બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:31 PM, 25 December 2025
ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા સેમ પિત્રોદાએ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે દાવો કર્યો કે જ્યારે પણ રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે જાય છે ત્યારે ભારતીય દૂતાવાસના લોકો તેમની ઉપર નજર રાખે છે. સેમ પિત્રોદાના કહેવા મુજબ આ માત્ર સુરક્ષા પૂરતું સીમિત નથી, પરંતુ કેટલીક વખત વિદેશી નેતાઓ અને સંસ્થાઓને રાહુલ ગાંધી સાથે મુલાકાત ન કરવા માટે પણ કહેવામાં આવે છે. તેમના શબ્દોમાં, આ પ્રકારની કાર્યવાહી લોકશાહી ભાવનાના વિરુદ્ધ છે અને સરકારની અસુરક્ષિત માનસિકતાનું પ્રતિબિંબ છે.
ADVERTISEMENT

રાહુલ ગાંધીના તાજેતરના જર્મની પ્રવાસને લઈને દેશમાં ઊભા થયેલા વિવાદ પર પ્રતિક્રિયા આપતાં સેમ પિત્રોદાએ કહ્યું કે વિદેશ પ્રવાસો અચાનક નક્કી થતા નથી. આવા કાર્યક્રમો મહિનાઓ અગાઉથી પ્લાન કરવામાં આવે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જર્મની પ્રવાસનો મુખ્ય હેતુ પ્રોગ્રેસિવ એલાયન્સની બેઠકમાં ભાગ લેવો હતો, જેમાં વિશ્વના લગભગ 110 દેશોની લોકશાહી પક્ષો જોડાય છે. તેમના મતે ભારત જેવા મોટા દેશમાં હંમેશાં કોઈને કોઈ મહત્વની ઘટના ચાલી રહી હોય છે, તેથી પ્રવાસની ‘ટાઈમિંગ’ પર સવાલ ઉઠાવવું યોગ્ય નથી.
ADVERTISEMENT
વિદેશમાં જઈને ભારત વિરોધી વાતો કરવાનો આરોપ લગાવવામાં આવે છે તે અંગે સેમ પિત્રોદાએ તીખો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે આજના ડિજિટલ યુગમાં દેશમાં બોલાયેલી વાતો તરત જ આંતરરાષ્ટ્રીય બની જાય છે અને વિદેશમાં કહેવાયેલી વાતો રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની જાય છે. સત્ય ક્યાં બોલાયું છે તેનાથી તેનું મૂલ્ય બદલાતું નથી. જો કોંગ્રેસનું માનવું છે કે દેશમાં લોકશાહી સંસ્થાઓ પર દબાણ છે, મીડિયા મેનિપ્યુલેટેડ છે અને સિવિલ સોસાયટી નબળી પડી રહી છે, તો આ મુદ્દા દેશની અંદર પણ ઉઠાવવામાં આવશે અને વિદેશમાં પણ.

ADVERTISEMENT
સેમ પિત્રોદાએ પોતાના અનુભવના આધારે કહ્યું કે રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ દરમિયાન તેઓએ હોટેલ, મીટિંગ્સ અને એરપોર્ટ પર સતત નજર રાખવામાં આવતી જોઈ છે. તેમણે દાવો કર્યો કે કેટલીક વખત દૂતાવાસ તરફથી લોકોને ફોન કરીને રાહુલ ગાંધીને ન મળવાની સલાહ આપવામાં આવે છે. જો કે તેમણે સ્વીકાર્યું કે આ બાબતે તેમની પાસે કોઈ લખિત પુરાવા નથી, પરંતુ અનુભવના આધારે તેઓ આ વાત કહી રહ્યા છે. તેમણે આને સરકાર તરફથી જાસૂસી જેવી કાર્યવાહી ગણાવી, પરંતુ સાથે જ કહ્યું કે કોંગ્રેસ આવી બાબતોથી ડરવાની નથી.
જર્મનીમાં રાહુલ ગાંધીની મુલાકાતો અને જૉર્જ સોરોસ સાથે જોડાયેલા આરોપોને લઈને સેમ પિત્રોદાએ આક્ષેપોને સંપૂર્ણપણે બકવાસ ગણાવ્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ યુનિવર્સિટી, પબ્લિક સ્પેસ અને ખુલ્લા મંચો પર વાત કરે છે. કોણ કોની સાથે જોડાયેલું છે તે જાણવાની જરૂર છે. તેમના મતે, રાહુલ ગાંધી કે કોંગ્રેસનો કોઈ પણ પ્રકારની વિદેશી ફંડિંગ અથવા એન્ટી-ઈન્ડિયા નેટવર્ક સાથે કોઈ સંબંધ નથી.
ADVERTISEMENT
ભારતમાં લોકશાહી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં સેમ પિત્રોદાએ કહ્યું કે માત્ર ભારત જ નહીં, પરંતુ હંગેરી, તુર્કી અને અમેરિકા જેવા દેશોમાં પણ લોકશાહી સંસ્થાઓ દબાણ હેઠળ છે. તેમણે ચૂંટણી પ્રક્રિયા પર પણ પ્રશ્ન ઉઠાવ્યો અને જણાવ્યું કે જર્મનીમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ માત્ર પેપર બેલેટથી ચૂંટણી થાય છે. તેમના મતે, ભારતમાં ઈવીએમ, મતદાર યાદીમાં ફેરફાર અને ચૂંટણી પંચની વિશ્વસનીયતા અંગે લોકોમાં વિશ્વાસની ખોટ દેખાઈ રહી છે.
ક્રિસમસ દરમિયાન ચર્ચો પર થયેલા હુમલાઓ અને અલ્પસંખ્યકો સામેની હિંસા અંગે સેમ પિત્રોદાએ કહ્યું કે કોઈ પણ સમુદાય સામે હિંસા સ્વીકાર્ય નથી. તેમણે સ્વીકાર્યું કે આવી ઘટનાઓ ભારતની આંતરરાષ્ટ્રીય છબીને નુકસાન પહોંચાડે છે. તેમના શબ્દોમાં, ખ્રિસ્તી, મુસ્લિમ, દલિત કે કોઈ પણ સમુદાય સામેની હિંસા ખોટી છે અને લોકશાહીમાં સંવાદ હોવો જોઈએ, નફરત નહીં. બાંગ્લાદેશ અને અન્ય પડોશી દેશોમાં અલ્પસંખ્યકો સામેની હિંસા અંગે તેમણે કહ્યું કે ભારતને ‘વિશ્વ ગુરુ’ બનવાની ઇચ્છા હોય તો પહેલા પોતાના પડોશમાં શાંતિ અને સ્થિરતા માટે નેતૃત્વ બતાવવું પડશે. હિંસા ક્યાંય પણ થાય, તેનો કોઈ ન્યાય નથી, એવું તેમણે ઉમેર્યું.
ADVERTISEMENT
જી-રામ-જી કાયદા અને ધર્મ આધારિત રાજકારણ પર સેમ પિત્રોદાએ સવાલ ઉઠાવ્યો કે યોજનાઓના નામમાં ધર્મ કેમ લાવવામાં આવે છે. તેમના મતે, પ્રધાનમંત્રી કોઈ એક સમુદાયના નહીં પરંતુ સમગ્ર દેશના હોવા જોઈએ અને ધર્મ વ્યક્તિગત આસ્થા હોઈ શકે, શાસનની પ્રાથમિકતા નહીં.
વધુ વાંચો : PM મોદીએ દીન દયાળ, શ્યામા પ્રસાદ અને અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ કર્યું
ADVERTISEMENT
ચીન અને વૈશ્વિક અર્થતંત્ર અંગે વાત કરતાં તેમણે કહ્યું કે આજે મેન્યુફેક્ચરિંગ પર ચીનનો પ્રભાવ છે, પછી તે ઇલેક્ટ્રિક વાહન હોય, બેટરી, ડ્રોન કે રોબોટિક્સ. આવકની વધતી અસમાનતા અને થોડાક મોટા કોર્પોરેટ્સનો વધતો વर्चસ્વ વૈશ્વિક સમસ્યા છે. જો ઉત્પાદન એક જ દેશમાં સીમિત રહેશે તો ભવિષ્યમાં રોજગારીના અવસર ઓછા પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.