કોરોના મહામારી બાદ ભારતીય બજારમાં ઇલેક્ટ્રીક વાહનોની ડિમાન્ડ વધી રહી છે. ત્યારે એક એવી ઇ-બાઇક છે જેનો ખર્ચ 20 પૈસા પ્રતિ કિમી છે.
દુનિયાની સૌથી સસ્તી બાઇક
20 પૈસા પ્રતિ કિમી ચાલશે બાઇક
EMIથી પણ ખરીદી શકાય છે
સસ્તા ફોન અને સસ્તા LED ટીવી બાદ હવે detel ઇન્ડિયાએ ઇલેક્ટ્રીક ટુ વ્હીલર ભારતીય બજારમાં લોન્ચ કરી દીધુ છે. ખુબ જ આકર્ષક લૂક સાથે દમદાર ઇલેક્ટ્રીક મોટરવાળી આ મોપેડની શરૂઆતી કિંમત માત્ર 19,999 રૂપિયા છે. કંપનીએ દાવો કર્યો છે કે આ ઇલેક્ટ્રીક ટુ વ્હીલરથી મુસાફરી માત્ર 20 પૈસા પ્રતિ કિમી ખર્ચ આવશે.
EMIથી પણ ખરીદી શકો છો
ગ્રાહક આ ઇલેક્ટ્રીક મોપેડ કંપનીની અધિકારીક વેબસાઇટ સાથે જ b2badda.comથી ઓનલાઇન પણ ખરીદી શકો છો. આટલુ જ નહી પરંતુ કંપનીએ ગ્રાહકોની ખરીદી આસાન બને તે માટે Bajaj Finserv સાથે પાર્ટનરશીપ પણ કરી છે જેથી ગ્રાહક માસિક હપ્તા પર પણ સાધન ખરીદી શકે અથવા તો ફાઇનાન્સ કરાવી શકે.
બાઇકની ખાસિયત
નવી detel Easy ઇલેક્ટ્રીક મોપેટ કુલ ત્રણ રંગ સાથે બજારમાં ઉપલબ્ધ છે. જેમાં જેટ બ્લેક, પર્લ વ્હાઇટ અને મેટાલિક રેડ છે. તેમાં સામાન લોડ કરવા માટે સામે બાસ્કેટ આપવામાં આવ્યુ છે. સાથે જ પાછળ બેસવા માટે સીટ અને સપોર્ટ આપવામાં આવ્યો છે. આ સિવાય તેમાં આપવામાં આવેલી ડ્રાઇવિંગ સીટની હાઇટને પણ એડજસ્ટ કરવામાં આવી છે.
સિંગલ ચાર્જમાં 60કિમી સુધી ડ્રાઇવિંગ રેન્જ
detel Easy માં કંપનીએ 250Wની ક્ષમતાની ઇલેક્ટ્રીક મોટર આપવામાં આવી છે. તેમાં 48Vની ક્ષમતાની 12Ah LifeO4 બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપની દાવો કરે છે કે આ મોપેડ સિંગલ ચાર્જમાં 60 કિમી દોડે છે. આ મોપેડની બેટરી ફુલ ચાર્જ કરવામાં 7 થી 8 કલાકનો સમય થાય છે. મોપેડની ટોપ સ્પીડ 25 કિમી પ્રતિ કલાક છે. માટે તેને ડ્રાઇવ કરવા માટે ડ્રાઇવિંગ લાયસન્સની પણ જરૂર નથી.