બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / બુકિંગથી ટ્રાન્સફર સુધી...! જાણી લેજો LPGના 5 નવા નિયમ, નહીંતર કનેક્શન કટ થઇ જશે!
6 ફોટો ગેલેરી
Last Updated: 10:07 AM, 11 July 2026
1/6
તાજેતરમાં LPG કનેક્શન ટ્રાન્સફર, એડ્રેસ અપડેટ અને PNG કનેક્શન સંબંધિત કેટલાક મહત્વના નિયમો પર ભાર મૂકવામાં આવ્યો છે. જો તમે ઘર, વિસ્તાર અથવા શહેર બદલી રહ્યા છો તો સમયસર જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. યોગ્ય દસ્તાવેજો અને નિયમોનું પાલન કરવાથી ગેસ સેવા સરળતાથી ચાલુ રહી શકે છે અને ભવિષ્યમાં કોઈ સમસ્યા સર્જાતી નથી.
2/6
જો તમે નવા ઘરમાં શિફ્ટ થવાના હોવ તો સૌથી પહેલા તમારી LPG ગેસ એજન્સીને તેની જાણ કરવી જોઈએ. કનેક્શન ટ્રાન્સફર માટે અરજી કરવાની જરૂર પડી શકે છે. આ પ્રક્રિયા દરમિયાન ઓળખપત્ર, નવા સરનામાનો પુરાવો, ગેસ બુકિંગની વિગતો અને કનેક્શન સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા પડી શકે છે. સમયસર જાણ કરવાથી આગળની પ્રક્રિયા સરળ બને છે.
3/6
જો તમે એ જ ગેસ એજન્સીના સર્વિસ એરિયામાં નવા ઘરમાં જઈ રહ્યા છો તો કનેક્શન ટ્રાન્સફર કરવાની જરૂર પડતી નથી. માત્ર એડ્રેસ અપડેટ કરાવવાથી કામ થઈ જાય છે. ગેસ એજન્સી અથવા ડિસ્ટ્રિબ્યુટર પાસે જઈને સરનામું બદલાવવાથી સિલિન્ડરની ડિલિવરીમાં કોઈ વિક્ષેપ આવતો નથી.
4/6
જો તમારું નવું સરનામું બીજી ગેસ એજન્સીના સર્વિસ એરિયામાં આવે છે તો જૂની એજન્સી પાસેથી ટ્રાન્સફર ટર્મિનેશન વાઉચર (TTV) મેળવવું ફરજિયાત છે.આ દસ્તાવેજના આધારે નવી એજન્સી કનેક્શન ટ્રાન્સફર પ્રક્રિયા પૂર્ણ કરે છે. સાથે જરૂરી વ્યક્તિગત દસ્તાવેજો અને જૂની એજન્સીના કાગળો પણ સબમિટ કરવા પડે છે.
5/6
જો તમે બીજા શહેરમાં જવાના હોવ તો જૂની ગેસ એજન્સીને LPG સિલિન્ડર અને રેગ્યુલેટર પરત આપવા પડે છે.ત્યારબાદ એજન્સી ટર્મિનેશન વાઉચર આપે છે અને જમા કરાવેલી સિક્યોરિટી ડિપોઝિટ પરત કરે છે. નવા શહેરમાં દસ્તાવેજોની ચકાસણી બાદ નવી એજન્સી દ્વારા નવું કનેક્શન આપવામાં આવે છે.
6/6
દેશભરમાં PNG કનેક્શનનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. જો તમે PNG કનેક્શન લેવા માંગતા હોવ તો LPG કનેક્શન સરેન્ડર કરવાની જરૂર પડી શકે છે.નિયમો અનુસાર LPG અને PNG બંને સેવાઓ અંગે યોગ્ય માહિતી મેળવીને પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ. PNG માટે અરજી કરતા પહેલા જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા પણ મહત્વપૂર્ણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ