ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / EPFથી કરોડપતિ બનવાનો રસ્તો, EPF-VPFથી 1.50 કરોડનું ફંડ કેવી રીતે બનાવવું?
4 ફોટો ગેલેરી
Last Updated: 10:28 PM, 13 September 2026
1/4
રિટાયરમેન્ટ બાદનું સુરક્ષિત ભવિષ્ય ઘણા લોકો માટે મોટું સપનું હોય છે. જો તમે વધારે જોખમ લીધા વગર એક કરોડ કે તેનાથી પણ વધુની રકમ જમા કરવા માંગતા હોવ તો કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) એક શાનદાર ઓપ્શન બની શકે છે. આ લાંબા ગાળાનું રોકાણ છે જેમાં સમય અને વ્યાજની શક્તિ તમારા પૈસાને ધીમે ધીમે વધારે છે.
2/4
જો તમે દર મહિને આશરે 10750 રૂપિયા EPFમાં નિયમિત રોકાણ કરો અને આ આદત 20થી 25 વર્ષ સુધી જાળવી રાખો તો આશરે એક કરોડ રૂપિયાનું ફંડ તૈયાર થઈ શકે છે. આ ગણતરી ત્યારે જ માન્ય રહે છે જ્યારે સરકાર EPF બેલેન્સ પર 8.25 ટકાનો વ્યાજ દર ચાલુ રાખે. જો તમે વોલન્ટરી પ્રોવિડન્ટ ફંડ (VPF)માં વધારાના 6000 રૂપિયા દર મહિને ઉમેરો તો 24-25 વર્ષમાં આ રકમ લગભગ 1.58 કરોડ સુધી પહોંચી શકે છે.
ADVERTISEMENT
3/4
4/4
EPFના નિયમ મુજબ કર્મચારી પોતાના પગારમાંથી 12 ટકા યોગદાન આપે છે અને કંપની પણ સમાન રકમ આપે છે. કંપનીના યોગદાનમાંથી 8.33 ટકા પેન્શન સ્કીમમાં અને 3.67 ટકા EPFમાં જાય છે. જરૂર પડ્યે કટોકટી કે એડવાન્સના નામે લીમીટ રકમ કાઢી શકાય છે પણ વારંવાર વિડ્રો કરવાથી લાંબા ગાળાના ટાર્ગેટને નુકસાન પહોંચે છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ