ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / એન્કાઉન્ટરમાં રૂ. 1 કરોડનો ઇનામી નક્સલી ઠાર, બે મહિલાઓ પણ હતી અથડામણમાં સામેલ

કાર્યવાહી / એન્કાઉન્ટરમાં રૂ. 1 કરોડનો ઇનામી નક્સલી ઠાર, બે મહિલાઓ પણ હતી અથડામણમાં સામેલ

Published By: Priykant Shrimali

Last Updated: 02:14 PM, 25 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ganesh Uike Encounter : કંધમાલમાં સુરક્ષા દળોને મોટી સફળતા, ટોચનો નક્સલી એન્કાઉન્ટરમાં માર્યો ગયો, એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા અન્ય ત્રણ નક્સલીઓમાં બે મહિલાનો પણ સમાવેશ

ADVERTISEMENT

Ganesh Uike Encounter : આજે નાતાલના દિવસે ઓડિશાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ઓડિશાના કંધમાલ જિલ્લામાં સુરક્ષા દળોને નક્સલ વિરોધી અભિયાનમાં મોટી સફળતા મળી છે. જંગલ વિસ્તારમાં થયેલા એક ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ ટોચના નક્સલી નેતા ગણેશ ઉઇકે સહિત ચાર નક્સલવાદીઓને ઠાર કર્યા છે. નોંધનીય છે કે, ગણેશ ઉઇકે સીપીઆઈ (માઓવાદી) સંગઠનની કેન્દ્રીય સમિતિનો સભ્ય હતો અને ઓડિશામાં નક્સલી પ્રવૃત્તિઓનો મુખ્ય સંચાલક માનવામાં આવતો હતો.

જાણો કઈ રીતે થયું એન્કાઉન્ટર ?

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોને કંધમાલ અને ગંજમ જિલ્લાની સરહદ પાસે આવેલા રામ્પા જંગલ વિસ્તારમાં નક્સલીઓની હાજરી અંગે ચોક્કસ માહિતી મળી હતી.

આ માહિતીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), સીઆરપીએફ અને બીએસએફની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ઓપરેશન દરમિયાન નક્સલીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો, જેના જવાબમાં થયેલા એન્કાઉન્ટરમાં ચાર નક્સલીઓ માર્યા ગયા.

₹1.1 કરોડના ઇનામી નક્સલીનું એન્કાઉન્ટર

વિગતો મુજબ માર્યા ગયેલામાં સૌથી મોટું નામ ગણેશ ઉઇકેનું છે, જેના પર સરકાર દ્વારા ₹1.1 કરોડનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. તેની ઉંમર આશરે 69 વર્ષ હોવાનું જણાવવામાં આવ્યું છે અને તે લાંબા સમયથી સુરક્ષા એજન્સીઓ માટે મોટો પડકાર બની રહ્યો હતો. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા અન્ય ત્રણ નક્સલીઓમાં બે મહિલાનો પણ સમાવેશ થાય છે, જોકે તેમની ઓળખ હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી. અધિકારીઓએ જણાવ્યું કે આ ઓપરેશન રાજ્યમાં નક્સલવાદ સામેની લડાઈ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

આ પણ વાંચો : ના કોઇ પોસ્ટ, ના કોઇ Like, ભારતીય સેનાના જવાનને લગતી સોશિ. મીડિયા પોલિસીમાં ફેરફાર

આ સાથે નક્સલ ઓપરેશન્સના ડીઆઈજી અખિલેશ્વર સિંહે જણાવ્યું હતું કે સુરક્ષા દળોની સંયુક્ત કાર્યવાહીથી નક્સલી સંગઠનને મોટો ફટકો પડ્યો છે. તેમણે કહ્યું કે રાજ્યમાં શાંતિ અને વિકાસ જળવાઈ રહે તે માટે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kandhamal Ganesh Uike Naxal Encounter

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ