ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PNBમાં 5000 પદો પર ભરતી પડી છે, જુઓ સેલરી પેકેજથી લઇને યોગ્યતા
Last Updated: 03:43 PM, 10 February 2026
ADVERTISEMENT
પંજાબ નેશનલ બેંકે 5,000 થી વધુ જગ્યાઓ માટે ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે. આ PNB ભરતી માટે અરજી પ્રક્રિયા 8 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી અને ઇચ્છુક ઉમેદવારો 24 ફેબ્રુઆરી, 2026 સુધી અરજી કરી શકે છે. આવો, જાણીએ કે આ ભરતીમાં કઇ પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે અને પસંદગી પછી કેટલો પગાર આપવામાં આવશે.
ADVERTISEMENT
કઇ પોસ્ટ માટે થઇ રહી છે ભરતી ?
બેંક એપ્રેન્ટિસ પોસ્ટ માટે ભરતી કરી રહી છે. આ પર્મેનેન્ટ જોબ નથી, અને ઉમેદવારોને ફક્ત એક વર્ષ માટે ટ્રેનિંગ મળશે. તેથી, આ ભરતી માટે એપ્લાય કરનારાઓએ આ વાતને ધ્યાનમાં રાખીને અરજી કરવી જોઈએ. આ ભરતી દેશભરમાં છે, અને દરેક રાજ્યમાં ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે.
ADVERTISEMENT
કેટલી મળશે સેલેરી ?
પગારની વાત કરીએ તો, ઉમેદવારોને તેમના શહેર પ્રમાણે પગાર આપવામાં આવશે. ગ્રામીણ, સેમી-અર્બન, અથવા શહેરી વિસ્તારોમાં ભરતી થયેલા ઉમેદવારોને 12,300 રુપિયા પગાર મળશે. આ ઉપરાંત, મેટ્રો સિટી માટે પસંદ કરાયેલા ઉમેદવારોને 15 હજાર રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.
ADVERTISEMENT
કેટલી ઉંમરના ઉમેદવાર કરી શકશે એપ્લાય?
1 જાન્યુઆરી, 2026ના રોજ જે ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધારેમાં વધારે 28 વર્ષ છે, તેઓ આ ભરતી માટે અરજી કરવા પાત્ર છે. આ ઉપરાંત, SC-ST વર્ગના ઉમેદવારોને 5 વર્ષની છૂટ, OBC વર્ગના ઉમેદવારોને 3 વર્ષની છૂટ અને દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટ આપવામાં આવી છે. સાથે જ કોઈપણ વર્ગના સ્નાતક ઉમેદવારો અરજી કરી શકે છે, જો પરીક્ષાના પરિણામો 31 ડિસેમ્બર, 2025 પહેલા જાહેર થયા હોય. આ તાલીમ અનોખી છે કારણ કે તેમાં 50 અઠવાડિયાની ઓન-ધ-જોબ ટ્રેનિંગનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ