ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 1770 કિમીની મળશે રેન્જ, 10 ઓક્ટોબરે આ દેશમાં લૉન્ચ થશે જબરદસ્ત કાર, 1 કલાકમાં જ 43900 પ્રી-ઓર્ડર મળ્યા

photo-story

6 ફોટો ગેલેરી

ઓટો / 1770 કિમીની મળશે રેન્જ, 10 ઓક્ટોબરે આ દેશમાં લૉન્ચ થશે જબરદસ્ત કાર, 1 કલાકમાં જ 43900 પ્રી-ઓર્ડર મળ્યા

Last Updated: 05:49 PM, 1 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ચીનની જાણીતી ઓટોમોબાઈલ કંપની ગીલી ગેલક્સી આગામી 10 October ના રોજ પોતાની શક્તિશાળી હાઇબ્રિડ SUV ‘બેટલશિપ 700’ લોન્ચ કરવા જઈ રહી છે.

1/6

photoStories-logo

1. 1770 કિમીની મળશે રેન્જ, 10 ઓક્ટોબરે આ દેશમાં લૉન્ચ થશે જબરદસ્ત કાર, 1 કલાકમાં જ 43900 પ્રી-ઓર્ડર મળ્યા

વિશ્વના ઓટોમોબાઈલ માર્કેટમાં ઈલેક્ટ્રિક અને હાઇબ્રિડ વહાન ક્ષેત્રે ક્રાંતિ લાવનાર ચીનની પ્રખ્યાત ઓટોમોબાઈલ કંપની ગીલી ગેલક્સી (Geely Galaxy) એક નવી લક્ઝરી ઓફ-રોડ હાઇબ્રિડ SUV લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ તેની નવી ધમાકેદાર કાર 'બેટલશિપ 700' (Battleship 700) ની લોન્ચિંગ ડેટ 10 October નક્કી કરી છે. આ SUV પોતાના દમદાર ફીચર્સ અને ખાસ કરીને તેની અદભુત રેન્જને કારણે ગ્રાહકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે. બુકિંગ શરૂ થયાના માત્ર 1 કલાકની અંદર જ 43,900 પ્રી-સેલ ઓર્ડર્સ મેળવીને આ કારે માર્કેટમાં નવો રેકોર્ડ સર્જ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. થોર EM-T હાઇબ્રિડ સિસ્ટમ

આ SUV માં થોર EM-T હાઇબ્રિડ સિસ્ટમ આપવામાં આવી છે. જેમાં 1.5T અને 2.0T ટર્બો-પેટ્રોલ એન્જિન સાથે 3 ઇલેક્ટ્રિક મોટર્સનું AWD (ઓલ-વ્હીલ ડ્રાઇવ) સેટઅપ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. પાવર અને સ્પીડ

આ કારનું ટોપ વેરિઅન્ટ 1,113 HP (830 kW) નો જબરદસ્ત પાવર અને 1,330 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ SUV માત્ર 3.95 seconds માં જ 0 થી 100 km/h ની ઝડપ પકડી લે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. બેટરી અને રેન્જ

કારમાં CATL ની 47.14 kWh LFP બેટરી આપવામાં આવી છે. કાર માત્ર ઈલેક્ટ્રિક મોડ પર 305 km (CLTC) ચાલે છે, જ્યારે પેટ્રોલ અને બેટરી મળીને તેની કુલ રેન્જ 1,770 km (CLTC) થી પણ વધુ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ઓફ-રોડિંગ માટે ખાસ ડિઝાઇન અને સાઈઝ

કારના ફ્રન્ટમાં સ્કાઈ આઈ (Sky Eye) LED લાઇટિંગ સિસ્ટમ અને આકર્ષક લોગો આપવામાં આવ્યો છે. કારમાં 233 mm નું ગ્રાઉન્ડ ક્લીયરન્સ, 30 ડિગ્રીનો એપ્રોચ એન્ગલ અને 31 ડિગ્રીનો ડિપાર્ચર એન્ગલ છે, જે તેને કોઈપણ ખરાબ રસ્તાઓ પર ચલાવવા માટે સક્ષમ બનાવે છે. આ લક્ઝરી SUV ની લંબાઈ 5,085 mm, પહોળાઈ 1,999 mm, ઊંચાઈ 1,895 mm અને વ્હીલબેસ 2,900 mm છે. આમાં એક્ટિવ હાઇડ્રોલિક સસ્પેન્શન અને CCD ડેમ્પિંગ ટેકનોલોજીનો ઉપયોગ થયો છે, જેનાથી અત્યંત ખરાબ રસ્તાઓ પર પણ કેબિનમાં ઝાટકા અનુભવાતા નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. હાઇ-ટેક ઇન્ટિરિયર અને ‘ક્રેબ વોક’ ફીચર

કેબિનની અંદર 5 અલગ-અલગ ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી છે. ડ્રાઇવર અને ફ્રન્ટ પેસેન્જર માટે 14-પોઇન્ટ મસાજ ફંક્શનવાળી સીટો અને 18.5 Litres ની ક્ષમતા ધરાવતું ડ્યુઅલ-ઓપનિંગ રેફ્રિજરેટર (ફ્રિજ) પણ કેબિનમાં ઉપલબ્ધ છે. આ SUV માં કરચલાની જેમ ત્રાંસા ચાલવાની ક્ષમતા આપતું ‘ક્રેબ વોક’ (Crab Walk) અને ‘વોલ્ટ્ઝ ટર્ન’ જેવા 17 યુનિક મોડ્સ આપવામાં આવ્યા છે, જેથી આટલી મોટી કારનો ટર્નિંગ રેડિયસ ઘટીને માત્ર 3.36 meters રહી જાય છે. આ કારની છત પર LiDAR સેન્સર લગાવવામાં આવ્યું છે, જે G-Pilot સ્માર્ટ ડ્રાઇવિંગ સિસ્ટમ સાથે મિલિસેકન્ડ્સમાં સચોટ ડ્રાઇવિંગ આસિસ્ટન્સ પૂરું પાડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Battleship700 GeelyGalaxy HybridSUV
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ