ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / ટેક અને ઓટો / 48 મેગાપિક્સલ કેમેરા, 120Hz ડિસ્પ્લે અને A19 Pro ચિપ, સૌથી પાતળો iPhone લોન્ચ

iphone 17 / 48 મેગાપિક્સલ કેમેરા, 120Hz ડિસ્પ્લે અને A19 Pro ચિપ, સૌથી પાતળો iPhone લોન્ચ

Last Updated: 11:34 PM, 9 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Appleનો વાર્ષિક ઈવેન્ટ શરૂ થઈ ગયો છે. આ ઈવેન્ટમાં iPhone 17 સીરીઝ સહિત ઘણી નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવી રહી છે. આ ઈવેન્ટ કંપનીના હેડક્વાટર Apple Park પરથી લાઈવ સ્ટ્રીમ કરવામાં આવી રહ્યો છે. તમે લોન્ચ કાર્યક્રમની નાની-મોટી બધી બાબતો અહીં વાંચી શકશો. અમે તમને આ ઈવેન્ટની દરેક હકીકત સમજાવવાનો પ્રયાસ કરીશું. આ ઈવેન્ટ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી iPhone માં કોઈ ઈનોવેશન થયુ નથી, તેથી આજે લોકોને ઘણી અપેક્ષાઓ છે.

ADVERTISEMENT

iPhone 17 Air એક નવો અને અલગ ફોન હોઈ શકે છે. ફોલ્ડેબલની અપેક્ષા નથી. ભલે એપલના ચાહકો ફોલ્ડેબલની રાહ જોઈ રહ્યા હોય, એપલ આ વર્ષે નહીં, પરંતુ આવતા વર્ષે ફોલ્ડેબલ લાવવાની તૈયારી કરી રહ્યું છે.

apple

iPhone 17 Air માંA19 પ્રો ચિપસેટ

iPhone 17 Air માં સિંગલ કેમેરા છે. જોકે, સેમસંગ પહેલાથી જ બજારમાં સ્લીમ ફોન લોન્ચ કરી ચૂક્યો છે. લોકોને આઈફોન એર કેટલો ગમે છે તે જોવું રસપ્રદ રહેશે. કંપનીએ તેને ચાર કલર વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે. કંપનીએ આઈફોન એરમાં A19 પ્રો ચિપસેટ આપ્યો છે જે ખૂબ જ શક્તિશાળી છે. તેમાં 6 કોર સીપીયુ છે અને તેમાં 2 પરફોર્મન્સ કોર છે. તેમાં 5 કોર જીપીયુ છે. કંપનીએ તેને અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી સ્માર્ટફોન પ્રોસેસર પણ ગણાવ્યો છે.

vtv app promotion

iPhone 17 માં 48-મેગાપિક્સલનો મેન કેમેરો

iPhone 17 માં બે રીઅર કેમેરા છે. પ્રાઇમરી કેમેરા 48 મેગાપિક્સલનો છે. 2X નું ઓપ્ટિકલ ઝૂમ આપવામાં આવ્યું છે. કેમેરા પાછલા વર્ઝન કરતા ઘણો સારો છે. કંપનીએ કહ્યું છે કે તેમાં સેન્ટર સ્ટેજ સેલ્ફી કેમેરા છે. સેલ્ફી કેમેરા સેન્સર પાછલા સમય કરતા બમણા કરતા પણ વધુ કદનો છે, જે વધુ પ્રકાશ કેપ્ચર કરશે અને સારી પિક્ચર ક્વોલિટી આપશે.

વધુ વાંચો; ચાર ગણા વધુ નોઈસ કેન્સલેશન સાથે AirPods 3 લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

iPhone 17 માં A19 ચિપસેટ છેiPhone 17 માં, કંપનીએ A19

ચિપસેટ આપ્યો છે જે 3nm પર બનેલો છે. તેમાં 6 કોર CPU છે જે કંપનીના મતે વધુ સારું છે. આ ઉપરાંત, તેમાં 5 કોર GPU છે. કંપનીએ કહ્યું છે કે વપરાશકર્તાઓ તેમાં ભારે ગ્રાફિક્સ સાથે ગેમિંગ પણ ચલાવી શકશે. કંપનીએ કહ્યું છે કે તે પાછલા કરતા ઘણું ઝડપી હશે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

apple launch apple live event apple iphone 17
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ