બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / The company will offer 1GB internet data and 28 days of calling for just Rs 47

તમારા કામનું / ફક્ત 47 રૂપિયામાં 1GB ઇન્ટરનેટ ડેટા અને 28 દિવસ કોલિંગની સુવિધા આપી રહી છે આ કંપની

Last Updated: 10:04 AM, 10 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BSNL કંપનીએ હાલમાં જ એક પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે જેમાં માત્ર 47 રૂપિયામાં જ તમે આ પ્રકારની સુવિધાનો લાભ લઇ શકશો.

  • BSNL આાપશે તમને સસ્તી સુવિધા
  • રિચાર્જ માટે વધુ રુપિયા નહી ખર્ચવા પડે
  • અન્ય કંપનીઓ માટે ઉભી થશે કોમ્પિટિશીન

જો તમે પણ ઓછા પૈસામાં મહિના માટે અનલિમિટેડ કોલિંગ અને રોજ 1જીબી ઇન્ટરનેટ યુઝ કરવા માંગો છો તો તમારા માટે ગુડ ન્યૂઝ છે. માત્ર 47 રૂપિયામાં રિચાર્જ 
ફક્ત 47 રૂપિયાના આ પ્લાનમાં બીએસએનએલ યુઝર્સને 28 દિવસ અનલિમિટેડ કોલિંગ સાથે રોજ 1 જીબી ઇન્ટરનેટ અને 100 એસએમએસ મળશે. માનવામાં આવી રહ્યું છે કે કંપનીના આ પ્લાનથી એરટેલ, જીઓ અને વોડાફોન-આઇડીયા  માટે કોમ્પિટીશન વધવાનું છે. 

રિચાર્જ ચાર્ટ પર નજર નાંખીએ તો પ્રાઇવેટ ટેલિકોમ કંપની એરટેલ 100 રૂપિયાથી ઓછામાં બે પ્રીપેડ પ્લાન ઓફર કરે છે. પહેલો 79 અને બીજો 49નો છે. બંને પ્લાનમાં યુઝર્સને માત્ર 200 એમબી ડેટા જ મળે છે જ્યારે જીઓએ 51 રૂપિયાનો પ્લાન બનાવ્યો છે જેમાં પણ ઓછો ડેટા મળે છે. વોડાફોન આઇડીયાએ પણ 48 અને 98 રૂપિયાના પ્લાન ઓફર કર્યા છે પરંતુ તેમાં પણ ફાયદા સિમીત છે. 

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ એક નવી સર્વિસ BSNL Cinema Plusને લૉન્ચ કરી છે. જેની મદદથી સબ્સક્રાઈબર્સ SonyLIV અને Voot Select સાથે કેટલાક OTT પ્લેટફૉમ્સને એક્સેસ કરી શકશે. તેની મંથલી કિંમત 199 રુપિયા હશે.

કંપનીએ જણાવ્યું કે સબ્સક્રાઈબર્સને BSNL સિનેમા પ્લસ સર્વિસ ઑફર કરવા માટે કંપનીએ Yupp TVની સાથે ભાગીદારી કરી છે, જેનાથી યૂઝર્સને SonyLIV Special, Voot Select, Yupp TV પ્રીમિયર અને Zee5 પ્રીમિયરનું એક્સેસ મળશે. આ સર્વિસ Yupp TV સ્કોપની મદદથી મળશે અને તે એક સબ્સક્રિપ્શનથી મલ્ટીપલ OTT પ્લેટફૉમ્સનો એક્સેસ આપે છે.

BSNL સિનેમા પ્લસને સબ્સક્રાઈબ કરવાવાળા યૂઝર્સ વૅબ કન્ટેટને તેના કમ્પ્યૂટર, માબાઈલ ડિવાઈસીઝ અને સ્માર્ટ ટીવી પર જોઈ શકશે. સાથે જ પર્સનલાઈઝ્ડ રિકમંડેશન અને કન્ટેન્ટ એગ્રીગેશન જેવા જ ફીચર્સ પણ સાથે છે.

જોનર્સની વાત કરીએ તો BSNL સિનેમા પ્લસ સર્વિસમાં યૂઝર્સને મૂવીઝ, સ્પોટર્સ, મ્યૂઝિક અને કિડ્સ કન્ટેન્ટ ઑફર કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

BSNL BSNL recharge Mobile Recharge ટેલિકોમ Mobile recharge
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ