ભાવનગર: 33મી રથયાત્રાની તડામાર તૈયારીઓ, અખાડામાં જોવા મળશે નવા કરતબ

By : krupamehta 12:54 PM, 11 July 2018 | Updated : 02:20 PM, 13 July 2018
ભાવનગરમાં આગામી અષાઢી બીજના દિવસે ભાગવાન જગન્નાથની રથયાત્રા નિકળવાની છે. ત્યારે રથયાત્રાને લઈને ભાવનગરમાં પણ તૈયારાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 

મહત્વનું છે કે ભાવનગરના યુવકો અખાડાના માધ્યમથી પોતાના શરીરના કૌશલ્ય લોકોને બતાવતા હોય છે અને તેમના આકરતૂતો જોઈ ને લોકો આફરીન થતા હોય છે. ત્યારે યુવકો છેલ્લા 1 મહિનાથી આ કસરતના દાવા માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે. 

ભાવનગરના યુવકો દરરોજ રાત્રીના લાઠીદાવ ,સળગતી રિંગ માંથી શરીર ને પસાર કરવું તેમજ તલવાર દાવ અને લાઠીદાવની પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ યુવકો ના દાવ જોવા માટે લોકો મોટી સંખ્યામાં રતાહયતરમાં જોડાય છે 

18 કિલો મીટરના રૂટમા થનારી રથયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા યુવકો અખાડાનું પ્રદર્શન કરશે અને લોકોને આકર્ષિતત કરવા માટે અવનવા કસરતી કરતબો કરશે. જેના માટે આ યુવકોએ તનતોડ મહેનત કરી છે. તો આ અખાડામાં 50 થી વધુ યુવકો રથયાત્રામાં જોડાઈને પોતાનો હુન્નર બતાવશે. Recent Story

Popular Story