ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / VTV વિશેષ / Unknown Fact of Ramayan and Ravan Mandodari

વિજયાદશમી / શું તમે જાણો છો રાવણ આ ગામનો જમાઈ હતો, અહીં મંદિર પણ આવેલું છે

Published By: vtvAdmin

Last Updated: 06:20 PM, 8 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે દશેરાનું પર્વ છે. ઠેર ઠેર રાવણ દહનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સત્ય પર અસત્ય ના વિજયનું આ પર્વ છે, રાવણને અસત્ય ના પ્રતિક તરીકે જોવામાં આવી રહ્યો છે પણ એ હકીકત છે કે રાવણ એક વિદ્વાન બ્રાહ્મણ અને પ્રખર શિવભક્ત હતો. ભલે આજે રાવણ દહન થતું પણ ભારત અને શ્રીલંકામાં અનેક એવી જગ્યા છે કે ત્યાં રાવણની આજેય પૂજા થાય છે રાવણ દહન નથી થઈ રહ્યું. આવો જાણીએ દશાનનની દસ અજાણી વાતો

ADVERTISEMENT

  • રાવણનું હાલના ભુગોળ પ્રમાણે ત્રણ દેશોમાં રાજ હતું
  • રાવણ વાસ્તુકળાનો વિશેષ જાણકાર હતો
  • શ્રીલંકામાં હવાઈ અડ્ડાના અવશેષો પણ મળ્યા છે

ભારતના આ ગામમાં રાવણનું મંદિર છે

અંદાજે પાંચ હજાર વર્ષ પૂર્વે રામ અને રાવણ વચ્ચે ખેલાયેલાં યુદ્ધમાં રાવણનું મૃત્યુ થયું હતું એ દિવસને વિજયદશમીના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે લંકાપતિ રાવણનો જન્મ ભારત માં થયો હતો. દિલ્હીના નોઈડા નજીક ગૌતમબુદ્ધ નગર નજીક બિસરખ ગામ છે જે રાવણની જન્મભુમિ છે. જે નોઇડાથી 10 કિમિ દૂર છે, રાવણની આ જન્મભૂમિમાં રામલીલા આજે પણ નથી થતી ગામલોકો રાવણ દહન નથી કરતાં ગામ લોકો રાવણ ને રાક્ષસ નહીં પુત્ર માને છે ગામમાં રાવણનું મંદિર પણ છે. 

પુષ્પક વિમાન રામનું નહીં પણ રાવણનું હતું

રાવણના પત્ની મંદોદરીનું પિયર રાજસ્થાનમાં આવેલું છે. જોધપુર નજીક મંડોર ગામ એ મંદોદરી નું વતન છે. આ ગામમાં રાવણના લગ્ન થયા હતા. ગામ લોકો રાવણને જમાઈ માની ને આજે પણ માન આપે છે. મંદોદરી પરથી મંડોર ગામનું નામ પડ્યું છે. આ ગામમાં પણ રાવણ પૂજાય છે. રાવણ પાસે પુષ્પક વિમાન હતું તે ધનકુબેર પાસેથી છીનવ્યું હતું. આ વિમાનની ઉપયોગથી સીતાનું અપહરણ કર્યું હતું. આ પુષ્પક વિમાન ચાલકની ઈચ્છા થી ચાલે છે. શ્રીલંકાની રામાયણ રિસર્ચ કમિટી એ 5000 વર્ષ પહેલાંના ચાર હવાઈ અડ્ડાના અવશેષો શોધ્યા હોવાનો દાવો કર્યો છે. 

રાવણનું શબ આજે પણ સચવાયેલું છે 

રાવણના રાજ્યનો વિસ્તાર ખુબ મોટો હતો. અંગદીપ, માલદીપ, મ્યાનમાર , અને છેક દક્ષિણ ભારત સુધી તેનું રાજ હતું. તે તમિલ રાજા હતો. બાલી જે હાલ ઇન્ડોનેશિયામાં છે ત્યાં એક સમયે રાવણનું રાજ હતું. રાવણ શિવભક્ત અને વાસ્તુકલાનો જાણકાર હતો. એવું કહેવાય છે કે રાવણનું શબ રામે વિભિષણ ને સોંપ્યું હતું તેના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા ન હતા. નાગકુળના લોકો તેના શબ ને એક ગુફામાં લઈ ગયા હતા અને વનસ્પતિનો લેપ તેના શરીરે કરીને ગુફામાં સાચવી રાખ્યો હતો. શ્રીલંકાના રાગલાના જંગલોમાં આજે પણ રાવણ નું શબ સચવાયેલું છે. આ વિષય પર સંશોધન ચાલી રહ્યું છે. 

આલેખનઃ દેવેન્દ્ર જાની, રાજકોટ

સંકળાયેલા મુદ્દાઓ

Ram Ramayan Ravan VijiyaDasami દશેરા રામાયણ રાવણ રાવણ દહન વિજયા દશમી dussehra

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ