: Vidhata Gothi

Last Updated: 04:03 PM, 10 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UAN નંબર વિના પીએફ એકાઉન્ટ સાથે જોડાયેલું કોઈ પણ કામ કરવું મુશ્કેલ બની જાય છે. પીએફ કાઢવું હોય, કેવાયસી અપડેટ કરવું હોય કે નોકરી બદલવા પર પીએફને નવા એકાઉન્ટ સાથે જોડવું હોય તો દરેક જગ્યાએ UANની જરૂર પડે છે.

ADVERTISEMENT

નોકરી કરતાં હોય અને દર મહિને પગારમાંથી પીએફ કપાતું હોય તો તમારી પાસે UAN નંબર હોવો જરૂરી છે. આ 12 આંકડાનો નંબર પીએફ એકાઉન્ટની ઓળખ હોય છે, પરંતુ ઘણીવાર નોકરી બદલવા, લાંબા સમય સુધી લોગઇન ન કરવા કે એવા કોઈ પણ કારણોસર લોકો પોતાનો UAN નંબર ભૂલી જાય છે. એવામાં જ્યારે પીએફ બેલેન્સ ચેક કરવું હોય કે પૈસા કાઢવા હોય તો મુશ્કેલી પડે છે. જો કે આને લઈને હવે ગભરવાની જરૂર નથી, કારણ કે EPFOએ UAN રિકવરી કરવા માટે સરળ સુવિધા આપી છે. ચાલો જાણીએ જો પીએફ એકાઉન્ટથી પૈસા કાઢવા હોય, પણ UAN નંબર ભૂલી ગયા હોય તો 2 મિનિટમાં કેવી રીતે આને રિકવર કરી શકાય છે.

UAN નંબર શા માટે છે જરૂરી?

UAN નંબર વિના પીએફ એકાઉન્ટ સાથે જોડાયેલું કોઈ પણ કામ કરવું મુશ્કેલ થઈ જાય છે. બેલેન્સ જોવું હોય કે પિયાએફ ઉપાડવું હોય, કેવાયસી અપડેટ કરવું હોય કે નોકરી બદલવા પર જૂના પીએફને નવા એકાઉન્ટ સાથે જોડાવું હોય, દરેક જગ્યાએ UAN જરૂરી છે. આ નંબર બધા જ પીએફ એકાઉન્ટને એક સાથે જોડીને રાખે છે, જેનાથી રિટાયરમેન્ટ સેવિંગ્સ મેનેજ કરવી સરળ થઈ જાય છે.

ઓનલાઇન કેવી રીતે ચેક કરશો UAN નંબર?

  • જો તમે પોતાનો UAN નંબર ભૂલી ગયા હોવ તો આને ઘરે બેઠા મોબાઈલ કે લેપટોપથી રિકવર કરી શકાય છે. આ માટે EPFOની ઓફિશિયલ વેબસાઇટ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જવું પડશે.
  • આ પછી જમણી બાજુએ આપેલી Important Linksમાં Know your UAN પર ક્લિક કરો.
  • પોતાનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને કેપચા કોડ નાખીને Request OTP પર ક્લિક કરો.
  • મોબાઈલ પર આવેલ ઓટીપી નાખીને Validate OTP કરો.
  • આ પછી નામ, જન્મતારીખ અને આધાર કે પાન નંબર ભરો.
  • બધી જ માહિતી યોગ્ય હોવા પર Show My UAN પર ક્લિક કરો.
  • આના પર ક્લિક કરવાની કેટલીક સેકન્ડ્સમાં જ સ્ક્રીન પર યુએએન નંબર દેખાઈ જશે.
vtv app promotion

SMS દ્વારા પણ જાણી શકાય UAN

જો ઇન્ટરનેટ ન હોય તો SMS દ્વારા પણ UAN નંબર જાણી શકાય છે. આ માટે પોતાના મોબાઈલથી EPFOHO UAN ENG લખીને 7738299899 નંબર પર મોકલી દો. થોડી જ વારમાં તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર યુએએન સાથે જોડાયેલી માહિતી એસએમએસ દ્વારા આવી જશે.

આ પણ વાંચો: PNBમાં 5000 પદો પર ભરતી પડી છે, જુઓ સેલરી પેકેજથી લઇને યોગ્યતા

EPFO સેવાઓ થઈ સરળ

છેલ્લા કેટલાક વર્ષોમાં EPFOએ તેની મોટાભાગની સેવાઓ ઓનલાઇન કરી દીધી છે. હવે, PF સાથે જોડાયેલા કામ પૂરા કરવા માટે ઓફિસ જવું નથી પડતું. UANની મદદથી, કર્મચારીઓ તેમની સંપૂર્ણ PF વિગતો એક જ જગ્યાએ જોઈ શકે છે અને જો જરૂર પડે તો, ઓનલાઈન ક્લેમ પણ કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UAN Number EPFO Account UAN Recovery

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ