ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / બજાજનો ધમાકો: નવી Pulsar NS400Z ગૂગલ મેપ્સ અને TFT ડિસ્પ્લે સાથે લોન્ચ, જાણો કિંમત
6 ફોટો ગેલેરી
Last Updated: 08:01 PM, 1 October 2026
1/6
ભારતીય ટૂ-વ્હીલર માર્કેટમાં પ્રખ્યાત બાઇક નિર્માતા કંપની બજાજ ઓટો (Bajaj Auto) એ પોતાની ફ્લેગશિપ સ્પોર્ટ્સ બાઇક Pulsar NS400Z નું નવું અને અત્યાધુનિક અપડેટેડ વર્ઝન લોન્ચ કરી દીધું છે. કંપનીએ તાજેતરમાં પોતાની ઘણી બાઇક્સને અપડેટ કરી છે, જે અંતર્ગત હવે આ 400cc સેગમેન્ટની બાઇકમાં પણ અનેક ટેકનોલોજીકલ અને કનેક્ટેડ ફિચર્સ ઉમેરવામાં આવ્યા છે.
2/6
બજાજે નવી Pulsar NS400Z ને Rs 1.90 Lakh ની એક્સ-શોરૂમ કિંમતે રજૂ કરી છે. નવી સ્માર્ટ TFT ડિસ્પ્લે અને વધારાના કનેક્ટેડ ફિચર્સ ઉમેરાવાને કારણે બાઇકની કિંમતમાં માત્ર Rs 4,000 નો વધારો થયો છે, જે આ સેગમેન્ટમાં ગ્રાહકો માટે અત્યંત આકર્ષક ડીલ સાબિત થાય છે.
ADVERTISEMENT
3/6
નવી Pulsar NS400Z માં સૌથી મોટો ફેરફાર તેની ડિસ્પ્લેમાં કરવામાં આવ્યો છે. બાઇકમાં નવું 5-inch TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળે છે, જે રાઇડરને પ્રીમિયમ અનુભવ આપે છે. આ બાઇકમાં ગૂગલ મેપ્સ મિરરિંગ ફિચર આપવામાં આવ્યું છે, જેનાથી નેવિગેશન માટેનો રૂટ સીધો ડિસ્પ્લે પર જોઈ શકાય છે. TFT સ્ક્રીન પરથી જ રાઇડર 4 રાઇડિંગ મોડ્સ અને ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમને સરળતાથી કંટ્રોલ કરી શકે છે.
4/6
ડિસ્પ્લે પરથી મ્યુઝિક કંટ્રોલ, ડોક્યુમેન્ટ સ્ટોરેજ અને લેપ ટાઇમર (Lap Timer) જેવા ફિચર્સ પણ એક્સેસ કરી શકાય છે. આ સિવાય USB Type-C ચાર્જિંગ પોર્ટ, પેનિક બ્રેક એલર્ટ અને ક્લચ વગર ગિયર શિફ્ટ કરવા માટે બાય-ડાયરેક્શનલ ક્વિક શિફ્ટર (Bi-directional Quick Shifter) પણ આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
5/6
બાઇકના મિકેનિકલ અને ડિઝાઇન સેટઅપમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે પહેલાં જેવા જ દમદાર પરફોર્મન્સ સાથે આવે છે. બાઇકમાં 349cc નું 4-valve, DOHC લિક્વિડ-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 40 PS નો મહત્તમ પાવર અને 33 Nm નો ટોર્ક જનરેટ કરે છે, જે 6-speed ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ