ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પુરુષની સરખામણીમાં મહિલાના નામે ઘર ખરીદવું શા માટે છે ફાયદાકારક? મળે છે આ ખાસ છૂટ
Last Updated: 04:13 PM, 21 January 2026
ADVERTISEMENT
ભારતમાં પ્રોપર્ટી ખરીદતા સમયે હવે માત્ર બજેટ અને લોકેશન જ નહીં, પણ કોણ પ્રોપર્ટી ખરીદી રહ્યું છે એ પણ મહત્ત્વપૂર્ણ થઈ ચૂક્યું છે. ખાસ કરીને મહિલાઓ માટે ઘર ખરીદવા દરમિયાન ઘણા ફાયદા થાય છે, જે સીધા તેમના ખિસ્સા પર અસર કરે છે. સરકાર અને બેંક મહિલાઓને ઘર ખરીદવા માટે ખાસ ઇન્સેન્ટીવ આપે છે.
ADVERTISEMENT

મહિલાઓને સૌથી મોટો ફાયદો સ્ટેમ્પ ડ્યુટીમાં મળે છે. ઘણા રાજ્યોમાં મહિલાઓના નામે રજીસ્ટ્રેશન કરાવવા પર પુરુષોની સરખામણીમાં ઓછી સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવે છે. ઘણા રાજ્યોમાં 1 ટકા તો ઘણા રાજ્યોમાં 2 ટકા સુધીની છૂટ આપવામાં આવે છે. મોંઘા ઘરોમાં આ તફાવત માત્ર હજારોમાં નહીં લાખોમાં ફેરવાઈ જાય છે.
ADVERTISEMENT
હોમ લોનના મામલે પણ મહિલાઓને ફાયદો થાય છે. ઘણી બેંકો મહિલાઓને પુરુષોની સરખામણીમાં ઓછા વ્યાજદરે હોમ લોન ઓફર કરે છે. આ તફાવત ભલે માત્ર 0.05થી 0.1 ટકા સુધીનો જ હોય, પણ 20 વર્ષની લોનમાં આ નાનો તફાવત મોટી બચત કરી નાખે છે.

ADVERTISEMENT
પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી સરકારી સ્કીમોમાં મહિલાઓની ભાગીદારીને પ્રાધાન્ય આપવામાં આવે છે. ઘણા કિસ્સામાં ઘર મહિલાઓના નામે કે જોઇન્ટ ઓનરશીપમાં હોવું જરૂરી હોય છે. આનાથી સબસિડીનો ફાયદો મળે છે અને લોનનો બોજ પણ ઘણા અંશે ઘટી જાય છે.
કેટલાક રાજ્યોમાં પ્રોપર્ટી ટેક્સમાં પણ મહિલાઓને છૂટ આપવામાં આવે છે. અલગ-અલગ નગર નિગમ મહિલાઓના નામે નોંધાયેલા ઘરો પર ટેક્સ ઓછો લે છે. લાંબા સમયે આ ફાયદો દર વર્ષની બચત બનીને સામે આવે છે ત્યારે આ એક સારી એવી રકમ બની જાય છે. ઓછા ટેક્સથી ઘરનું બજેટ પણ થોડું હળવું થઈ જાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: નિવૃત્તિ બાદ પણ દર મહિને મળતું રહેશે 5000નું પેન્શન! સરકારનો મોટો નિર્ણય
ડેવલપર્સ પણ મહિલાઓને ધ્યાનમાં રાખીને ખાસ ઑફર્સ કરતાં હોય છે. ઘણી જગ્યાએ રજીસ્ટ્રેશન ફી, તો કોઈ જગ્યાએ પ્રોસેસિંગ ફી માફ કરી દેવામાં આવે છે. ઘણી જગ્યાએ ઇન્ટિરિયરમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં મહિલાઓ હવે મોટી ખરીદદાર બની ચૂકી છે. એટલા માટે તેમને ટાર્ગેટ કરવા કંપનીઓની સ્ટ્રેટેજી બની ચૂકી છે.
ADVERTISEMENT
એટલે કે જો મહિલાના નામે ઘર ખરીદવામાં આવે, તો પ્રારંભિક ખર્ચથી લઈને લોન અને ટેક્સ સુધી ઘણા લેવલ પર બચત થાય છે, જે કુલ મળાવીને સારી એવી રકમ બની જાય છે. આ જ કારણ છે કે હવે પરિવારો પણ પ્રોપર્ટી મહિલાના નામે કરાવવાને સ્માર્ટ ફાઇનાન્શિયલ મૂવ માનવા લાગ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.