The Statue of Unity became a favorite destination for the people of the country, so many extra buses and police had to be called.
ઉમંગ /
દેશના લોકો માટે ફરવાની ફેવરિટ જગ્યા બની સ્ટેચ્યૂ ઓફ યુનિટી, ભીડ એટલી વધારાની બસો અને પોલીસ બોલાવવી પડી
Team VTV03:51 PM, 07 Nov 21
| Updated: 03:56 PM, 07 Nov 21
સ્ટેચ્યુ ઓફ યુનિટમાં હવે ક્રુઝમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ગોવાના ક્રુઝ માં ડિનર હોયછે એમ નર્મદામાં ફરતી ક્રુઝ માં પણ પ્રવાસીઓ હવે પોતાની મનપસંદ વાનગી આરોગી શકશે.નવા આકર્ષણ.
સ્ટેચ્યુ ઓફ યૂનિટી ક્રુઝમાં નવા આકર્ષણ
ક્રુઝમાં ડાંસ-ડીનરનો પણ થશે સમાવેશ
સ્ટેચ્યુ ઓફ યૂનિટીમાં ઉમટ્યો માનવ મહેરામણ
દિવાળી વેકેશનમાં SOU ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.એક દિવસમાં 35 હજારથી વધુ પ્રવાસીઓ SOUની મુલાકાતે પહોંચ્યા હતા.પ્રવાસીઓના ધસારાને જોતા ખાનગી બસોને પણ દોડાવવાની ફરજ પડી હતી.ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ SOUની મુલાકાત લઈ રહ્યા છે.પ્રવાસીઓના ધસારાને જોતા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વધારાનો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે દેશભરના પ્રવાસીઓમાં SOU હોટ ફેવરિટ બની રહ્યુ છે.
કુદરતી સૌન્દર્ય વચ્ચે રાત્રી ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશના અન્ય સ્મારકો માં સૌથી વધુ કમાણી કરતું પ્રવાસન ધામ બન્યું છે ત્યારે આ દિવાળી વેકેશન માં પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે પરંતુ આ દિવાળી વેકેશન માં આ સ્ટેટ્યૂ ઓફ યુનિટી ની વિશેષતા એ છે કે પ્રવાસીઓ અત્યાર સુધી સરદાર વલ્લભભાઈની આ વિશાળ પ્રતિમા રસ્તાના માર્ગે અને આકાશ માર્ગે જોઈ શકતા હતા.પરંતુ હવે પ્રવાસીઓ આ સ્ટેચ્યુને જળ માર્ગે પણ નિહાળે છે. વિશાળ વ્યક્તિત્વ ધરાવતા સરદાર વલ્લભભાઈ પટેલના વિશાળ સ્ટૅચ્યુના લોકાર્પણ ને ત્રણ વર્ષ વીતી ગયા ત્યારે આ ત્રણ વર્ષ માં આ વિશાળ પ્રતિમાને જોવા લાખો લોકો આવી ગયા પરંતુ આ વર્ષે આ વિશાળ પ્રતિમાને નિહાળવાનો મોકો કંઈક અલગ જ છે. હવે માત્ર રસ્તા પરથી કે હવાઈ માર્ગેજ નહિ આ પ્રતિમા જળ માર્ગે પણ જોઈ શકાય છે પાણીના પ્રતિબીંબ માં થી ઉભરતી આ પ્રતિમા જોવાનો લ્હાવો આ વર્ષે પ્રવાસીઓ મેળવી રહ્યા છે તેનું મુખ્ય કારણ એ છે આ ક્રુઝ માં બેસી પ્રવાસીઓ અનેરો આનંદ મેળવી રહ્યા છે અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા આ જિલ્લાની સરાહના પણ કરી રહ્યા છે
ક્રુઝમાં નવા આકર્ષણ
પ્રવાસીઓ હવે રાત્રી દરમ્યાન ક્રુઝ બોટની મઝા માણવા ઉમટી રહ્યા છે હવે આ ક્રુઝ બોટ માં ફરવા આવતા પ્રવાસીઓ માટે બે નવા પોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ક્રુઝ માં હવે કલ્ચરલ પોગ્રામ પણ નિહાળવા મળશે અને સાથે જે ગોવામાં ક્રુઝ માં ડિનર હોયછે એમ નર્મદામાં ફરતી ક્રુઝ માં પણ પ્રવાસીઓ હવે પોતાની મનગમતી વાનગી જમવા મળશે. જેના માટે રમાડા હોટલ તરફથી સ્પેશિયલ આયોજન કરવામાં આવ્યું છે. હવે ક્રુઝ ની સફર સાથે ડાન્સ અને ડિનર પણ કરવામાં મળશે.