ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:58 PM, 5 May 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ વચ્ચેનો 21 વર્ષ જુનો વિવાદ થયો સમાપ્ત
યૂપી અને ઉત્તરાખંડ વચ્ચે 21 વર્ષ જુનો વિવાદ આજે સમાપ્ત થયો છે. સંપત્તિને લઈને બંને રાજ્યો વચ્ચેનાં વિવાદને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉત્તરાખંડનાં સીએમએ મળીને પૂરો કર્યો છે. ગંગા કિનારે બનેલ અલકનંદા હોટલને લઈને બંને રાજ્યોમાં વિવાદ ચાલી રહ્યો હતો અને આ મામલો કોર્ટ સુધી પણ ગયો હતો. જોકે લગભગ અઢી વર્ષ પહેલા ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત અને યૂપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વાતચીત દ્વારા સુલજાવ્યો હતો. તેનું પરિણામ એ રહ્યું કે ઉત્તરાખંડને તેની અલકનંદા હોટલ મળી ગઈ, તો તેની જ પાસે યૂપીએ ભગીરથી હોટલ બનાવીને તૈયાર કરી. ગુરુવારે યોગી આદિત્યનાથ અને પુષ્કર સિંહ ધામીની હાજરીમાં સંપત્તિને વહેંચવાની ફોર્માલીટી પૂરી કરીને હોટલ ભગીરથીનું ઉદ્ઘાટન કરવામાં આવશે તેવું નક્કી થયું હતું.
ADVERTISEMENT

હોટલ અલકનંદાને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના પૈતૃક ઘર પાસે મંગળવારે થયેલા કાર્યક્રમમાં બંને રાજ્યો વચ્ચેના આ સંપત્તિનાં ભાગલાને લઈને વાત ઉચ્ચારી હતી. તેમણે કહ્યું હતું કે બીજેપી સરકાર બંને રાજ્યોમાં બનવાનો ફાયદો એ છે કે જે વિવાદ વર્ષ 2000થી ચાલી આવ્યો હતો, તે વાતચીતથી સમાપ્ત થયો. સારી સુવિધાઓ સાથે હોટલ ભગીરથી હવે શરુ કરવામાં આવશે. યૂપીનાં સીએમ યોગી આદિત્યનાથે હસતા હસતા કહ્યું કે અમે અલકનંદા હોટલ પાસે જ ભગીરથી નામથી એટલી સારી હોટલ તૈયાર કરી છે કે ઉત્તરાખંડનાં સીએમ તેને જોઇને ક્યાંક તે ન માંગવા લાગે.
ADVERTISEMENT
LIVE : हरिद्वार, उत्तराखंड में पत्रकारों के साथ वार्ता https://t.co/1dVJ0H9ByN
— Pushkar Singh Dhami (@pushkardhami) May 5, 2022
ADVERTISEMENT
યૂપીથી વર્ષ 2000માં અલગ થયું હતું ઉત્તરાખંડ
યૂપીથી અલગ થયા બાદ ઉત્તરાખંડને અલગ રાજ્ય તરીકે વર્ષ 2000માં ઘોષિત કરવામાં આવ્યુ હતું. ત્યારે ઘણી એવી સંપત્તિઓ હતી, જેને લઈને બંને રાજ્યોમાં વિવાદ હતો. તેમાંની જ એક આ હોટલ અલકનંદા છે, જે ગંગા નદીનાં કિનારા પર બનેલ છે. આ હોટલને યૂપી પર્યટન નિગમ ચલાવતું આવ્યું છે, જેનાં પર ઉત્તરાખંડ કબજો કરવા માંગે છે. અઢી વર્ષ પહેલા વાતચીતમાં એમ નક્કી થયું કે અલકનંદાની પાસેની જમીન યૂપીને આપવામાં આવશે, જેનાં પર પોતાના ખર્ચે યૂપી પોતાની હોટલ બનાવશે. હવે હોટલ બનીને તૈયાર છે, જેનું ઉદ્ઘાટન પણ આજે કરવામાં આવ્યું.
हरिद्वार, उत्तराखंड में उत्तर प्रदेश सरकार द्वारा ₹43.27 करोड़ की लागत से नवनिर्मित 'भागीरथी पर्यटक आवास गृह' का लोकार्पण... https://t.co/3sj8OgsTLT
— Yogi Adityanath (@myogiadityanath) May 5, 2022
ADVERTISEMENT
હોટલ ભગીરથીમાં છે શાનદાર સુવિધાઓ
ઉત્તર પ્રદેશ પાર્ટન મંત્રી ઠાકુર જયવીર સિંહે જણાવ્યું કે યૂપીએ જે હોટલ બનાવી છે, તે શાનદાર સુવિધાઓ ધરાવે છે. તેમણે કહ્યું કે પીએમ મોદીનાં નેતૃત્વમાં યૂપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉત્તરાખંડનાં સીએમએ વિવાદ સમાપ્ત કર્યો છે. લોકોને હવે એકને બદલે બે હોટલોનાં ઓપ્શન મળશે. સરકાર શાનદાર સુવિધાઓ આપવા માટે તેને ચલાવવાનું કામ કોઈ પ્રાઈવેટ કંપનીને આપવાનો વિચાર કરી રહી છે. આ હોટલમાં લગભગ 100 રૂમ બની રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ