બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

logo

હિટસ્ટ્રોકને કારણે શાહરૂખ ખાનની તબિયત બગડી, રિપોર્ટ આવ્યા નોર્મલ, કે.ડી હોસ્પિટલના આઠમા માળે દાખલ

logo

IPL 2024 Eliminator, RRએ ટોસ જીત્યો, RCBને આપી હતી પહેલી બેટિંગ, RCB 172/8 (20), રાજસ્થાનને જીતવા 173 રનની જરૂર

logo

લૂ લાગવાના લીધે શાહરૂખ ખાનની લથડી તબિયત, અમદાવાદ કે.ડી.હોસ્પિટલમાં કરાયા દાખલ

logo

બાળકોના આધારકાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય

VTV / વિશ્વ / Ukraine had requested India to put pressure on Russia,external affairs minister Jaishankar disclosed

મદદની પૂકાર / ચાલુ યુદ્ધની વચ્ચે યુક્રેને ભારત પાસે આ કામ માટે માંગી હતી મદદ, ન્યૂઝીલેન્ડમાં જયશંકરે કર્યો મોટો ખુલાસો

Vaidehi

Last Updated: 05:16 PM, 6 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતનાં વિદેશમંત્રી એસ જયશંકર વર્તમાનમાં ન્યૂઝીલેન્ડમાં પોતાની પ્રથમ યાત્રા કરી રહ્યાં છે. તે દરમિયાન તેમણે કહ્યું કે રૂસ-યૂક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યૂક્રેને ભારતથી રૂસ પર દબાણ કરવા માટે અનુરોધ કર્યો હતો.

 

  • રશિયા-યૂક્રેનની વચ્ચે યુદ્ધમાં ભારત પાસે કરી માંગણી
  • રશિયા પર દબાણ કરવા માટે યૂક્રેને કર્યો અનુરોધ
  • વિદેશમંત્રીએ કર્યાં ખુલાસા

એસ જયશંકર થોડાં દિવસથી પોતાની પહેલી ન્યૂઝીલેન્ડ ટ્રીપ પર છે ત્યારે તેમણે કહ્યું કે રશિયા-યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યૂક્રેને ભારત પાસેથી રશિયા પર દબાણ વધારવા માટે મદદની માંગ કરી હતી. આ માંગણી જાપોરિજ્જ્યાં પરમાણું ઊર્જા સંયંત્રની સુરક્ષાને લઇને કરવામાં આવી હતી. જે સમયે પુતિન સરકાર પોતાના પાડોશી દેશ પર બોમ્બ અને મિસાઇલોથી હૂમલો કરી રહી હતી તે સમયે આ પરમાણું સંયંત્રની સુરક્ષાને લઇને પ્રશ્નો ઉદ્ભવ્યાં હતાં.

તે સમયે હું સંયુક્ત રાષ્ટ્રની યાત્રાએ હતો...
જયશંકરે વાત કરતાં જણાવ્યું કે, "તે સમયે હું સંયુક્ત રાષ્ટ્રની યાત્રાએ હતો. તે સમયે જાપોરિજ્જ્યાં પરમાણું ઊર્જા સંયંત્રની સુરક્ષાને લઇને મોટી ચિંતા હતી.  રશિયા પર દબાણ વધારવા માટે તેમણે ભારત પાસે મદદ માંગી અને તેને લઇને ભારતે પહેલ પણ કરી. મને લાગે છે તે આ સમયે ભારત આ વિષયક જે પણ કરી શકે છે તે કરવા માટે તૈયાર જ છે." જયશંકરે કહ્યું કે ઑગસ્ટમાં યૂક્રેન અને રશિયાની વચ્ચે થયેલ સંયુક્ત રાષ્ટ્રની મધ્યસ્થીવાળા અનાજ સોદાનો પ્રભાવ ભારત પર પડી શકે છે.

તેમણે કહ્યું કે "હાલમાં યૂક્રેન અને રશિયા બંને દેશો વચ્ચેનો માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. બંને પક્ષો આગથી ભભૂકી રહ્યાં છે. લોકો માટે હવે શાંતિથી કે તર્કથી વિચારવું અઘરું લાગી રહ્યું છે. પરંતુ હું નિષ્પક્ષતાથી કહી શકું છું કે જો અમે સ્ટેન્ડ લઇએ છીએ તો બંનેમાંથી કોઇ પણ દેશ તેની અવગણના તો કરશે જ. પીએમ મોદી અને પુતિનની બેઠકમાં પણ આ જ જોવા મળ્યું હતું. " યૂક્રેનમાં યુદ્ધ પર ભારતની સ્થિતિ વિશે જણાવતાં જયશંકરે કહ્યું કે સ્વાભાવિક છે કે અલગ-અલગ દેશ જુદી-જુદી રીતે પ્રતિક્રિયા આપશે.

પુતિને યૂક્રેનથી પરમાણુ સંયંત્ર કબજે કરવા આદેશ આપ્યો

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાની સરકારને યૂક્રેન સ્થિત યૂરોપનો સૌથી મોટો પરમાણું ઊર્જા સંયંત્ર જાપોરિજ્જ્યાં પરમાણું ઊર્જા સંયંત્રનો કંટ્રોલ પોતાના હાથમાં લેવાનો આદેશ આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર પરમાણું નિગરાણી સંસ્થાએ ચેતવણી પણ આપી હતી કે આ જગ્યાએ વિજળીની સગવડ ઓછી છે. આ સંયંત્ર દક્ષિણ યૂક્રેનમાં સ્થિત છે. પુતિનના આદેશનો વિરોધ યૂક્રેનમાં જોવા મળ્યો.

જયશંકર ન્યૂઝીલેન્ડમાં મળ્યાં પ્રિયંકાને

જયશંકર બુધવારે ન્યૂઝીલેન્ડ પહોંસ્યાં હતાં તે દરમિયાન ભારતિય મંત્રી પ્રિયંકા રાધાકૃષ્ણનથી પણ મુલાકાત થઇ અને દેશના કેટલાક પ્રમુખ લોકોથી પણ ચર્ચા થઇ. જયશંકરે ટ્વિટ કર્યું કે "આજે પ્રિયંકાને મળીને સારૂં લાગ્યું. ન્યૂઝીલેન્ડ ના પ્રમુખ લોકો સાથેના સંવાદસત્રને યોજવા માટે તેમનો આભાર. અમે આપણાં આ સંબંધને આગળ વધારવા માટે તૈયાર છીએ."

રાધાકૃષ્ણન ન્યૂઝીલેન્ડ ની સામૂદાયિક અને સ્વૈચ્છિક ક્ષેત્ર, વિવિધતા, સમાવેશ અને જાતિય સમુદાયના વિષયક મંત્રી છે. તે ન્યૂઝીલેન્ડમાં મંત્રી બનેલ પહેલી  ભારતની મહિલા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ