બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / PM મોદીએ દીન દયાળ, શ્યામા પ્રસાદ અને અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ કર્યું

લખનઉ / PM મોદીએ દીન દયાળ, શ્યામા પ્રસાદ અને અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ કર્યું

Vidhata Gothi

Last Updated: 03:26 PM, 25 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન મોદી આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં છે. લખનૌની તેમની મુલાકાત દરમિયાન, વડાપ્રધાન મોદીએ અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ નિમિત્તે લખનઉમાં રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રેરણા સ્થળ વસંત કુંજ વિસ્તારમાં આવેલું છે. વડાપ્રધાન મોદી આ પ્રસંગે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. આ રાષ્ટ્રીય સ્મારકનું નિર્માણ કેન્દ્ર સરકાર દ્વારા સ્વતંત્ર ભારતના મહાન નાયકોના વારસાને સન્માન આપવા માટે કરવામાં આવ્યું છે.

ત્યારે આજે પ્રેરણા સ્થળ ખાતે વડાપ્રધાન મોદીએ શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 65 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાઓનું અનાવરણ પણ કર્યું. વડાપ્રધાન મોદીએ પ્રેરણા સ્થળનું લોકાર્પણ કરી દીધું છે.

રાષ્ટ્રીય પ્રેરણા સ્થળના મુખ્ય આકર્ષણ અહીં સ્થાપિત કરવામાં આવેલી 65-65 ફૂટ ઊંચી ભવ્ય કાંસાની ત્રણ પ્રતિમાઓ છે. આમાં ભારત રત્ન અટલ બિહારી વાજપેયી, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમા સામેલ છે. આ પ્રતિમાઓમાંથી એક, પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમા, શિલ્પકાર રામ સુતારે બનાવી છે, જેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પી પણ છે. અટલ બિહારી વાજપેયી અને શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાઓ માતુ રામે બનાવી છે. આ ત્રણ વ્યક્તિઓ ભારતીય રાજકારણમાં તે વિચાર પ્રવાહનું પ્રતિનિધિત્વ કરે છે જેણે વર્તમાન ભાજપ અને સંઘ પરિવારનો પાયો નાખ્યો છે. શ્યામા પ્રસાદ મુખર્જીએ 1951માં જનસંઘની સ્થાપના કરી હતી. દીનદયાળ ઉપાધ્યાય પણ જનસંઘના સ્થાપક નેતાઓમાંના એક હતા અને બાદમાં તેના પ્રમુખ પણ બન્યા હતા. અટલજી ભાજપના સ્થાપક પ્રમુખ અને કેન્દ્રીય સત્તામાં લાવનારા પ્રથમ નેતા હતા.

રાષ્ટ્રીય પ્રેરણા સ્થળને એક ઐતિહાસિક રાષ્ટ્રીય સ્મારક અને કાયમી રાષ્ટ્રીય મહત્ત્વના પ્રેરણાદાયી સંકુલ તરીકે વિકસાવવામાં આવ્યું છે. આશરે 230 કરોડ રૂપિયાના ખર્ચે 65 એકર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. પ્રેરણા સ્થળ પર માત્ર પ્રતિમાઓ જ નહીં, પરંતુ કમળના ફૂલના આકારમાં ડિઝાઇન કરાયેલ એક ભવ્ય ડિજિટલ મ્યુઝિયમ પણ છે. આ મ્યુઝિયમ ભારતની રાષ્ટ્રીય યાત્રા અને આ દૂરંદેશી નેતાઓના યોગદાનને અદ્યતન ડિજિટલ અને ઇમર્સિવ ટેકનોલોજી દ્વારા દર્શાવે છે.

vtv app promotion

આ પણ વાંચો: એન્કાઉન્ટરમાં રૂ. 1 કરોડનો ઇનામી નક્સલી ઠાર, બે મહિલાઓ પણ હતી અથડામણમાં સામેલ

આ ઉપરાંત, સંકુલમાં 2,000 લોકોની ક્ષમતા ધરાવતો એક ઓપન-એર થિયેટર અને પ્રદર્શન હોલ પણ બનાવવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારે આ પ્રોજેક્ટને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે પૂર્ણ કર્યો છે. ઉદ્ઘાટન સાથે, આ સ્થળ જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે, જે લખનઉ પ્રવાસનમાં એક નવો અધ્યાય ઉમેરશે. આ સંકુલને એક રાષ્ટ્રીય સંપત્તિ તરીકે જોવામાં આવી રહ્યું છે, જે જે ભવિષ્યની પેઢીઓને નેતૃત્વ, સેવા અને સાંસ્કૃતિક ચેતના માટે પ્રયત્નશીલ રહેવા માટે પ્રેરણા આપશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Atal Bihari Vajpayee PM Modi Lucknow visit Narendra Modi
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ