ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Rathyatra / rath-yatra-police-ready-with-third-eye-cctv-cameras-for-safety

NULL / ત્રીજાનેત્રનું કવચ ! રથયાત્રાની સુરક્ષા માટે તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

અમદાવાદમાં 141મી રથયાત્રાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગે પણ પ્લાન તૈયાર કર્યો છે. રથયાત્રાના રૂટ પર અલગ અલગ પ્રકારથી સુરક્ષાની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આ વિસ્તારમાં કેવી રીતે વ્યવસ્થાઓ ગોઠવાઈ છે. તે જાણવા માટે વાંચો આ ખાસ અહેવાલ.

અમદાવાદમાં છેલ્લા ઘણા વર્ષોથી રથયાત્રા નિકળી રહી છે. 14 જુલાઈના રોજ 141મીં રથયાત્રા નિકળવાની છે. જેના કારણે પોલીસ દ્વારા સુરક્ષાનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રથયાત્રાના રૂટ પર સંવેદનશીલ વિસ્તારોમાં CCTV  પણ લગાવી દેવામાં આવ્યા છે. ત્યારે પોલીસે સંવેદનશીલ વિસ્તાર ગણાતા દરિયાપુર કાલુપુર ફ્રુટ માર્કેટ અને દિલ્હી દરવાજા ખાતે વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
   
ઉલ્લેખનીય છે કે રથયાત્રા દરમિયાન દરિયાપુર અને દિલ્લી દરવાજા વિસ્તારોને સંવેદનશીલ વિસ્તારો તરીકે જાહેર કરવામાં આવતા હોય છે. આ વિસ્તારોમાં અત્યારે 49 કેમેરા લાગેલા છે. ત્યારે હવે પોલીસે દ્વારા રથયાત્રા દરમિયાન વધુ 16 કેમેરા લગાવવામાં આવ્યા છે.



પોલીસે હાઈ રિઝોલ્યુશ મુવેબલ પ્રકારના CCTV તમામ વિસ્તારોમાં ગોઠવ્યા છે. આ તમામ કેમેરાનુ મોનિટરીંગ ત્રણ સ્થળો પરથી કરવામાં આવશે. આ કેમેરાનુ મોનિટરીંગ કમિશનર કચેરીના કંટ્રોલ રૂમ F ડિવીઝનના એડિશનલ DCP ઓફિસ અને તંબુ ચોકી ખાતેથી કરવામાં આવશે.

આપને જણાવી દઇએ કે રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે હવે પોલીસ દ્વારા પેટ્રોલીંગ પણ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોના ધાબા પર ચેકિંગ બહારથી આવતી ગાડીઓની ચેકિંગ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક પોલીસ સાથે RAF અને અન્ય ફોર્સ દ્વારા શહેરમાં ચેકિંગ કરવામાં આવી રહી છે.

આ રથયાત્રામાં તંત્ર દ્વારા દિગ્ગજ IPS ઓફિસરોથી લઈને પીએસઆઈ સુધીના અધિકારીઓને સાથે રાખીને પ્લાન બનાવવામાં આવ્યો છએ.. સાથે જ આ વર્ષે રથયાત્રામાં ક્રાઈમબ્રાંચ દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ શરૂ કરવામાં આવી છે.. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રાને લઈને સુરક્ષા અને શાંતિ જાળવાઈ રહે તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે..   

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ