ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / તમારા કામનું / દારુ પીનારા માટે માઠા સમાચાર, એક પેગ પીવાથી પણ થાય છે આ ગંભીર બીમારી

તમારા કામનું / દારુ પીનારા માટે માઠા સમાચાર, એક પેગ પીવાથી પણ થાય છે આ ગંભીર બીમારી

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:50 PM, 25 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Alcohol: દારૂ સાથે તમાકુનું સેવન કરનારાઓમાં આ જોખમ અનેકગણું વધી જાય છે.

ADVERTISEMENT

Utility News: ભારતમાં પુરુષોમાં મોઢાનું કેન્સર એક ગંભીર કેન્સર છે. અત્યાર સુધી સામાન્ય માન્યતા એવી હતી કે તમાકુ એ સૌથી મોટું કારણ છે, પરંતુ મુંબઈના ટાટા મેમોરિયલ સેન્ટરના એક નવી સ્ટડીમાં નવું કારણ બહાર આવ્યુ છે. આ સંશોધન મુજબ ભારતમાં મોઢાના કેન્સરના 62 ટકા કેસોનું મુખ્ય કારણ દારૂ છે. આટલુ જ નહી દારૂ સાથે તમાકુનું સેવન કરનારાઓમાં આ જોખમ અનેકગણું વધી જાય છે.

આ અભ્યાસ ક્યારે અને કેવી રીતે હાથ ધરવામાં આવ્યો?

આ અભ્યાસ ડિસેમ્બર 2025 માં પ્રતિષ્ઠિત બીજેએમ ગ્લોબલ હેલ્થ જર્નલમાં પ્રકાશિત થયો હતો. આ સંશોધન 2010 અને 2021 ની વચ્ચે 3,706 પુરુષો પર કરવામાં આવ્યું હતું, જેમાં 1,803 મોઢાના કેન્સરના દર્દીઓ અને 1,903 સ્વસ્થ વ્યક્તિઓ સામેલ હતા. બધા સહભાગીઓને મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલ અને ખારઘરમાં ACTREC માંથી પસંદ કરવામાં આવ્યા હતા.

Drink Alcohol

આ સંશોધનમાં શું બહાર આવ્યું?

સંશોધનમાં બહાર આવ્યું છે કે દારૂનું સેવન મોઢાના કેન્સરનું જોખમ નોંધપાત્ર રીતે વધારે છે. બ્રાન્ડેડ બીયર, વ્હિસ્કી, વાઇન હોય કે પછી દેશી દારૂ, તાડી અને થેરા જેવા સ્થાનિક દારૂ હોય, બધા પ્રકારના આલ્કોહોલ આ જોખમ વધારે છે. ચોકાવનારી વાત એ છે કે દિવસમાં માત્ર 9 ગ્રામ આલ્કોહોલ એટલે કે એક સ્ટૈડર્ડ ડ્રિંકથી પણ કેન્સરનું જોખમ 50 ટકા વધી જાય છે. ખૂબ ઓછી માત્રામાં બીયર પીવાથી પણ જોખમ વધી શકે છે.

અભ્યાસ મુજબ 17 ટકા કેસ ફક્ત આલ્કોહોલને કારણે થાય છે, જ્યારે ગુટખા, ખૈની અને અન્ય તમાકુ ઉત્પાદનો 37 ટકા મોઢાના કેન્સરના કેસોના મામલે આવે છે. સૌથી ખતરનાક પરિસ્થિતિ એ છે કે જ્યારે દારૂ અને તમાકુ બંને એકસાથે સેવક કરવામાં આવે છે - આવા કિસ્સામાં જોખમ 4 થી 5 ગણું વધી જાય છે, અને આ 62 ટકા કેસ છે.

ORAL-CANCER-3

દારૂ કેન્સરનું જોખમ કેમ વધારે છે?

દારૂ પીવાથી શરીરમાં એસીટાલ્ડીહાઇડ નામનો ઝેરી તત્વ બને છે, જે ડીએનએને નુકસાન પહોંચાડે છે. ભારતમાં મોટાભાગના લોકોમાં એવા જનીનો હોય છે જે ધીમે ધીમે દારૂને તોડી નાખે છે. જેનાથી ઝેરી પદાર્થ શરીરમાં લાંબા સમય સુધી રહે છે, જેના કારણે કેન્સરનું જોખમ વધે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ આર્મી જવાનો પરથી હટ્યો સોશિયલ મીડિયા પ્રતિબંધ, હવે કરી શકશે વોટ્સએપ મેસેજ, ઈન્સ્ટા કોમેન્ટ નહીં

જાણકારો કહે છે ભારતમાં કડક તમાકુ નીતિઓ છે, પરંતુ દારૂ પર સમાન કોઈ નીતિઓ લાગુ પડતી નથી. તેમણે એમ પણ કહ્યું કે "થોડું પીવું સલામત છે" એવી ધારણા સંપૂર્ણપણે ખોટી છે, કારણ કે આલ્કોહોલ માટે કોઈ સલામત મર્યાદા નથી.

ઓરલ કેન્સરના પ્રારંભિક સંકેતો

મોઢામાં ઘા અથવા ફોલ્લો જે બે અઠવાડિયામાં રૂઝાય નહીં, હોઠ અથવા મોં પર સફેદ કે લાલ ધબ્બા, ગળવામાં કે બોલવામાં તકલીફ, ગરદનમાં ગાંઠ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Oral Cancer Utility News Alcohol

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ