ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / તમારા કામનું / ખુશખબર! હોન્ડાએ અમેઝ સહિતની કારના ભાવ 95,500 રૂપિયા ઘટાડ્યા

તમારા કામનું / ખુશખબર! હોન્ડાએ અમેઝ સહિતની કારના ભાવ 95,500 રૂપિયા ઘટાડ્યા

Published By: Ajitsinh Jadeja

Last Updated: 04:32 PM, 10 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Honda Cars: જીએસટી સ્લેબમાં તાજેતરમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના આ પગલાને લઇ કારની કિંમતમાં ઘટાડો થયો છે.

ADVERTISEMENT

Honda Cars: જીએસટી સ્લેબમાં તાજેતરમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના આ પગલાને લઇ કારની કિંમતમાં ઘટાડો થયો છે. કાર કંપનીઓએ કિંમતોમાં ઘટાડો કર્યો છે. જીએસટી દર ઘટાડા પછી બીજી જનરેશનની હોન્ડા અમેજ 72,800 રૂપિયા સુધી સસ્તી થઈ છે, જ્યારે ત્રીજી જનરેશનની અમેજની કિંમત 95,500 રૂપિયા સુધી ઘટાડવામાં આવી છે.

honda-jazz.jpg

જીએસટી સ્લેબમાં ફેરફાર પછી ઇન્ડિયામાં મોટાભાગની કંપનીઓ દ્વારા કારની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હોન્ડા કાર ઇંન્ડિયાએ જાહેરાત કરી છે કે તે 22 સપ્ટેમ્બરથી અમલમાં આવનારા જીએસટી સુધારા 2025 નો સંપૂર્ણ લાભ તેના ગ્રાહકોને આપશે. ઓટોમેકરે સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું અને કહ્યું કે, આ પગલાં ગ્રાહકો માટે કાર ખરીદવાનું સરળ બનાવશે અને તહેવારોની સિઝનની કારની ખરીદીમાં વધારો થશે. તહેવારોની સિઝનમાં નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છે. તેમના માટે કંપની દરેક પ્રોડક્ટશ પર તહેવારે ઓફર આપે છે. ખાસ પેકેજો સાથે Elevate midsize SUV લોન્ચ કરી છે.

honda-city.jpg

હોન્ડા અમેઝ 72,800 રૂપિયા સસ્તી

જીએસટી સ્ટેબમાં ફેરફાર પછી બીજી જનરેશનની હોન્ડા અમેઝ 72,800 રૂપિયા સસ્તી થઈ ગઈ છે, જ્યારે ત્રીજી જનરેશનની અમેઝ 95,500 રૂપિયા સુધી સસ્તી થઈ ગઈ છે. હોન્ડા એલિવેટની કિંમત 58,400 રૂપિયા સુધી ઓછી થઈ ગઈ છે અને હોન્ડા સિટી હવે 57,500 રૂપિયા સુધી સસ્તી થઈ ગઈ છે.

એલિવેટ માટે આઇવરી અને ફીચર અપગ્રેડ

તાજેતરમાં હોન્ડાએ નવા ઇન્ટિરિયર કલર વિકલ્પો અને સુધારેલા સ્ટાઇલિંગ એલિમેન્ટ્સ તેમજ ખાસ પેકેજો સાથે એલિવેટ મિડસાઇઝ એસયુવી લોન્ચ કરી હતી. તેમાં 7-કલર એમ્બિયન્ટ લાઇટિંગ, નવો 360-ડિગ્રી સરાઉન્ડ વિઝન કેમેરા અને નવો આલ્ફા-બોલાદ પ્લસ ગ્રિલ જેવા ફીચર વિકલ્પો પણ મળે છે.

આ પણ વાંચોઃ ટેક્નોલોજી / કેનેડા કે ઓસ્ટ્રેલિયા નહીં, આ દેશમાં મળશે સસ્તો iPhone 17, નામ ચોંકાવનારું

હોન્ડા એલિવેટ હાઇબ્રિડ 2026 માં આવશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઓટોમેકર 2026 ના તહેવારોની સીઝન દરમિયાન એલિવેટ હાઇબ્રિડ એસયુવી લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. જોકે પાવરટ્રેનની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GST Honda Cars India Automobile

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ