બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પોસ્ટ ઓફિસની સ્કીમમાં 416 રૂપિયાની બચતથી 61,500 નું પેન્શન, તમે બની જશો કરોડપતિ

તમારા કામનું / પોસ્ટ ઓફિસની સ્કીમમાં 416 રૂપિયાની બચતથી 61,500 નું પેન્શન, તમે બની જશો કરોડપતિ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 06:14 PM, 5 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Post Office Scheme: પોસ્ટ ઓફિસની યોજના હેઠળ તમે દરરોજ રૂપિયા 416 ની બચત કરીને કરોડપતિ બની શકો છો.

Post Office Scheme: પોસ્ટ ઓફિસની યોજના હેઠળ તમે દરરોજ રૂપિયા 416 ની બચત કરીને કરોડપતિ બની શકો છો. તમે રૂપિયા 61,500 ના પેન્શનનો લાભ પણ લઇ શકો છો. જોકે તમારે તમારા રોકાણોનું અલગ રીતે આયોજન કરવાની જરૂર પડશે.

બેંકની ફિક્સ ડિપોઝિટ સાથે એક મોટો સમુદાય પોસ્ટ ઓફિસ નાની બચત યોજનાઓમાં રોકાણ કરે છે. સરકાર પોસ્ટ ઓફિસ દ્વારા પીપીએફ, સુકન્યા સમુદ્ધિ, સીનિયર સિટીજન સેવિંગ સ્કીમ જેવી તમામ યોજનાઓનું સંચાલન કરે છે. જેનું વ્યાજ દર ત્રિમાસિક ધોરણે નક્કી થાય છે.

money-simple-1

આ રિસ્ક વગરની યોજનાઓ છે જેનાથી આવકની ગેરંટી હોય છે. તમે ધીરજ અને યોગ્ય પ્લાનિંગ કરો તો રિટાયરમેંટ પર મોટી રકમ મળશે. સાથે રેગ્યુલર આવકનો જુગાડ થઇ શકે છે.

પોસ્ટ ઓફિસ સ્કીમમાં તમને રોકાણ વિકલ્પ વિશે જણાવીશું. જેમાં તમે ઓછી રકમની બચત કરીને રિટાયરમેંટ સુધી કરોડો રૂપિયા ભેગા કરી શકો છો. અને ત્રિમાસિક આધાર પર પેંશન પણ મેળવી શકો છો. જોકે આ માટે તમારે બે નાની બચત યોજનાઓમાં રોકાણ કરવું જરૂરી છે, આ બે સ્કિમ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) છે.

Post Office Saving Scheme (5)

પહેલા પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરો

પીપીએફ એક એવી યોજના છે જેમાં લાંબા સમય સુધી રોકાણ કરવામાં આવે તો મોટી રકમ જમા કરી શકાય છે. સરકાર વાર્ષિક 7.1 ટકા વ્યાજ દર આપે છે. પાકતી મુદત 15 વર્ષ છે, પરંતુ તમે ઇચ્છોતો 5-5 વર્ષ કરી બે વાર લંબાવી શકો છો. કારણ કે મહત્તમ રોકાણ મર્યાદા દર વર્ષે ફક્ત રૂપિયા 1.5 લાખ છે.

પ્રતિ દિવસ રૂપિયા 416 ની બચત

તમારે માસિક રૂપિયા 12,500 નું રોકાણ કરવું જોઈએ. તમે માસિક ધોરણે આ રકમ જમા ના કરી શકો તો દરરોજ રૂપિયા 416 બચાવીને તમે વાર્ષિક પીપીએફમાં રૂપિયા 1.5 લાખ જમા કરાવી શકો છો.

તમે 15 વર્ષ માટે 7.1 ટકા વ્યાજ પર આ કામ કરો તો તમારી પાસે પાકતી મુદતે આશરે રૂપિયા 41.35 લાખની ડિપોઝિટ હશે, જેમાં કુલ રૂપિયા 22.50 લાખનું રોકાણ અને રૂપિયા 18.85 લાખનું વ્યાજ હશે.

20 વર્ષ પછી આ રકમ આશરે રૂપિયા 67.69 લાખ થશે, જેમાં કુલ રૂપિયા 30 લાખનું રોકાણ અને વ્યાજની આવક આશરે રૂપિયા 37.69 લાખ હશે.

vtv app add

25 વર્ષ પછી આ કુલ રકમ રૂપિયા 1.03 કરોડ થશે, જેમાં 37.50 લાખનું રોકાણ અને 65.50 લાખની વ્યાજની આવક થશે.

આ પણ વાંચોઃ 125 રૂપિયાનો ખર્ચ નહીં થાય, આધાર કાર્ડનું આ કામ મફતમાં થશે, UIDAIનો નિર્ણય

હવે એસસીએસએસમાં રોકાણ કરો

સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ એક એવી સ્કીમ છે જેમાં 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો રોકાણ કરી શકે છે. કોઈ કર્મચારી 55 વર્ષની ઉંમરે સ્વેચ્છાએ નિવૃત્ત થયો હોય તો તેઓ 55 વર્ષની ઉંમરે પણ આ યોજનામાં રોકાણ કરી શકે છે. મહત્તમ રોકાણ રૂપિયા 15 લાખ અને સંયુક્ત ખાતામાંથી રૂપિયા 30 લાખ છે. આ યોજના 8.2 ટકા વ્યાજ દર આપે છે.

SCSSમાં 30 લાખનું રોકાણ કરવાથી તમને પાંચ વર્ષ માટે ત્રિમાસિક ધોરણે રૂપિયા 61500 વ્યાજ મળશે. પાંચ વર્ષ પછી તમે રૂપિયા 30 લાખની મુખ્ય રકમ ઉપાડી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Millionaire Post Office Government Scheme

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ