ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / ટેક અને ઓટો / ચાર ગણા વધુ નોઈસ કેન્સલેશન સાથે AirPods 3 લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

AirPods Pro 3 / ચાર ગણા વધુ નોઈસ કેન્સલેશન સાથે AirPods 3 લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

Last Updated: 11:06 PM, 9 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવી દિલ્હીમાં લોન્ચ થયેલા AirPods Pro 3 માં Apple એ ANC ક્ષમતા બમણી કરી છે, જેમાં લેટેસ્ટ ઓડિયો ટેકનોલોજી અને એડવાન્સ ચિપસેટ સાથે પ્રીમિયમ વાયરલેસ ઇયરબડ્સ લોન્ચ કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

AirPods Pro 3 લોન્ચ કરવામાં આવ્યો છે અને Apple દાવો કરે છે કે આ નવો TWS હેડસેટ હવે નોઈઝ કેન્સલેશન (ANC) માં પહેલા કરતા વધુ સારુ છે. કંપનીના જણાવ્યા અનુસાર, AirPods Pro 3 ની ANC ક્ષમતા AirPods Pro 2 કરતા બમણી સારી છે અને આગળના AirPods Pro મોડેલ કરતા ચાર ગણી વધુ અસરકારક છે. આનો અર્થ એ છે કે યુઝર્સને સોંગ, કોલિંગ અને એન્ટરટેન્ટમેંટ દરમિયાન બહારના વોઈસથી લગભગ સંપૂર્ણ રાહત મળશે.

AirPods Pro 3 માં એડવાન્સ વોઈસ ટેકનોલોજી અને એડવાન્સ ચિપસેટ ઇન્સ્ટોલ કર્યું છે, જેણે સાઉન્ડ ક્વોલીટીને વધુ સ્પષ્ટ અને ઇમર્સિવ બનાવી છે. વાયરલેસ ઇયરબડ્સ સેગમેન્ટમાં પ્રીમિયમ સુવિધાઓ સાથે આ સેગમેંટ બજારમાં મોટો ફેરફાર લાવવા માટે તૈયાર છે. એપલે તેમાં 8 કલાકની બેટરી લાઇફનો દાવો કર્યો છે.

વધુ વાંચો: ટુ-વ્હીલર ખરીદવાનું હોય તો 22 સપ્ટેમ્બર સુધી રાહ જુઓ, થશે હજારો રૂપિયાની બચત

એપલે તેના નવા AirPods Pro 3 માં એક ખાસ ફીચર ઉમેર્યું છે, જેનું નામ લાઈવ ટ્રાન્સલેશન છે. કંપનીનું કહેવું છે કે આ ફીચર એપલ ઇન્ટેલિજન્સ પર કામ કરે છે અને વાતચીત દરમિયાન ઇન્સ્ટન્ટ ટ્રાન્સલેશનમાં મદદ કરે છે. સૌથી મોટી વાત એ છે કે જો વાત કરી રહેલા બંને લોકો AirPods Pro 3 નો ઉપયોગ કરે છે, તો આ ફીચર વધુ સારું કામ કરે છે. એટલે કે, જે લોકો અલગ અલગ ભાષાઓ બોલે છે તેમના માટે આ હેડફોન રીઅલ-ટાઇમ ટ્રાન્સલેટરની જેમ કામ કરશે.

vtv app add

નવા AirPods Pro 3 ની કિંમત 249 ડોલર રાખવામાં આવી છે. તે હમણાં પ્રી-બુક કરી શકાય છે પરંતુ તમને તે ફક્ત 19 સપ્ટેમ્બરે જ મળશે. ભારતમાં તેની કિંમત ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AirPods Pro 3 AirPods Pro 3 vs AirPods Pro 2 Apple AirPods Pro 3 ANC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ