બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ટ્રેડ યુનિયનનું વિરોધનું બિગુલ, 1 એપ્રિલે લેબર કોડ વિરુદ્ધ દેશભરમાં મનાવશે બ્લેક ડે

બિઝનેસ / ટ્રેડ યુનિયનનું વિરોધનું બિગુલ, 1 એપ્રિલે લેબર કોડ વિરુદ્ધ દેશભરમાં મનાવશે બ્લેક ડે

Nirav Kumar

Last Updated: 05:19 PM, 28 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાર નવા લેબર કોડ વિરુદ્ધ 1 એપ્રિલ 2026ના રોજ દેશવ્યાપી બ્લેક ડે ઉજવાશે. જેમાં તમામ ટ્રેડ યુનિયનો ભાગ લેશે. જેમાં તેમનો આરોપ છે કે, નવા લેબર કોડથી કામદારોના અધિકારોને કમજોર પાડવામાં આવ્યા છે.

સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચ દ્વારા 1 એપ્રિલ 2026 ના રોજ દેશવ્યાપી બ્લેક ડેનો કોલ આપવામાં આવ્યો છે. આ વિરોધ 21 નવેમ્બર 2025 ના રોજ સરકાર દ્વારા લાગુ કરાયેલા ચાર નવા લેબર કોડ (વેતન, ઔદ્યોગિક સંબંધો, સામાજિક સુરક્ષા અને વ્યવસાયિક સલામતી સંહિતા) સામે છે. જેમાં ટ્રેડ યુનિયનોનો આરોપ છે કે આ નવા કાયદા સંપૂર્ણ રીતે પ્રો ઉદ્યોગપતિ છે અને તેના ડ્રાફ્ટ દરમિયાન કામદારોના હિતોની અવગણના કરવામાં આવી છે.

જેમાં યુનિયનોનું કહેવું છે કે આ કાયદાઓ કામદારોના સંગઠન અને સામૂહિક રીતે બાર્ગેન  કરવાના અધિકારોને કમજોર પાડે છે. ટ્રેડ યુનિયનોનો દાવો છે કે,  આ કાયદાઓ કામદારોને કોલોનિયલ પીરીયડની યાદ અપાવતી શોષણકારી પરિસ્થિતિઓમાં પાછા ધકેલી દેશે. તેમનો આરોપ છે કે સરકારે આ કાયદાઓનો ડ્રાફ્ટ બનાવતી વખતે મજૂર સંગઠનો સાથે કોઈ પરામર્શ કર્યો ન હતો, જે આંતરરાષ્ટ્રીય લેબર સ્ટાન્ડર્સનું ઉલ્લંઘન કરે છે.

vtv app promotion
  • બ્લેક ડે કેવી રીતે ઉજવવામાં આવશે?

1 એપ્રિલના રોજ દેશભરના કાર્યસ્થળો (ફેક્ટરીઓ, ઓફિસો અને ખાણો) પર વિવિધ પ્રકારના વિરોધ પ્રદર્શનો ઉજવવામાં આવશે. જેમાં કામદારો તેમના યુનિફોર્મ પર કાળા પટ્ટા પહેરશે કે તેમના કપાળ અને હાથ પર કાળા પટ્ટા પહેરશે. લંચ બ્રેક દરમિયાન કાર્યસ્થળો પર વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવશે. અનેક રાજ્યોમાં ધરણા, કૂચ, સાયકલ અને મોટરસાયકલ રેલીઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

  • કયા સંગઠનોનું સમર્થન?

આ વિરોધને દેશના લગભગ તમામ મુખ્ય ટ્રેડ યુનિયનો તરફથી સમર્થન મળ્યું છે. જેમાં AITUC, HMS, CITU, AIUTUC, SEVA, AICCTU, LPF અને UTUCનો સમાવેશ થાય છે. જેમાં સંયુક્ત કિસાન મોરચા (SKM) એ પણ આ 'બ્લેક ડે' માટે પોતાનો ટેકો જાહેર કર્યો છે.

વધુ વાંચો : રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો, જાણો હવે આગળ કેવી રહેશે રૂપિયાની ચાલ

  • શું છે સરકારનું વલણ?
    આ અંગે સરકારનો દલીલ છે કે આ સુધારા 29 જટિલ કાયદાઓને સરળ બનાવવા, રોજગારની તકો વધારવા અને પારદર્શિતા લાવવા માટે કરવામાં આવ્યા છે. પરંતુ 12 ફેબ્રુઆરી 2026 ના રોજ ઐતિહાસિક સામાન્ય હડતાળ બાદ પણ સરકાર અને યુનિયનો વચ્ચે કોઈ વાટાઘાટો થઈ નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Trade Unions Nationwide Black Day
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ