ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Tips For Pleasing Godess Laxmi And Attract Wealth And Prosperity

ધર્મ / આ ભૂલ કરશો તો ગમે એટલી મહેનત કરશો ઘરમાં પૈસો નહી ટકે

Published By: vtvAdmin

Last Updated: 04:30 PM, 2 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વખત એવું બનતુ હોય છે કે, વ્યકિત ખૂબ જ  મહેનત કરે તેમ છતાંય તેના પાસે પૈસા ના ટકતા હોય. જો તમારી સાથે પણ આવું કંઇક થતું હોય તો આ વાતોનું ધ્યાન ચોક્કસથી રાખવુ જોઇએ.

ADVERTISEMENT

રોજબરોજના જીવન સાથે જોડાયેલી આદતો હોય છે જેણે કારણે આપણે અજાણતા જ દુર્ભાગ્યને બોલાવી દઇએ છીએ. જાણો એવી કઇ આદતો છે જેને કારણે લક્ષ્મીજી રિસાઇ જતા હોય છે.

- ધાર્મિક માન્યતા અનુસાર, રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત દિવસ છે. આ દિવસે કાંસા તથા કાચના વાસણમાં ભોજન કરવાનું ટાળવુ જોઇએ. આમ કરવાથી સમાજમાં તમારા માન-સન્માન પર અસર થાય છે. 

- જો તમને પણ મોટેથી બોલવાની આદત છે તો તેના લીધે ઘરમાં ક્લેશ વધે છે. આવા લોકોથી શનિદેવ નારાજ થઇ જાય છે અને તેણે કારણે કષ્ટનો સામનો કરવો પડે છે. ઘરમાં સુખ શાંતિ અને સમુદ્ઘિ માટે શાંતિથી વાત કરો, જોરથી બૂમો પાડીને બોલવાનું ટાળવુ જોઇએ.

- સૂર્યોદય પછી પણ મોડે સુધી સૂઇ જનારા લોકોના ઘરમાં દરિદ્રતાનો વાસ હોય છે. આવા લોકો પાસે બધુ જ હોવા છતાં ખુશ નથી રહી શકતા. આ સાથે જ સાંજના સૂર્યાસ્ત થનારા સમયે પણ સૂઇ જવાથી લક્ષ્મીની નારાજ થઇ જાય છે. આવા લોકોનો પૈસો ધન, રોગ અને આકસ્મિક ખર્ચમાં વપરાઇ જાય છે. 

-માન્યતા અનુસાર, આથમતા સૂર્ય અને ચંદ્રના નિયમિત દર્શન ન કરવા જોઇએ. આમ કરવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થાય છે. ઉગતા સૂર્ય અને ચંદ્રના દર્શન જીવનમાં ઉન્નતિ અને વિકાસ થાય છે. સૂર્યોદય સમયે સૂર્ય જળ  આપવા પાછળ પણ એ જ રહસ્ય છે કે આ બહાને તમે ઉગતા સૂર્યના દર્શન કરો. 

- શાસ્ત્રો સાંજના સમયે શારીરિક સંબંધ ના બાંધવો જોઇએ. દિવસ દરમિયાન પણ ટાળવુ જોઇએ. જો આમ કરવાથી માણસને આર્થિક તકલીફોનો સામનો કરવો પડે છે. આ ભૂલને કારણે મૃત્યુ પછી પણ કષ્ટ ભોગવવુ પડે છે.

- આ સિવાય પુરુષોએ સ્ત્રીઓને કુદ્રષ્ટિએ ના જોવી જોઇએ. આ સાથે જ ઘરની મહિલાઓ સાથે ક્યારેય અભદ્ર વર્તન ના કરવુ જોઇએ. જે ઘરમાં મહિલાઓનું અપમાન કરવામાં આવે છે જે લોકો સ્ત્રીનું અનાદર કરે છે તેનું પતન થાય તે નિશ્ચિત છે. 

- જે ઘરોમાં નિયમિત સવાર સાંજ ધૂપ-દીપ નથી થતા, તેવામાં ઘરમાં લક્ષ્મીજીનો વાસ નથી થતો. તમે બંને સમયે પૂજા ના કરી શકો તો એક સમયે ચોક્કસથી દીવો પ્રગટાવવો. સાંજના સમયે કપૂર પ્રગટાવીને ઘરમાં આરતી કરવાથી સમુદ્ઘિ આવે છે. 

- જે લોકો ગરીબોને પીડા આપે છે, બ્રાહ્મણ તથા સાધુ-સંતોનુ અપમાન કરે છે, એવા લોકોથી લક્ષ્મીજી રિસાઇ જાય છે. પુરોણો અનુસાર, જે ઘરમાંથી બ્રાહ્મણ અને યાચક ભૂખ્યા જતા રહે છે ત્યાં લક્ષ્મીજી લાંબો સમય ટકી નથી શકતા.

સંકળાયેલા મુદ્દાઓ

Dharm આદતો મા લક્ષ્મી Dharm

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ