ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / Travel Must Visit these 5 places in Rishikesh Uttarakhand

ટ્રાવેલ / ઋષિકેશ ગયા ને આ 5 સ્થળોએ ફર્યા વિના જ પાછા આવી ગયા, તો સમજી લેવું કે તમારો પ્રવાસ અધૂરો

Published By: Vidhata

Last Updated: 01:50 PM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડમાં આવેલું ઋષિકેશ એક ખૂબ જ સુંદર પર્યટન સ્થળ છે જ્યાં મોટી સંખ્યામાં લોકો ફરવા જાય લે છે. અહીં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં તમારે જરૂર જવું જોઈએ. જો તમે ઋષિકેશ ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમારે ઋષિકેશની પાંચ જગ્યાઓ પર જવું જ જોઈએ.

ADVERTISEMENT

ઋષિકેશને વિશ્વની 'યોગ રાજધાની' કહેવામાં આવે છે જ્યાં તમને પ્રકૃતિની ગોદમાં વસેલા ઘણા આશ્રમો અને યોગ કેન્દ્રો મળી જશે. રાજધાની દિલ્હીથી સાડા ચાર કલાકના અંતરે આવેલું ઋષિકેશ પ્રકૃતિ પ્રેમીઓને ખૂબ જ પસંદ આવે છે. હિમાલયની ગોદમાં આવેલું ઋષિકેશ ઉત્તરાખંડનું એક ધાર્મિક શહેર છે. જો તમે ઋષિકેશ જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો ત્યાંની કેટલીક ખાસ જગ્યાઓ પર જવાનું ભૂલશો નહીં.

ત્રિવેણી ઘાટ - ત્રિવેણી ઘાટ એ ત્રણ નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ છે જ્યાં દરરોજ સાંજે 'મહા આરતી' થાય છે. આ આરતી જોવા માટે સાંજે ત્રિવેણી ઘાટ પર હજારો લોકો એકઠા થાય છે. એવું માનવામાં આવે છે કે ત્રિવેણી ઘાટમાં સ્નાન કરવાથી વ્યક્તિના તમામ પાપ ધોવાઈ જાય છે અને મન શુદ્ધ બને થઈ જાય છે.

રાજાજી નેશનલ પાર્ક - આ પાર્કનું નામ સી રાજગોપાલાચારીના નામ પરથી રાજાજી નેશનલ પાર્ક રાખવામાં આવ્યું છે. ઉત્તરાખંડનું આ બીજુ ટાઈગર રિઝર્વ છે જ્યાં તમે વાઈલ્ડલાઈફ સફારીનો આનંદ લઈ શકો છો.

રામ ઝુલા - ઋષિકેશનું રામ ઝુલા સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળોમાંનું એક છે. રામ ઝૂલા એ ગંગા નદી પર બનેલો એક ઝૂલતો પુલ છે, જે 450 ફૂટ લાંબો છે. વર્ષ 1986માં આ પુલ PWDએ બનાવડાવ્યો હતો.

બીટલ્સ આશ્રમ (ચૌરાસી કુટિયા) - અહીં જઈને તમે યોગ અને ધ્યાન કરી શકો છો. રાજાજી જંગલ વિસ્તારમાં સ્થિત ચૌરાસી કુટિયા પહોંચવા માટે તમારે રામ ઝુલાથી માત્ર 5 મિનિટનું ડ્રાઈવ કરવું પડશે. આ આશ્રમને બીટલ્સ આશ્રમ પણ કહેવામાં આવે છે કારણ કે 1968માં બીટલ્સ બેન્ડ થોડા સમય માટે અહીં રોકાયું હતું અને ઘણા ગીતો લખ્યા હતા.

ચોરાસી કુટિયા આશ્રમના પરિસરમાં એક જૂનું મંદિર, પુસ્તકાલય, ફૂડ કોર્ટ અને મહર્ષિ યોગીનું ઘર આવેલું છે. અહીં ઘણી ઝૂંપડીઓ છે જ્યાં તમે ધ્યાન કરી શકો છો.

વધુ વાંચો: મોટા નુકસાનથી બચવા ઉનાળામાં કારનું ફ્યૂઅલ ટેન્ક ક્યારેય પણ ફૂલ ન કરાવો, જાણો કારણ

નીરગઢ વોટરફોલ - પહાડી ખીણોમાં આવેલો નીરગઢ વોટરફોલ ઋષિકેશનો એક છુપાયેલો ખજાનો છે. સાહસ પ્રેમીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે નીરગઢ વોટરફોલ ખૂબ જ સારી જગ્યા છે. તે લક્ષ્મણ ઝુલાથી પાંચ કિમીના અંતરે છે. અહીં પર્વત પરથી એક સાથે ત્રણ ધોધ પડે છે જે ખૂબ જ મનોહર દૃશ્ય બનાવે છે.

આ સ્થળો ઉપરાંત, તમે ઋષિકેશમાં કુંજપુરી ટેમ્પલ ટ્રેકિંગ, જમ્પિંગ હાઇટ્સ, શિવપુરી જેવા સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

ઉત્તરાખંડ ઋષિકેશ Travel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ