બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Google Chrome યુઝર્સ સાવધાન! હેક થઇ શકે છે તમારી સિસ્ટમ, બચો આ રીતે
Last Updated: 11:07 AM, 11 July 2026
લાખો ગૂગલ ક્રોમ યૂજર્સ પર મોટો ખતરો મંડરાઇ રહ્યો છે. તમે તમારા લેપટોપ અથવા ડેસ્કટોપ પર ગૂગલ ક્રોમનો ઉપયોગ કરો છો તો તમારા બ્રાઉઝરને અપડેટ કરવાનો સમય આવી ગયો છે. ઘણી મહત્વપૂર્ણ સુરક્ષા નબળાઈઓ મળ્યા પછી કંપની ભારતમાં લાખો ક્રોમ વપરાશકર્તાઓને નવીનતમ અપડેટ ઇન્સ્ટોલ કરવા વિનંતી કરી રહી છે. એક અહેવાલ મુજબ સરકારની સાયબર સુરક્ષા એજન્સી દ્વારા પણ ચિહ્નિત કરાયેલી આ ખામીઓ હેકર્સને સંવેદનશીલ માહિતી ચોરી કરવા, સિક્યોરીટી પ્રોટેક્શનને બાયપાસ કરવા, મલિશિયસ કોડ ચલાવવા અથવા ટારગેટ ડિવાઇસ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવાની મંજૂરી આપી શકે છે. આખો મામલો શું છે? ચાલો જાણીએ.
ADVERTISEMENT
ક્રોમ યુઝર્સ પર હેકિંગનું જોખમ
ભારત સરકાર હેઠળની સાયબર સિક્યુરિટી એજન્સી ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા જારી કરાયેલી નવી એડવાઇઝરી મુજબ વિન્ડોઝ, મેક અથવા લિનક્સ કમ્પ્યુટર પર ગૂગલ ક્રોમના વપરાશકર્તાઓને હેકિંગનું જોખમ વધુ છે.
ADVERTISEMENT
જૂના વર્ઝન પર ચાલતી સિસ્ટમો જોખમમાં છે
એજન્સીએ જણાવ્યું હતું કે, "ગુગલ ક્રોમમાં ઘણી નબળાઈઓ મળી આવી છે જેનો ફાયદો ઉઠાવી દૂર બેઠેલા હુમલાખોર ટારગેટ સિસ્ટમ પર મનસ્વી કોડ ચલાવી શકે છે, સુરક્ષા પ્રતિબંધોને બાયપાસ કરી શકે છે, સંવેદનશીલ માહિતીને ખુલ્લી કરી શકે છે અને ટારગેટ કરેલી સિસ્ટમ પર ડિનાયલ ઓફ સર્વિસ (DoS) પરિસ્થિતિ પેદા કરી શકે છે."
ADVERTISEMENT
એજન્સીના તાજેતરના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે આ કમી વિન્ડોઝ અને મેકઓએસ પર ગૂગલ ક્રોમના 150.0.7871.114/.115 કરતા જૂના વર્ઝન અને લિનક્સ પર 150.0.7871.114 કરતા જૂના વર્ઝનને અસર કરે છે.
સરકારની સાયબર સિક્યુરિટી એજન્સીએ આ ખામીને "ક્રિટિકલ" તરીકે રેટ કરી છે. એજન્સીએ ચેતવણી આપી હતી કે હુમલાખોરો આ નબળાઈઓનો ફાયદો ઉઠાવી મલિશિયસ કોડ ચલાવી શકે છે, સિક્યોરીટી સુરક્ષાને બાયપાસ કરી શકે છે, સંવેદનશીલ માહિતી ચોરી કરવા અથવા બ્રાઉઝરને ક્રેશ કરવા માટે કરી શકે છે.
ADVERTISEMENT
હેકર્સ સિસ્ટમનો સંપૂર્ણ નિયંત્રણ પણ લઈ શકે છે
હેકર વપરાશકર્તાને ખાસ બનાવેલ વેબપેજ ખોલવા માટે છેતરીને આ નબળાઈઓનો ઉપયોગ કરી શકે છે. જો એટેક સફળ થાય છે, તો તેઓ વપરાશકર્તાની સિસ્ટમમાં અનધિકૃત ઍક્સેસ મેળવી શકે છે, સંવેદનશીલ ડેટા સાથે ચેડા કરી શકે છે, બ્રાઉઝર સુરક્ષા પ્રતિબંધોને બાયપાસ કરી શકે છે અથવા સેવામાં વિક્ષેપ પાડી શકે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ તમારા કામનું / બુકિંગથી ટ્રાન્સફર સુધી...! જાણી લેજો LPGના 5 નવા નિયમ, નહીંતર કનેક્શન કટ થઇ જશે!
ADVERTISEMENT
સુરક્ષિત રહેવા માટે તાત્કાલિક આ કામ કરો
સુરક્ષિત રહેવા માટે સાયબર સુરક્ષા એજન્સી બધા ગૂગલ ક્રોમ વપરાશકર્તાઓને ગૂગલ દ્વારા બહાર પાડવામાં આવેલ નવીનતમ બ્રાઉઝર અપડેટ ઇન્સ્ટોલ કરવાની સલાહ આપે છે. ક્રોમને લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરવાથી આ સુરક્ષા ખામીઓ દૂર થાય છે અને સંભવિત સાયબર હુમલાઓથી તમારા ઉપકરણને સુરક્ષિત કરવામાં મદદ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Agniveer Result 2026 / ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી રિઝલ્ટ જાહેર, જાણો કેવી રીતે કરી શકાશે ડાઉનલોડ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.