બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / iPhone 17 સીરીઝના સૌથી ટોપ વેરિઅન્ટની કિંમત 2 લાખથી વધુ, જાણો ભારતમાં ક્યારથી શરૂ થશે સેલ

ટેક / iPhone 17 સીરીઝના સૌથી ટોપ વેરિઅન્ટની કિંમત 2 લાખથી વધુ, જાણો ભારતમાં ક્યારથી શરૂ થશે સેલ

Vidhata Gothi

Last Updated: 06:53 AM, 10 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

iPhone 17 Series Price in India: Appleની નવી iPhone 17 સીરીઝ ભારતમાં લોન્ચ થઈ ગઈ છે. એપલે તેની નવી આઇફોન 17 સીરીઝમાં 3nm પ્રોસેસર, 256GB સ્ટોરેજ સહિત ઘણા જબરદસ્ત ફીચર્સ આપ્યા છે. ચાલો જાણીએ ભારતમાં આઇફોન 17 સીરીઝની કિંમત કેટલી છે અને ક્યારે સેલ શરૂ થશે.

Appleએ iPhone 17 સીરીઝની સાથે જ iPhone Air પણ ભારત સહિત ગ્લોબલી લોન્ચ કરી દીધો છે. Appleએ આ વર્ષે લોન્ચ થયેલા તમામ iPhonesમાં 3nm પ્રોસેસર આપ્યું છે. આ ઉપરાંત, નવી iPhone સીરીઝમાં 256GBથી લઈને 2TB સુધી સ્ટોરેજથી મળશે. કંપનીએ iPhone Airને ફાસ્ટ પ્રોસેસરની સાથે-સાથે ડયુરેબલ પણ બનાવ્યો છે. આ વર્ષે લોન્ચ થયેલા તમામ iPhones Ceramic Shield 2 પ્રોટેક્શન સાથે આવે છે.

iPhone 17માં A19 Bionic ચિપસેટ આપવામાં આવી છે. તો અન્ય તમામ મોડેલોમાં A19 Pro Bionic ચિપસેટ આપવામાં આવી છે. ચાલો જાણીએ ભારતમાં Appleની આ નવી iPhone સીરીઝની કિંમત કેટલી હશે.

iPhone

iPhone 17ની કિંમત

iPhone 17 બે સ્ટોરેજ વેરિઅન્ટમાં આવે છે - 256GB અને 512GB. ભારતમાં તેની શરૂઆતની કિંમત 82,900 રૂપિયા છે. જયારે તેના ટોપ વેરિઅન્ટની કિંમત 1,02,900 રૂપિયા છે. તેમાં 5 કલર ઓપ્શન આપવામાં આવ્યા છે - લવંડર, સેજ, મિસ્ટ, બ્લુ અને બ્લેક.

iPhone Air પણ ત્રણ સ્ટોરેજ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે - 256GB, 512GB અને 1TB. તેની શરૂઆતની કિંમત 1,19,900 રૂપિયા છે. જયારે તેના અન્ય બે વેરિઅન્ટ 512GB અને 1TBની કિંમત અનુક્રમે 1,39,900 રૂપિયા અને 1,59,900 રૂપિયા છે. તેના કલર ઓપ્શન છે - સ્કાય બ્લુ, લાઇટ ગોલ્ડ, ક્લાઉડ વ્હાઇટ અને સ્પેસ બ્લેક.

apple

સ્ટોરેજ iPhone 17 iPhone Air iPhone 17 Pro iPhone 17 Pro Max

256GB 82,900 રૂપિયા 1,19,900 રૂપિયા 1,34,900 રૂપિયા 1,49,900 રૂપિયા

512GB 1,02,900 રૂપિયા 1,39,900 રૂપિયા 1,54,900 રૂપિયા 1,69,900 રૂપિયા

1TB --------------- 1,59,900 રૂપિયા 1,74,900 રૂપિયા 1,89,900 રૂપિયા

2TB --------------- ------------------- ------------------- 2,219,900 રૂપિયા

iPhone 17 Pro પણ ત્રણ સ્ટોરેજ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે - 256GB, 512GB અને 1TB. તેની શરૂઆતની કિંમત 1,34,900 રૂપિયા છે. જયારે તેના અન્ય બે વેરિઅન્ટની કિંમત અનુક્રમે 1,54,900 રૂપિયા અને 1,74,900 રૂપિયા છે. તે ત્રણ કલર ઓપ્શનમાં આવે છે - સિલ્વર, કોસ્મિક ઓરેન્જ અને ડીપ બ્લુ.

vtv app promotion

iPhone 17 Pro Maxના ચાર સ્ટોરેજ વેરિઅન્ટ - 256GB, 512GB, 1TB અને 2TB. તેની શરૂઆતની કિંમત 1,49,900 રૂપિયા છે. તેના અન્ય ત્રણ મોડલની કિંમત અનુક્રમે 1,69,900 રૂપિયા, 1,89,900 રૂપિયા અને 2,29,900 રૂપિયા છે. તેમાં પણ ત્રણ કલર ઓપ્શન મળશે - સિલ્વર, કોસ્મિક ઓરેન્જ અને ડીપ બ્લુ

આ પણ વાંચો: 48 મેગાપિક્સલ કેમેરા, 120Hz ડિસ્પ્લે અને A19 Pro ચિપ, સૌથી પાતળો iPhone લોન્ચ

સેલ ક્યારે શરૂ થશે?

ભારતમાં 12 સપ્ટેમ્બરના રોજ સવારે 5.30 વાગ્યાથી iPhone 17 સીરીઝના તમામ મોડેલ પ્રી-ઓર્ડર કરી શકાશે. બધા iPhone મોડેલનો સેલ 19 સપ્ટેમ્બરથી ભારતમાં Appleના ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોર્સ તેમજ લીડીંગ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર શરૂ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Apple iphone 17 pro price iPhone 17
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ