બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / વરસાદમાં ચલાવી રહ્યા છો EV? રસ્તા પર નીકળતા પહેલા અપનાવો આ સેફટી ટિપ્સ

photo-story

6 ફોટો ગેલેરી

ઓટો / વરસાદમાં ચલાવી રહ્યા છો EV? રસ્તા પર નીકળતા પહેલા અપનાવો આ સેફટી ટિપ્સ

Last Updated: 01:44 PM, 12 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વરસાદની ઋતુમાં ઇલેક્ટ્રિક કાર ચલાવતી વખતે અમુક સાવધાની રાખવી જરૂરી છે. નહીં તો કારના પાર્ટ્સમાં અમુક ખામી આવી શકે છે.

1/6

photoStories-logo

1. ઇલેક્ટ્રિક વાહન

જો તમારી પાસે ઇલેક્ટ્રિક વાહન (EV) હોય તો ચોમાસાની ઋતુ અનેક પડકારો લાવે છે. જેમાં આધુનિક ઇલેક્ટ્રિક કાર મધ્યમ વરસાદ અને હળવા પાણીનો સામનો કરવા માટે બનાવવામાં આવી છે. પણ અમુક ભૂલો તમારી કારના મહત્વના ભાગોને નુકસાન પહોંચાડી શકે છે. આથી ચોમાસાની ઋતુ દરમિયાન સાવધાની રાખવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ઊંડા પાણીમાં વાહન ચલાવવાનું ટાળો

ઇલેક્ટ્રિક કારની બેટરી અને હાઇ-વોલ્ટેજ સિસ્ટમ સંપૂર્ણરીતે સીલ કરાઈ હોય છે. પરંતુ તેનો મતલબ એ નથી કે તમે પાણી ભરાયેલા રસ્તાઓ પર સુરક્ષિત રીતે વાહન ચલાવી શકો છો. જો તમને રસ્તા પર પાણીની ઊંડાઈ વિશે ખાતરી ન હોય તો તે માર્ગ ટાળવો જોઈએ. જેમાં લાંબા સમય સુધી પાણીના સંપર્કમાં રહેવાથી બ્રેક સિસ્ટમ, સસ્પેન્શન, વ્હીલ બેરિંગ્સ અને બીજા પાર્ટ્સને અસર થઈ શકે છે. આથી હંમેશા સલામત માર્ગ પસંદ કરવાનો પ્રયાસ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ચાર્જ કરતા પહેલા કરો ચેક

કંપનીઓ ચાર્જિંગ સિસ્ટમમાં ઘણી સલામતી ટેકનીકલ સપોર્કટ આપે છે. તેમ છતાં, ચાર્જિંગ પોર્ટને પ્લગ ઇન કરતા પહેલા તેનું સંપૂર્ણ ચેક કરવું જરૂરી છે. જો પોર્ટમાં પાણીના ટીપાં, ધૂળ દેખાય તો પહેલા તેને સાફ કરો અને સૂકવો. ભીના પોર્ટથી ચાર્જ કરવાનું ટાળવું જોઈએ. કેમ કે આ ચાર્જિંગ પ્રક્રિયાને અસર કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. વરસાદમાં ડ્રાઇવિંગ આદત બદલો

સામાન્ય દિવસો કરતાં ભીના રસ્તાઓ પર ટાયરની પકડ ઓછી હોય છે. આથી અચાનક એક્સિલરેશન કે હાર્ડ બ્રેકિંગ ન કરો. ધીમે ધીમે સ્પીડ વધારો અને આગળના વાહનથી પૂરતું અંતર જાળવો. તેનાથી ઈમરજન્સી બ્રેકિંગની સ્થિતિમાં અકસ્માતનું જોખમ ઘટે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. રિજનરેટિવ બ્રેકિંગનો યોગ્ય ઉપયોગ

જો તમારી ઇલેક્ટ્રિક કારમાં રિજનરેટિવ બ્રેકિંગ હોય તો વરસાદ દરમિયાન તેને લાઈટ કે ઓછા મોડમાં રાખવું બેસ્ટ મનાય છે. વધુ પડતી રિજનરેટિવ બ્રેકિંગ લપસણા રસ્તાઓ પર અચાનક ધીમી ગતિનું કારણ બની શકે છે જે વાહનના બેલેન્સને અસર કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ડ્રાઇવ કર્યા બાદ રાખો ધ્યાન

જો તમારી EV વરસાદ કે પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર થઈ હોય તો ઘરે પહોંચ્યા પછી કારને ચેક કરવી જોઈએ. જેમાં બ્રેક પર્ફોમન્સ, ટાયરની સ્થિતિ અને ચાર્જિંગ પોર્ટની સ્વચ્છતા પર ધ્યાન આપો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

electric car rainy season electric vehicle
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ