બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
કાળઝાળ ગરમી અને પરસેવાના કારણે ગરમીઓમાં લોકો સુસ્તી અને થાકનો અનુભવ કરે છે. આ સમયે ડિહાઈડ્રેશન થવું પણ સામાન્ય વાત છે. ઉનાળાની સીઝનમાં ઘણા પ્રકારના ઠંડા અને હેલ્ધી ડ્રિંક્સનું સેવન કરવામાં આવે છે. આ ડ્રિંક્સ ગરમીથી રાહત આપવાનું કામ કરે છે.
આ શરીરને ઠંડુ રાખે છે. તે તમને દિવસભર એનર્જેટિક રાખે છે. આ શરીરને હાઈડ્રેટ રાખે છે. તેમાં કેલેરીની માત્રા પણ વધારે હોય છે. આ ડ્રિંક્સ છાસ, લસ્સી, જલજીરા અને બેલનો જ્યુંસ વગેરે સામેલ છે. આ ડ્રિંક્સ વિટામિન, પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ અને આયરન જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે.
ADVERTISEMENT
.jpg)
છાશ
છાસ એક પ્રોબાયોટિક ડ્રિંક છે. આ આંતરડા માટે ખૂબ જ સારી છે. તેને હિંગ, કાપેલા લીલા ઘાણા, ફૂદીના અને દહીંનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ ડ્રિંક છે. આ પારંપરિક ડ્રિંક ઉનાળામાં સામાન્ય રીતે પીવામાં આવે છે. તેને માટીના વાસણમાં પિરસવામાં આવે તો તેનો સ્વાદ વધી જાય છે અને તેમને ફ્રેશ રાખે છે.
ADVERTISEMENT
નારિયેળ પાણી
ઈલેક્ટ્રોલાઈટ્સથી ભરપૂર નારિયેળ પાણી ઉનાળામાં એક શાનદાર ડ્રિંક છે. ઉનાળામાં તમને નિયમિત રીતે તેનું સેવન કરવું જોઈએ. તે તમને હાઈડ્રેટ રાખે છે. તે કિડનીની પથરીને પણ રોકવામાં મદદ કરે છે.

ADVERTISEMENT
જલજીરા
ઉનાળામાં જલજીરા પાણી ખૂબ જ ફાયદાકારક છે. તેને પાણી, આદુ, કાળા મરી, ફૂદીનો અને ડ્રાય આંબોડીયાના પાણીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મસાલામાં ફાયબર, વિટામિન અને મિનરલ જેવા ઘણા પોષક તત્વ હોય છે. બ્લોટિંગ અને અપચાથી રાહત આપવાનું કામ કરે છે. તેમાં ફૂદીનાના પત્તા મિક્ષ હોવાથી ગરમીમાં ઠંડક મળે છે.
બીલાનો શરબરત
આ ગરમીમાં તમને હિટ સ્ટ્રોકથી બચાવવાનું કામ કરે છે. તમને એનર્જેટિક રાખે છે. આ ડાયેરીયા વાળા બેક્ટેરિયાથી લડવામાં પણ મદદ કરે છે. આ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. વિટામિન સીથી ભરપૂર હોય છે. તે સારૂ ઈમ્યુન બુસ્ટર છે. તે કોલેસ્ટ્રોલ અને કેન્સર જેવા ખતરાને પણ ઓછો કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.