બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / હવે ફોટામાંથી ચપટી વગાડતા જ વીડિયો બની જશે, કેવી રીતે? એલન મસ્કે શેર કરી પોસ્ટ
Last Updated: 06:19 PM, 9 November 2025
Elon Musk X Post Viral: એલોન મસ્કે તેના એઆઇ ચૈટબોટ ગ્રોકના એક ફીચર વિશે જણાવ્યુ, જેના માટે તેમણે એક્સ પોસ્ટ લખી અને ફીચર ઉપયોગ કરવાની રીત પ્રક્રિયા સમજાવી અને આ ફીચરનો લાઇવ વીડિયો પણ બતાવ્યો છે.
ADVERTISEMENT
Elon Musk X Post Viral: સ્પેસએક્સના સીઈઓ અને એક્સ ના સ્થાપક એલોન મસ્કની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં તેમણે એઆઈ ચેટબોટ ગ્રોકની રસપ્રદ સુવિધા જણાવી છે. પોસ્ટમાં એલોન મસ્કે પ્રક્રિયા સમજાવતી એક વિડિઓ ક્લિપ પણ પોસ્ટ કરી. તેણે ફોટોમાંથી વિડિઓ બનાવવાની પ્રોસેસ જણાવી, જે ફોટો પર લાંબા સમય સુધી દબાવીને બનાવી શકાય છે. હા ફોટો પર ક્લિક કરી લોન્ગ પ્રેસ કરી અને તેને વીડિયોમાં કન્વર્ટ કરો. એલોન મસ્કે વિડિઓ ક્લિપમાં પણ આ કરીને બતાવ્યુ છે.
Long press on any image to turn it into a video!
— Elon Musk (@elonmusk) November 9, 2025
Then customize the prompt to create whatever you can Imagine.
My prompt here was “add a boyfriend and they transition into muppets 😂 https://t.co/MkH4A4s1jl pic.twitter.com/nfNjT8ZK3m
ADVERTISEMENT
એલોન મસ્કે પોસ્ટમાં શું લખ્યું?
એક્સ પોસ્ટમાં એલોન મસ્કે લખ્યું કે ગ્રોકનું જોરદાર ફીચર ફોટોને વીડિયોમાં કન્વર્ટ કરે છે. પોતે અજમાવી જોયુ જેમાં ઘણી મજા આવી. તેઓએ એક કપલને કઠપૂતળીમાં બદલા માટે આ સુવિધાનો ઉપયોગ કર્યો. આ કરવા માટે તેણે ગ્રોકના ઇમેજ-ટુ-વિડીયો જનરેશન ટૂલ્સનો ઉપયોગ કરીને ફોટોમાંથી એક વિડિઓ બનાવ્યો.
ADVERTISEMENT
મસ્કે વિડિઓ બનાવી દેખાડ્યો
ફોટોમાંથી વિડિઓ બનાવવીએ એક સરળ પ્રક્રિયા બની ગઈ છે, ફક્ત એક લોન્ગ પ્રેસમાં આખી પ્રોસેસ કંપ્લેટ થઇ જશે. આ માહિતી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ, એલોન મસ્ક દ્વારા રવિવારે એક પોસ્ટમાં શેર કરવામાં આવી હતી અને એક વિડિઓ પણ પોસ્ટ કર્યો હતો.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ હોય નહીં! ઇન્ટરનેટ વગર થશે તમારું પેમેન્ટ, જાણો કેવી રીતે અને શું છે પ્રક્રિયા?
ADVERTISEMENT
મસ્કનો AI ચેટબોટ છે ગ્રોક
ગ્રોકએ એલોન મસ્કની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની xAI ની પ્રોડક્ટ છે, જેમાં ઇમેજ-ટુ-વિડીયો જનરેશન ટૂલ્સ ઉમેર્યા છે. આ ટૂલ ગ્રોકના વિસ્તરતા સર્જનાત્મક ટૂલકીટનો એક ભાગ છે, જેમાં રાઇટિંગ, ઇમેજ જનરેશન અને રીઅલ-ટાઇમ ડેટા એક્સેસ જેવી સુવિધાઓ પણ શામેલ છે. એલોન મસ્કે તેમની કંપની xAI દ્વારા વિકસિત Grok 4 ને વપરાશકર્તાઓ માટે ફ્રી કરી દીધુ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Agniveer Result 2026 / ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી રિઝલ્ટ જાહેર, જાણો કેવી રીતે કરી શકાશે ડાઉનલોડ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.