ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / today is first monday of shravan month, offered these things to shivji for blessing

પૂજા-અર્ચના / શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, શિવજીને અવશ્ય ચડાવો આ વસ્તુઓ

Published By: vtvAdmin

Last Updated: 09:20 AM, 5 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે ત્યારે દેવાધિદેવ મહાદેવજીની કૃપા મેળવવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે.

ADVERTISEMENT

આ દિવસે શિવાલિયોમાં વિશિષ્ટઆયોજન કરવામાં આવે છે.  જ્યોતિષ અનુસાર,ખાસ કરીને આ દિવસે દિવાદિદેવ શિવજીની વિશિષ્ટ રીતે પૂજા-અર્ચના કરવાથી આરોગ્ય પ્રાપ્તિ તથા આકસ્મિક અકસ્માતથી પણ બચી શકાય છે.

આ સિવાય શિવાલયમાં બેસીને ‘ઓમ્ નમ: શિવાય' મંત્રની 11 વખત માળા પણ કરી શકાય છે. આ જ રીતે મહામૃત્યુજંય મંત્રનો જાપ કરીને કાળા તળ મિશ્રિત જળનો અભિષેક કરવો જોઇએ. ખાસ કરીને જે લોકો લાંબા સમયથી માંદગીથી પીડાતા હોય તેઓએ ચોક્કસથી શિવજીના દર્શન કરવા જોઇએ. આ દિવસે ‘શિવમહિમ્નસ્તોત્ર’નું પઠન પણ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. 

આ સિવાય જો તમે ભગવાન શંકરને પ્રસન્ન કરવા માંગતા હોવ અને મનોકામના પૂર્ણ કરવા માંગતા હોવ તો પૂજા-અર્ચના કરતી વખતે આ વસ્તુઓને ઉપયોગ અવશ્ય કરી શકો છો. 

- માન્યતા એવી છે કે ભગવાન શંકરને સાકર ચડાવવાથી સુખ  અને સમુદ્ઘિમાં વધારો થાય છે. ભોળેનાથને સાકર ચડાવવાથી તેઓ ચોક્કસથી પ્રસન્ન થશે.

- દૂધ, દહીં, મધ અને ખાંડ આ પાંચ વસ્તુઓના મિશ્રણથી પંચામૃત બને છે. પાઠ-પૂજા સમયે તેને ભગવાનને અર્પણ કરવામાં આવે છે, તેથી આ પંચામૃતથી અવશ્ય ભગવાન શંકરનો રુદ્રાભિષેક કરો.

- શિવજીની પૂજા-અર્ચનામાં દૂધનું વિશેષ મહત્વ છે. દૂધ  અર્પણ કરવાથી સારુ સ્વાસ્થ્ય મળે છે તેથી પૂજા કરતા સમયે દૂધને અવશ્ય સ્થાન  આપો.  

- શિવજીને પ્રસાદમાં કેસર અને દૂધ બંને ખૂબ જ પસંદ છે. જો તમે શિવજીને પ્રસન્ન કરવા માંગતા હોવ તો દૂધમાં કેસર નાંખીને ઉકાળીને શિવજીને ભોગ ચઢાવી શકો છો.

- એવુ કહેવાય છે કે દહીં ચડાવવાથી સ્વભાવ ગંભીર થાય છે. તમે પણ જીવનમાં ગંભીરતા ઇચ્છતા હોવ તો ભગવાન શંકરને દહીં ચડાવો જેથી તેમની અસીમ કૃપા તમારા પર રહે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Dharm Lord Shiva ભગવાન શંકર શ્રાવણ મહિનો Pooja-Archana

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ