બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / પ્રવાસ / Never fill the car's fuel tank in summer to avoid major damage

કાર ટિપ્સ / મોટા નુકસાનથી બચવા ઉનાળામાં કારનું ફ્યૂઅલ ટેન્ક ક્યારેય પણ ફૂલ ન કરાવો, જાણો કારણ

Dinesh

Last Updated: 05:58 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળામાં સ્કૂલ,કોલેજોમાં વેકેશન પડવાથી પરિવારના લોકો ટુર ગોઠવતા હોય છે. જ્યાં અનેક પરિવારો કાર મારફતે ટુર કરતા હોય છે. જો તમારે કારમાં સેફ મુસાફરી કરવી હોય તો કેટલીક ભૂલો ક્યારેય ન કરવી જોઈએ.

ઉનાળો શરૂ થઈ ગયો છે જેથી ઘણા લોકો વેકેશનની રજાના કારણે બહાર ફરવા જવાની યોજના બનાવી રહ્યા છે. આ ટુરમાં તમે કારથી મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો તમારે કેટલીક મહત્વની બાબતો ધ્યાનમાં રાખવી જોઈયે. નહીં તો મુસાફરી દરમિયાન તમારે મુશ્કેલી વેઠવી પડી શકે છે.ઉનાળામાં કારમા મુસાફરી દરમિયાન અનેક લોકો કારનું ફ્યુઅલ ટેન્ક ફુલ કરાવી દેતા હોય છે. પરંતુ આવુ કરવુ તે નુકસાનકારક સાબિત થઈ શકે છે. 

હાઈવે પર કાર ચલાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખો આ 4 વાતો, નહીં તો થઈ શકે છે મોટી  દુર્ઘટના | Car tips things to remember while driving car on highways

એક્સપર્ટ્સના મતે,ઉનાળામાં મુસાફરી વખતે તમે તમારી કારનું ટેન્ક ફુલ કરાવી રહ્યા છો તો તમે ભૂલ કરી રહ્યા છો. કેમ કે પેટ્રોલ અને ડીઝલનું ઝડપી બાષ્પીભવન થાય છે. ઉનાળામાં તાપમાન ઉઁચુ હોવાથી જો તમે કારનું ટેન્ક ફુલ કરાવી દો છો તો પેટ્રોલ કે ડીઝલના બાષ્પીભવનથી ઉત્પન્ન થતા ગેસ માટે કોઈ  જગ્યા વધતી નથી. જેથી વાહનને નુકસાન પહોચી શકે છે. આથી જ્યારે પણ ફ્યૂઅલ ભરાવો ત્યારે ટેન્ક 10% ખાલી રાખવું જોઈયે.

 આ બાબતોનું પણ રાખો ધ્યાન
 ટાયરની હવા
ઉનાળાની ઋતુમાં રોડ ખૂબ જ ગરમ થઈ જતો હોય છે જેથી તેની અસર ટાયર પર પણ પડે છે. ગરમ રોડ પર કાર ચલાવવાથી ઘર્ષણ અને ગરમીને કારણે ટાયરમાં હવાનું દબાણ વધે છે. જેથી લાંબા અંતરની મુસાફરી કરતા દરમિયાન ટાયરના 2 psi પ્રેશર ઓછુ રાખો.

કારના એન્જીનથી લઇને ટાયર સુધીના પાર્ટ્સને રાખવા છે સુરક્ષિત? તો ગરમીની  સિઝનમાં અપનાવો આ ટિપ્સ | Car Tips Want to keep car parts safe So adopt  these tips in the hot season

 લાઈટર-પરફ્યુમ ન રાખો
સ્મોકિંગ કરનારા લોકો કારમાં લાઇટર રાખે છે. પરંતુ કારમાં લાઈટર રાખવુ ઘણીવાર જોખમી સાબીત થઈ શકે છે. કારણ કે, ઉનાળામાં કારની અંદરની હવા બહાર ન નીકળી શકવાથી     લાઈટર કે પરફ્યુમની બોટલ ગરમ થઈને ફુટી શકે છે, તેના ફાટવાથી કારમાં આગ લાગવાની શક્યતા વધી જાય છે.

 છાંયડામાં પાર્કિંગ
તમારી કારને સેફ રાખવા તમે જ્યારે તેને પાર્ક કરો ત્યારે તેને છાંયડામા પાર્ક કરો. છાંયડામાં વાહન પાર્ક કરવાથી કારનો કલર પણ બરકરાર રહે છે, જ્યારે તમે કારમાં બેસસો તો તમે તપી     પણ નહીં જાઓ, ઉપરાંત તમે જ્યારે AC ઓન કરશો તો AC પર વધારે લોડ નહીં પડે. 
આ સિવાય જો તમારે મુસાફરી દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો હોય તો નિયમિત રીતે તમારી કારની સર્વિસ કરાવતા રહો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ