ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / The cockroach got stuck in the man's ear while swimming

બાપ રે / લ્યો બોલો! સ્વિમિંગ કરતાં માણસમાં કોકરોચ ક્યાં ઘૂસી ગયો જુઓ, ત્રણ દિવસ તો શરીરની અંદર જ રહ્યો

Published By: Khyati

Last Updated: 05:35 PM, 17 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાનમાં દુઃખાવો થતા ડોક્ટરને બતાવ્યુ તો કાનમાંથી નીકળ્યો વંદો. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં બની આ ઘટના

ADVERTISEMENT

  • ન્યૂઝીલેન્ડમાં બની અજીબોગરીબ ઘટના
  • 3 દિવસ બાદ ડોક્ટરે કાનમાંથી કાઢ્યો વંદો
  • સ્વિમિંગ દરમિયાન કાનમાં ઘુસી ગયો હતો વંદો

આપણા કાન પાસે મચ્છરોનો ગુંજારવ આપણે બિલકુલ સહન કરતા નથી. પરંતુ જરા વિચારો, જ્યારે તમને ખબર પડે કે તમારા કાનમાં મચ્છર કરતા અનેક ગણો મોટો વંદો વસવાટ કરી રહ્યો છે ત્યારે તમારી શું હાલત થશે? આવી જ એક ચોંકાવનારી ઘટના ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં રહેતા ઝેન વેડિંગ સાથે બની હતી. તે સ્વિમિંગ કરીને પરત ફર્યો હતો. તેને લાગ્યું કે તેના કાનમાં પાણી આવી ગયું છે. પરંતુ જ્યારે ડોક્ટરે તેની તપાસ કરી તો જાણવા મળ્યું કે તેના કાનમાં 3 દિવસથી એક વંદો હતો.

3 દિવસથી કાનમાં હતો વંદો

મળતી માહિતી મુજબ જેન જ્યારે ઘરે આવ્યો ત્યારે તેને અચાનક કાનમાં દુઃખવા લાગ્યુ. તેને એમ કે કાનમાં પાણી ભરાઇ ગયુ હશે. તેણે બહુ ગણકાર્યુ નહિ પરંતુ કાનમાં દુઃખાવો થતા ડોક્ટર પાસે ગયો. ડોક્ટરે એન્ટિબાયોટિક્સ આપીને કાનમાં પાણી સુકાય તેની રાહ જોવાનું કહ્યું. પરંતુ એન્ટિબાયોટિક્સ લીધા પછી પણ તેને રાહત ન થઇ.  આ સમસ્યાને લીધે તે ઉંઘી પણ શકતો ન હતો. જેને અન્ય ડોક્ટરને બતાવ્યુ તો ડોક્ટર જેનના કાન જોઇને આશ્ચર્ય ચકિત થઇ ગયા.  ડોક્ટરે જ્યારે કાનમાંથી વંદો બહાર કાઢ્યો ત્યારે ખુદ જેન પણ ચોંકી ગયો.

 કાનમાં ટ્યુમર થવાની શક્યતા

ડોકટરોએ કહ્યું કે જો તે થોડા દિવસ કાનની અંદર રહે તો જેનને ટ્યુમર થઈ શકતું. જેને આ અનુભવ અંગે કહ્યુ કે મને લાગ્યું કે મારા કાનનો પડદો નીકળી ગયો છે.  વંદો દૂર કરનાર મહિલા ડૉક્ટર પણ આ ઘટનાથી ચકિત થઇ ગયા હતા. તેઓએ કહ્યું કે મેં આવો કેસ પહેલા ક્યારેય જોયો નથી. જો કે મેં તેના વિશે વાંચ્યું છે, પરંતુ તે ક્યારેય જોયું નથી.

ફેસબુક પર ફોટો શેર કરો

સોમવારે જેને ફેસબુક પર કોકરોચનો ફોટો શેર કરતાં લખ્યું હતું કે શનિવારે બંધ કાન સાથે ડૉક્ટર પાસે ગયો હતો. તેણે કહ્યું કે તેને તેના કાનમાં કંઈપણ ગંભીર દેખાતું નથી. તે પોતે જ ઠીક થઈ જશે. આજે બીજા ડૉક્ટરની મુલાકાત લીધી અને મારા કાનમાંથી એક વંદો નીકળ્યો. 3 દિવસથી આ વંદો મારા કાનમાં રહેતો હતો. વનહુંગાના ડોકટર પાસે જવાનું ટાળો.

 

સંકળાયેલા મુદ્દાઓ

international news કાનમાં વંદો વંદો સ્વિમિંગ પુલ New Zealand

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ