બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / these are the rules for whatsapp ban on users dont make such mistakes

ધ્યાન રાખજો / વ્હોટ્સએપ યુઝર્સ સાવધાન! આ ભૂલો કરી તો સમજો ગયા કામથી, કાયમ માટે થઈ જશો બેન

Mayur

Last Updated: 09:09 PM, 10 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Whatsapp મેસેંજરનો ઉપયોગ લગભગ બધા જ કરે છે. પણ શું તમને ખબર છે કે કેટલીક ભૂલો કરનાર યુઝર્સને વોટ્સએપ પ્રતિબંધિત પણ કરે છે. આ રહી તમારા કામની કેટલીક માહિતી

  • વોટ્સેપનો ઉપયોગ કરતાં હોવ તો આ વાંચવું જરૂરી 
  • ban થવા માટેના નિયમો જાણી લો
  • આ ભૂલો કરી તો લાગી જશે પ્રતિબંધ 

WhatsApp એ દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપમાંની એક છે. વિશ્વભરમાં WhatsAppના લગભગ 200 મિલિયન યુઝર્સ છે. આજના સમયમાં ભાગ્યે જ કોઈ એવું કોઈ વ્યક્તિ હશે કે જે WhatsApp નો ઉપયોગ ન કરતું હોય. આ એપની મદદથી માત્ર મેસેજ જ નહીં પરંતુ ફોટો-વિડિયો અને ડોક્યુમેન્ટ્સ પણ પળવારમાં શેર કરી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે તેના કેટલાક નિયમોનું પાલન ન કરનારા યુઝર્સ સામે WhatsApp કડક કાર્યવાહી પણ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે જો તમે નિયમોનું ઉલ્લંઘન કરો તો તમારું એકાઉન્ટ પણ પ્રતિબંધિત થઈ શકે છે.

1) જો તમને બહુ વધારે વખત રિપોર્ટ કરવામાં આવે 
ખાસ કરીને વોટ્સએપ પર કોઈને કારણ વગરનો હોબાળો ગમતો નથી. શું તમે જાણો છો કે જો ઘણા બધા લોકો એકસાથે જો તમને રિપોર્ટ કરે, તો તે મૉડરેટરને તમને સંપૂર્ણપણે દૂર કરવા માટે સિગ્નલ્સ આપી શકે છે. 

જો તમે WhatsApp પર કોઈને હેરાન કરો છો, તો તે તમને બ્લોક કરી શકે છે. તમે જેણે જાણતા જ નથી તેવા લોકોનો સંપર્ક કરવો એ એવી બીજી રીત છે જે તમને બ્લોક કરાવી શકે છે. 

તેથી બીજાની રિસ્પેકડ કરો અને તેમને બિનજરૂરી હેરાન ન કરો. કારણ કે જો તમને ઘણી વખત બ્લોક કરવામાં આવ્યા હોય તો વોટ્સએપ તમારા એકાઉન્ટને બેન કરી શકે છે.

2. કોઈ બીજાના નામે નકલી એકાઉન્ટ બનાવવું
WhatsApp તમને કોઈ ફેક અકાઉન્ટ બનાવવાની મંજૂરી આપતું નથી, પછી ભલે તમે પોતે કોઈ વિશ્વાસઘાત કરનાર વ્યક્તિ વિશે સત્ય શોધવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ. જો તમે કોઈ બીજાના ફોટાનો ઉપયોગ કરીને નકલી એકાઉન્ટ બનાવતા પકડાઈ જશો, તો તમારું એકાઉન્ટ બ્લોક થઈ જશે.

3. ઓરિજિનલને બદલે થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરવો

WhatsApp માત્ર ઈચ્છે છે કે તમે તેની ઓફિશિયલ એપનો જ ઉપયોગ કરો. જો તમે WhatsApp Plus અથવા GBWhatsApp જેવા થર્ડ પાર્ટી રિપ-ઓફનો ઉપયોગ કરી રહ્યાં હોવ, તો તમારું એકાઉન્ટ પ્રતિબંધિત થવાનું પૂરેપુરુ રિસ્ક છે.

4. ઓટોમેટેડ  અથવા બલ્ક મેસેજિસ મોકલવા

ઓટોમેટેડ  અથવા બલ્ક મેસેજિસ સામાન્ય રીતે સૂચવે છે કે કોઈ વ્યક્તિ કોઈક પ્રકારનો ફ્રોડ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેથી જો તમે તે એવું નિર્દોષપણે કરી રહ્યાં હોવ તો પણ, એવું ન કરવું એ જ બેસ્ટ છે. આ એટલા માટે છે કારણ કે વોટ્સએપ ઓટોમેટેડ  અથવા બલ્ક મેસેજિસ મોકલતા એકાઉન્ટ્સને શોધવા અને પ્રતિબંધિત કરવા માટે AI ટેકનિક તેમજ અન્ય યુઝર્સના રિપોર્ટ્સનો ઉપયોગ કરે છે અને તેને બ્લોક કરી દે છે. 

5. WhatsAppનો પૂરતો ઉપયોગ ન કરવો

પ્રતિબંધિત ન હોવા છતાં, જો તમે તેનો ઉપયોગ ન કરતા હોવ તો પણ તમારું WhatsApp એકાઉન્ટ ડિસેબલ અથવા ડિલીટ કરવાંઆ આવી શકે છે.

 જો કે, પ્લેટફોર્મ કેટલા સમય માટે આવું કરશે તે હજુ તેમણે સ્પષ્ટ કર્યું નથી. સત્તાવાર નિયમો જણાવે છે કે "જો એકાઉન્ટ નોંધણી પછી સક્રિય ન હોય અથવા જો તે લાંબા સમય સુધી નિષ્ક્રિય રહે તો WhatsApp તમારું એકાઉન્ટ ડિસેબલ અથવા ડિલીટ કરી શકે છે."
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Social Media WhatsApp WhatsApp ban વોટ્સએપ whatsapp ban
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ