ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / આર્મી જવાનો પરથી હટ્યો સોશિયલ મીડિયા પ્રતિબંધ, હવે કરી શકશે વોટ્સએપ મેસેજ, ઈન્સ્ટા કોમેન્ટ નહીં

નેશનલ / આર્મી જવાનો પરથી હટ્યો સોશિયલ મીડિયા પ્રતિબંધ, હવે કરી શકશે વોટ્સએપ મેસેજ, ઈન્સ્ટા કોમેન્ટ નહીં

Published By: Ajitsinh Jadeja

Last Updated: 09:03 PM, 25 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Army: ભારતીય સેનાના જવાનોને પાંચ વર્ષ પછી સોશિયલ મીડિયા એપ્સના ઉપયોગની મંજુરી મળી છે. પરંતુ શરત એ છે કે તેઓ તેનો ઉપયોગ ફક્ત વ્યૂ-ઓન્લી મોડમાં કરી શકશે.

ADVERTISEMENT

Indian Army: ભારતીય સેનાના જવાનોને પાંચ વર્ષ પછી સોશિયલ મીડિયા એપ્સના ઉપયોગની મંજુરી મળી છે. પરંતુ શરત એ છે કે તેઓ તેનો ઉપયોગ ફક્ત વ્યૂ-ઓન્લી મોડમાં કરી શકશે. આર્મીના સૈનિકો અને અધિકારીઓને ઇન્સ્ટાગ્રામ પર સોશિયલાઇઝિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે, અને તેમને સામાન્ય સોશિયલ મીડિયા યૂજર્સની જેમ કન્ટેન્ટ પોસ્ટ, લાઇક કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

social-media

ભારતીય સેનાના સૈનિકોને પાંચ વર્ષ પછી સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી છે. જોકે કેટલીક શરતો લાગુ પડે છે. સમાચાર એજન્સી અનુસાર નવી માર્ગદર્શિકા હેઠળ સૈનિકો ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ, ફોટા અને વિડિયો જોઈ શકશે, પરંતુ તેમને લાઇક કે કમેન્ટ નહી કરી શકે.

ઇન્સ્ટાગ્રામ પર 'નિષ્ક્રિય ભાગીદારી'

એક હિન્દી ન્યૂઝ ચેનલે આ બાબતથી પરિચિત સૂત્રોને ટાંકીને રિપોર્ટ આપ્યો છે કે, ભારતીય સેના દ્વારા લશ્કરી કર્મચારીઓને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા પાછળનો વિચાર તેમની જાગૃતિ વધારવાનો અને કન્ટેન્ટ જોઈને અને તેનું નિરીક્ષણ કરીને માહિતી એકત્રિત કરવાનો છે. સેનાએ આ મર્યાદિત પરવાનગીને 'નિષ્ક્રિય ભાગીદારી' ગણાવી છે, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તેમને કન્ટેન્ટ જોવા સિવાય બીજું કંઈ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

vtv app promotion

YouTube અને એક્સનો ઉપયોગ "નિષ્ક્રિય" રીતે પણ કરવાની મંજૂરી આપવામાં આવશે

આર્મીને એક ફાયદો એ છે કે સૈનિકો ફર્જી અને ભ્રામક પોસ્ટ્સ સંબંધિત માહિતી તેમના ઉપરી અધિકારીઓ સાથે શેર કરી શકશે. YouTube અને એક્સ જેવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની પોસ્ટ્સ પર પણ સમાન પ્રતિબંધો લાગુ થશે. એક મિડિયા અહેવાલ મુજબ આ પ્લેટફોર્મ્સને ફક્ત "નિષ્ક્રિય ઉપયોગ" માટે જ મંજૂરી આપવામાં આવી છે. ભારતીય સેનાએ સમયાંતરે સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે માર્ગદર્શિકા જારી કરી છે, અને અગાઉ સુરક્ષા કારણોસર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ 'રાહુલ ગાંધી પર વિદેશમાં નજર રખાય છે' સામ પિત્રોડાનો કેન્દ્ર સરકાર પર મોટો હુમલો

2019 સુધી સેનાના નિયમો ખૂબ જ કડક હતા

2019 સુધી લશ્કરી કર્મચારીઓને કોઈપણ સોશિયલ મીડિયા ગૃપનો ભાગ બનવાની મંજૂરી નહોતી. જ્યારે સોશિયલ મીડિયાના દુરુપયોગના ઘણા કિસ્સાઓ સામે આવ્યા ત્યારે સેનાએ 2020 માં નિયમોને વધુ કડક કર્યા અને સૈનિકોને 89 મોબાઇલ એપ્લિકેશનો કાઢી નાખવાની સૂચના આપી. જો કે કડક નિયમો હોવા છતાં સેના ફેસબુક, યૂટ્યૂબ, એક્સ, LinkedIn, ટેલીગ્રામ અને વોટ્સએપ જેવા ચોક્કસ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની મંજૂરી આપેલી છે. પરંતુ કડક નિયમો અને દેખરેખ સાથે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Social Media Policy Indian Army YouTube

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ