બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / કેનેડા કે ઓસ્ટ્રેલિયા નહીં, આ દેશમાં મળશે સસ્તો iPhone 17, નામ ચોંકાવનારું

ટેક્નોલોજી / કેનેડા કે ઓસ્ટ્રેલિયા નહીં, આ દેશમાં મળશે સસ્તો iPhone 17, નામ ચોંકાવનારું

Published By: Vidhata Gothi

Last Updated: 11:03 AM, 10 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Apple iPhone 17 Series Price: Appleએ iPhone 17 સીરીઝ લોન્ચ કરી દીધી છે, જેમાં iPhone 17 Air પણ સામેલ છે. આ સીરીઝનું સૌથી ટોપ મોડલ ભારતમાં 2 લાખ રૂપિયાથી વધુ કિંમતે મળશે, ત્યારે જાણીએ અન્ય દેશોમાં તેના ભાવ કેટલા છે.

Appleના iPhoneની લેટેસ્ટ સીરીઝ લોન્ચ થઈ ગઈ છે. કંપનીએ Awe-Droping લોન્ચ ઇવેન્ટમાં ચાર મોડેલ iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max અને iPhone 17 Air લોન્ચ કર્યા છે. iPhone 17 કંપનીનું સ્ટાન્ડર્ડ મોડેલ છે. ભારતમાં 82,900 રૂપિયાની પ્રારંભિક કિંમતે આ મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ વિશ્વના અન્ય દેશોમાં તેના ભાવ શું છે? iPhone 17 સૌથી સસ્તો ક્યાંથી ખરીદી શકાય છે?

અમેરિકામાં iPhone 17ની કિંમત

iPhone 17 અમેરિકામાં 799 ડોલર (લગભગ 70,580 રૂપિયા) ની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. આ સાથે, iPhone 17 Air 999 ડોલર (લગભગ 88,158 રૂપિયા)માં રજૂ કરવામાં આવ્યો છે. iPhone 17 Proની કિંમત 1099 ડોલર (લગભગ 96,982 રૂપિયા)માં અને iPhone 17 Pro Max 1199 ડોલર (લગભગ 1,05,807 રૂપિયા)માં મળશે.

iphone-new-logo

ઓસ્ટ્રેલિયામાં iPhone 17ની કિંમત

iPhone 17 ઓસ્ટ્રેલિયામાં 1,399 ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ 81,284 રૂપિયા) ની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. iPhone 17 Air 1,799 ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ 1,04,524 રૂપિયા), iPhone 17 Pro 1,999 ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ 1,16,145 રૂપિયા) અને iPhone 17 Pro Max 2,199 ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ 1,27,765 રૂપિયા) માં લોન્ચ કરવામાં આવ્યો છે.

કેનેડામાં iPhone 17ના ભાવ

iPhone 17 કેનેડામાં 1129 ડોલર (લગભગ 76,395 રૂપિયા)માં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સાથે, iPhone 17 Air 1449 ડોલર (લગભગ 92,324 રૂપિયા), iPhone 17 Pro 1599 ડોલર (લગભગ 1,01,882 રૂપિયા) અને iPhone 17 Pro Max 1749 ડોલર (લગભગ 1,11,439 રૂપિયા)માં ખરીદી શકાય છે.

iPhone

ભારતમાં iPhone 17ની કિંમત

iPhone 17 ભારતમાં 82,900 રૂપિયાની શરૂઆતી કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. iPhone Air 256GB વેરિઅન્ટ 119,900 રૂપિયા, iPhone 17 Pro 256GB વેરિઅન્ટ 134,900 રૂપિયા અને iPhone 17 Pro Max 256GB વેરિઅન્ટ 149,900 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે.

vtv app promotion

દુબઈમાં iPhone 17ની કિંમત

iPhone 17 દુબઈમાં AED 3,399 (લગભગ 81,639 રૂપિયા)માં લોન્ચ કરવામાં આવ્યો છે. iPhone Air 4,299 AED (લગભગ 1,03,256 રૂપિયા), iPhone Pro મોડેલ AED 4,699 (લગભગ 1,12,863 રૂપિયા), અને iPhone Pro Max AED 5,099 (લગભગ 1,22,471 રૂપિયા)માં લોન્ચ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: iPhone 17 સીરીઝના સૌથી ટોપ વેરિઅન્ટની કિંમત 2 લાખથી વધુ, જાણો ભારતમાં ક્યારથી શરૂ થશે સેલ

યુનાઇટેડ કિંગડમમાં iPhone 17નો ભાવ

iPhone 17 યુકેમાં £799 (લગભગ 95,338 રૂપિયા) ની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. આ સાથે, iPhone Air £999 (લગભગ 1,19,202 રૂપિયા), iPhone 17 Pro £1,099 (લગભગ 1,31,134 રૂપિયા) અને iPhone 17 Pro Max £1,199 (લગભગ 1,43,067 રૂપિયા) ની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Apple iPhone 17 Series Price Tech news iPhone 17 Series

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ