ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઘર બદલ્યા બાદ Driving Licenceમાં સરનામું અપડેટ કરવું જરૂરી! જાણો ઓનલાઈન બદલવાની સરળ રીત
5 ફોટો ગેલેરી
Last Updated: 05:42 PM, 24 August 2026
1/5
જો તમે નવા ઘરમાં શિફ્ટ થયા હોવ તો ડ્રાઇવિંગ લાઇસન્સમાં પણ નવું સરનામું અપડેટ કરાવી લેવું જરૂરી છે. જેમાં ઘણા લોકો આ કામને ટાળી દે છે કેમ કે તેમને લાગે છે કે RTO જવું પડશે અને કલાકોની લાઇનમાં ઊભા રહેવું પડશે. પણ હવે એ જરૂરી નથી. અનેક કિસ્સાઓમાં તમે ફોન કે લેપટોપથી જ ઓનલાઇન અરજી કરી શકો છો. જેમાં માત્ર થોડા જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર રાખવા પડશે.
2/5
ઓનલાઇન અરજી કરતા પહેલાં તમારી પાસે અમુક ડોક્યુમેન્ટ હોવા જોઈએ. જેમાં વર્તમાન ડ્રાઇવિંગ લાઇસન્સની સ્કેન કૉપી, નવા સરનામાના પુરાવા તરીકે આધાર કાર્ડ, પાસપોર્ટ, વોટર આઈડી, રેશન કાર્ડ અથવા માન્ય બિલ, ઓળખ માટે પાન કાર્ડ, પાસપોર્ટ કે વોટર આઈડી, તાજેતરનો સ્પષ્ટ ફોટો, સફેદ કાગળ પર કરેલા સહીની ડિજિટલ કૉપી.
3/5
આ માટે પરિવહન સારથી (Parivahan Sarathi) પોર્ટલનો ઉપયોગ કરો. ફોન કે લેપટોપના બ્રાઉઝરમાં પરિવહન સારથી પોર્ટલ ખોલો. DL-related Servicesનો ઓપ્શન પસંદ કરો. તમારો ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર અને જન્મ તારીખ નાખો. લાઇસન્સની માહિતી તપાસીને આગળ વધો. જરૂર મુજબ નવું RTO પસંદ કરો. જો ઉપલબ્ધ હોય તો આધાર આધારિત e-KYCનો વિકલ્પ પસંદ કરો. સર્વિસ લિસ્ટમાંથી “Change of Address in DL” પસંદ કરો. ફોર્મમાં નવું સરનામું કાળજીપૂર્વક ભરો. નવા સરનામાનો પુરાવો અને માંગેલા દસ્તાવેજો અપલોડ કરો. ફોટો અને સહી પણ અપલોડ કરો. ઓનલાઇન ફી ભરો. છેલ્લે મળતી પાવતી કે acknowledgment સેવ કરી રાખો. આ પાવતીથી તમે અરજીનું સ્ટેટ્સ પણ ચેક કરી શકો છો.
4/5
નવું સરનામું બીજા રાજ્યમાં હોય તો પ્રોસેસ થોડી અલગ હોઈ શકે છે. આવા કિસ્સામાં જૂના RTO પાસેથી NOCની જરૂર પડી શકે છે. પરિવહન સારથી પર જૂના રાજ્ય અને RTOની માહિતી આપીને અરજી કરી શકાય છે. જેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર અને જન્મ તારીખ ભરીને “Issue of NOC” ઓપ્શન પસંદ કરો, જરૂરી માહિતી અને ડોક્યુમેન્ટ જમા કરો. ફી ભર્યા બાદ જૂના RTOની તપાસ પૂરી થયા બાદ NOC ઈશ્યુ થઈ શકે છે. NOC મળ્યા બાદ તેની કૉપી અને પાવતી સંભાળીને રાખો.
5/5
નવા રાજ્યના પરિવહન સારથી પોર્ટલ પર જઈને DL સંબંધિત સર્વિસ પસંદ કરો. ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર અને જન્મ તારીખ નાખ્યા બાદ જૂના RTO પાસેથી મળેલા NOC નંબર અને તારીખ ભરો. ત્યારબાદ નવું સરનામું અને તેનો પુરાવો અપલોડ કરો, NOC પણ જમા કરો અને જરૂરી ફી ભરો. અરજીની તપાસ અને મંજૂરી બાદ નવું ડ્રાઇવિંગ લાઇસન્સ નવા સરનામે મોકલવામાં આવી શકે છે. જેમાં ફી, ડોક્યુમેન્ટ અને ઓનલાઇન પ્રક્રિયા રાજ્ય કે કેસ મુજબ અલગ હોઈ શકે છે. અરજી કરતા પહેલાં ઓફીશીયલ પોર્ટલ પરની માહિતી તપાસી લો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ