ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Creta-Sierraને આપશે ટક્કર, ભારત આવી રહી છે ધાંસૂ SUV, 21 હજારમાં થશે બુક
6 ફોટો ગેલેરી
Last Updated: 05:52 PM, 1 October 2026
1/6
ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં SUV ગાડીઓનો ક્રેઝ દિવસેને દિવસે સતત વધી રહ્યો છે, ખાસ કરીને તહેવારોની સીઝન પહેલાં કાર ઉત્પાદક કંપનીઓ નવી મોડેલ્સ અને અપડેટ્સ રજૂ કરવા માટે સજ્જ થઈ ગઈ છે. આ શ્રેણીમાં હોન્ડા કાર્સ ઈન્ડિયા (Honda Cars India) એ પણ મોટો ધમાકો કરવાની તૈયારી કરી લીધી છે. કંપની પોતાની પ્રખ્યાત SUV હોન્ડા એલિવેટનું ફેસલિફ્ટ વર્ઝન (Honda Elevate Facelift) આગામી 6 October ના રોજ લોન્ચ કરવા જઈ રહી છે. વિશેષ વાત એ છે કે સમગ્ર વિશ્વમાં ભારત પહેલો એવો દેશ બનશે જ્યાં આ નવી એલિવેટ ફેસલિફ્ટ સૌથી પહેલાં લોન્ચ કરવામાં આવશે. કંપનીએ સત્તાવાર લોન્ચિંગ પહેલાં જ તેનું પ્રી-બુકિંગ પણ શરૂ કરી દીધું છે. ગ્રાહકો હોન્ડાની અધિકૃત ડીલરશિપ પરથી માત્ર રૂ. 21,000 ચૂકવીને આ પાવરફુલ SUV બુક કરાવી શકે છે.
2/6
હોન્ડાએ વર્ષ 2023 માં પ્રથમ વખત એલિવેટ SUV ભારતીય બજારમાં રજૂ કરી હતી. હવે માત્ર 3 વર્ષના સમયગાળામાં જ કંપની તેનો નવો અવતાર લઈને આવી રહી છે. લોન્ચિંગ પહેલાં કંપનીએ એક ટીઝર પણ જારી કર્યું છે, જેમાં કારના ફ્રન્ટ પેનલ પર લાઈટિંગનો એક નવો અને આકર્ષક પેટર્ન જોવા મળી રહ્યો છે. હોન્ડા કાર્સ ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ (માર્કેટિંગ એન્ડ સેલ્સ) કુણાલ બહલે જણાવ્યું હતું કે નવી એલિવેટ પ્રીમિયમ લુક અને ગ્રાહકોની માંગને ધ્યાન રાખીને તૈયાર કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે ભારત હોન્ડા માટે એક અત્યંત મહત્વપૂર્ણ માર્કેટ છે, તેથી જ આ ફેસલિફ્ટ મોડેલ સૌથી પહેલા ભારતમાં રજૂ થઈ રહ્યું છે.
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
6/6
વર્તમાન હોન્ડા એલિવેટની કિંમત રૂ. 11.91 Lakh થી શરૂ થઈને રૂ. 17.07 Lakh (એક્સ-શોરૂમ) સુધી જાય છે. ભારતીય બજારમાં લોન્ચ થયા બાદ આ નવી એલિવેટ ફેસલિફ્ટની સીધી ટક્કર મિડ-સાઈઝ SUV સેગમેન્ટમાં હ્યુન્ડાઈ ક્રેટા (Hyundai Creta), ટાટા સિયેરા (Tata Sierra), કિયા સેલ્ટોસ (Kia Seltos), મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા (Maruti Suzuki Grand Vitara) અને ટોયોટા અર્બન ક્રૂઝર હાઈરાઈડર (Toyota Urban Cruiser Hyryder) જેવી પોપ્યુલર ગાડીઓ સાથે થશે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ