ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Traffic rules fine authority only this officers

અધિકાર / ટ્રાફિક દંડ વસુલવાની સત્તા માત્ર આ અધિકારીઓ પાસે જ છે, તમે માંગી શકો છો ID કાર્ડ

Published By: Dhruv

Last Updated: 11:22 PM, 12 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારે રાતોરાત ટ્રાફિક નિયમોના ભંગ માટે દંડની રકમ તો વધારી દીધી પણ આ રકમ કોણ ઉઘરાવી શકે અથવા તો કોની સતા ક્ષેત્રમાં આવે તે અંગે પણ સ્પષ્ટતા કરી છે. લાયસન્સ, PUC અને RC બૂક જેવાં તમામ ડોક્યુમેન્ટ માંગવાની અને તે ન હોય તો દંડ કરવાની સતા ગુજરાત પોલીસ હેડ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ RTO કે તેમનાથી ઉપરનો હોદ્દો ધરાવતા અધિકારીઓને જ છે.

ADVERTISEMENT

Traffic Warden
આ છે ટ્રાફિક વોર્ડન કે જેઓ દંડ ના વસૂલી શકે (પ્રતિકાત્મક તસવીર)

આ અંગે CM રૂપાણીએ જ્યારે નવા દંડ માટેની પત્રકાર પરિષદ સંબોધી હતી ત્યારે પણ સ્પષ્ટતા કરી હતી. આ સાથે પ્રજા તરીકે કોઈપણ વ્યક્તિ જ્યારે કોઈ પણ અધિકારી તમને રોકે છે અથવા દંડની માંગણી કરે છે ત્યારે આપ વિનમ્રતાથી જે તે અધિકારી પાસે તેનું ID કાર્ડ માંગી શકો છો. આ ઉપરાંત જો આ ડોક્યુમેટ આપની પાસે હાર્ડ કોપીમાં ન હોય તો પણ તમે ડિજિ લોકર અને એમ પરિવહનમાં સોફ્ટ કોપી પણ બતાવી શકો છો જે માન્ય ગણાશે. 

Homeguard
આ છે હોમગાર્ડનાં જવાનો કે જેઓ દંડ ના વસૂલી શકે (પ્રતિકાત્મક તસ્વીર)


આ અધિકારી તમારી પાસેથી દંડ વસુલી ના શકે

ટ્રાફિક વોર્ડન ( મોટા ભાગે જેમણે બ્લુ પેન્ટ, સફેદ શર્ટ અને બ્લુ અથવા સફેદ ટોપી પહેરી હોય છે)

હોમગાર્ડના જવાનો ( મોટા ભાગે જેમણે ખાખી પેન્ટ અને શર્ટ સાથે ખાખી ટોપી પહેરી હોય છે)

સામાન્ય ટ્રાફિક કોન્સ્ટેબલ ( મોટાભાગે જેમણે ખાખી પેન્ટ, સફેદ શર્ટ અને બ્લુ ટોપી પહેરી હોય છે)

RTOનાં ક્લાર્ક કે પછી RTO ઈન્સ્પેક્ટરનાં મદદનીશ અધિકારીઓ 


ક્યા અધિકારી તમારી પાસેથી દંડ વસુલી શકે?

પોલીસ હેડ કોન્સ્ટેબલ ( ખાખી પેન્ટ અને શર્ટ અથવા ખાખી પેન્ટ અને સફેદ શર્ટ બંનેમાં બ્લુ ટોપી પહેરી હોય છે)

આસિટન્ટ RTO ઈન્સ્પેક્ટર ( ખાખી પેન્ટ અને શર્ટ પહેરેલા હોય છે)

ઉપરના બે સહિત પોલીસ અને RTOનાં તમામ ઉપરી અધિકારીઓ

સંકળાયેલા મુદ્દાઓ

Fine Traffic rules gujarat ટ્રાફિક નિયમ ટ્રાફિક પોલીસ દંડ Traffic Rules

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ