બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત પોલીસે એવો મોટો કાંડ કર્યો કે હવે નેતાઓ પણ નહી બચાવી શકે

પોલીસના ભગા / ગુજરાત પોલીસે એવો મોટો કાંડ કર્યો કે હવે નેતાઓ પણ નહી બચાવી શકે

Last Updated: 11:55 PM, 5 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ તમામ વિગતો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવી છે. ફરિયાદ લીધા પહેલા પોલીસે અનેક વખત સમાધાનની વાત કરી હોવાનો દાવો પણ કરાયો છે.

A terrible mistake by Gujarat Police : 18 વર્ષથી નાની ઉંમરની યુવતીની છેડતી, દુષ્કર્મ અથવા શરીર સંબંધિત કોઈ ગુના બને તો FIRને ઓનલાઈન ન મુકવાનો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. પરંતુ સુપ્રીમ કોર્ટનો આ આદેશ અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશનને લાગુ ન પડતો હોય તેવું લાગી રહ્યું છે. અહીં એક છેડતીની ફરિયાદને ઓનલાઈન પ્લેટફોર્મ પર મૂકી દેવામાં આવતા ભારે ચકચાર મચી ગઇ છે. ફરિયાદ પ્રમાણે 13 વર્ષની કિશોરી સાથે આરોપી યુવકે બળજબરી કરીને છેડતી કરી હતી.

સમાધાન કરી પતાવટ કરવા દબાણનો આક્ષેપ

આ તમામ વિગતો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવી છે. ફરિયાદ લીધા પહેલા પોલીસે અનેક વખત સમાધાનની વાત કરી હોવાનો દાવો પણ કરાયો છે. પરંતુ મોટી ઘટના ત્યારે સામે આવી જ્યારે પોલીસ પોક્સોનો ગુનો દાખલ કર્યા બાદ ફરિયાદની કોપીને ઓનલાઈન મૂકી દીધી હતી. પોલીસની આ હરકતથી ભોગ બનનારની ઓળખ છતી થઈ ગઇ હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ પોલીસની આટલી ગંભીર બેદરકારીથી અનેક સવાલો ઉઠી રહ્યાં છે. પોલીસ આ મામલે પોતાની ભૂલ સુધારશે કે નહીં તે જોવું રહ્યું.

તરૂણ હોવા છતા છેડતીની ફરિયાદ ઓનલાઇન

જ્યારે કોઈ 18 વર્ષથી નાની ઉંમરની યુવતી ની છેડતી બળાત્કાર અથવા તો શરીર સંબંધિત કોઈ ગુના બને તો એફઆઇઆર ઓનલાઈન નહીં મુકવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ છે પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશનને લાગુ ન પડતો હોય તેવો એક દાખલો સામે આવ્યો છે. અમદાવાદના કણભા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ફરિયાદ પ્રમાણે 13 વર્ષની દીકરી પોતાના ભાઈ સાથે બાજુના પાડોશીના મકાનમાં ગઈ હતી. જ્યાં એક યુવકે આવી રહે તેના ભાઈને નીચે ભગાડી દીધો અને જેની જોડે ભણવા ગઈ હતી તેને બીજા રૂમમાં પૂરી દીધો હતો અને ત્યારબાદ એકલતાનો લાભ લઈને 13 વર્ષની દીકરીને બળજબરીપૂર્વક બાથમાં ભરીને અડપલા કરીને છેડતી કરી હતી.

આ પણ વાંચો : અમદાવાદ જેવી ઘટના બનતાં રહી ગઈ, એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, ઈમરજન્સી ટર્બાઈન હવામાં એક્ટિવ

તરૂણીની ઓળખ છતી થાય તેવી ભયાનક ભુલ

આ તમામ વિગતો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવી છે ત્યારે હવે આ સમગ્ર મામલે જ્યારે પરિવાર પોલીસ સ્ટેશન પોલીસ ફરિયાદ નોંધાવ્યો ત્યારે પણ લગભગ છ કલાક બાદ વિવિધ ફરિયાદ લીધી હતી. ફરિયાદ લેવા દરમિયાન પોલીસે અનેક વખત સમાધાનની પણ વાત કરી હતી પરંતુ મોટી ઘટના ત્યારે સામે આવી કે જ્યારે પોલીસ ફરિયાદ થઈ ગઈ પુષ્પોનો ગુનો પણ દાખલ થયો તેમ છતાં પણ કણભા પોલીસે આ પોલીસ ફરિયાદને ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર મૂકી દે ભોગ બનનારને ઓળખ સામે લાવી છે.

સુપ્રીમ કોર્ટનાં આદેશને ચણા મમરા સમજે છે ગુજરાતની બહાદુર પોલીસ

સુપ્રીમ કોર્ટના નિયમની વાત કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે આદેશ કર્યા છે કે, નાબાલીકના કેસમાં ભોગબધાની ઓળખ કોઈ દિવસ થતી ન કરવી જોઈએ અને પોસકો જેવી ગંભીર પ્રકારની ફરિયાદ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર પણ જોઈએ કારણકે આવી ફરિયાદ અતિ સંવેદનશીલ શિક્ષક હેઠળ આવે છે તેમ છતાં પણ કણભા પોલીસ દ્વારા પોસ્ટ કરી એટલે કે છેડતીની ફરિયાદ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ગુજરાત પોર્ટલ ઉપર મૂકી દીધી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

leaders cannot save Gujarat Police Gujarat police committed such a big scandal Ahmedabad Police
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ