બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 7300mAh, પાવરફૂલ પ્રોસેસર, તોય કિંમત પોસાય તેવી, iQOO Z10 અને Z10x ભારતમાં લૉન્ચ

જાણી લો / 7300mAh, પાવરફૂલ પ્રોસેસર, તોય કિંમત પોસાય તેવી, iQOO Z10 અને Z10x ભારતમાં લૉન્ચ

Published By: Dinesh Chaudhary

Last Updated: 02:53 PM, 11 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

iQOO Z10 Launched: iQOO Z10ની સૌથી મોટી ખાસિયત તેની 7300mAh બેટરી છે, જે 90W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

iQOOએ ભારતમાં તેનો નવો સ્માર્ટફોન iQOO Z10 5G અને iQOO Z10X સત્તાવાર રીતે લોન્ચ કર્યા છે. બંને ફોન મેનસ્ટ્રીમ સેગમેન્ટમાં મોટી બેટરીવાળા ફોન તરીકે આવ્યા છે. iQOO Z10માં 7300mAhની બેટરી, 5000 નિટ્સ પીક બ્રાઇટનેસ સાથે 120Hz AMOLED ડિસ્પ્લે અને Snapdragon 7s Gen 3 ચિપસેટ છે. iQOOએ કહ્યું કે, Z10 સીરિઝ એવા વપરાશકર્તાઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે જે લાંબા સમય સુધી ચાલતી બેટરી અને ઉત્તમ પ્રફોર્મન્સ વાળો સ્માર્ટફોન શોધી રહ્યા છે.

iQOO Z10માં શું ખાસ છે?

iQOO Z10ની સૌથી મોટી ખાસિયત તેની 7300mAh બેટરી છે, જે 90W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનું કહેવું છે કે આ ફોનના યુઝર્સઓને બેટરીની ચિંતા કર્યા વિના લાંબા સમય સુધી મલ્ટીટાસ્કિંગ અને ગેમિંગ રમી શકે છે. સારી બેટરી હોવા છતાં ફોનની ડિઝાઇન પાતળી છે, જેની જાડાઈ 7.89mm છે અને તેનું વજન 199 ગ્રામ છે. ફોનમાં Snapdragon 7s Gen 3 પ્રોસેસર છે, જે 4nm પ્રોસેસ પર બનેલો છે. આ ઓક્ટા-કોર પ્રોસેસર UFS 2.2 સ્ટોરેજ સાથે જોડાયેલું છે. જેમાં 12GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. Z10 RAMને પણ સપોર્ટ કરે છે, જેને વધારાના 12GB સુધી વધારી શકાય છે. iQOO Z10 Funtouch OS 15 પર ચાલે છે, જે Android 15 પર આધારિત છે.

દમદાર કેમેરો?

કેમેરા વિશે વાત કરીએ તો iQOO Z10માં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે, જેમાં OIS સાથે 50-મેગાપિક્સલનો પ્રાથમિક સેન્સર અને 2-મેગાપિક્સલનો સેકન્ડરી લેન્સ છે. સેલ્ફી માટે ડિવાઇસમાં 32-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. કનેક્ટિવિટીની દ્રષ્ટિએ, iQOO Z10 5Gને સપોર્ટ કરે છે, આ ઉપરાંત તેમાં Wi-Fi (2.4GHz/5GHz), બ્લૂટૂથ 5.2 અને GPS પણ છે. ફોનમાં ડ્યુઅલ નેનો સિમ સ્લોટ, યુએસબી ટાઇપ-સી અને ઇન-ડિસ્પ્લે ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે.

આ પણ વાંચો: Video: પાર્ટી કરવા ક્લબમાં ગયેલી યુવતીઓએ કર્યો એવો ડાન્સ, કે યુઝર્સે કહ્યું 'અબ યહીં દેખના...'

iQOO Z10ની કિંમત કેટલી ?

કંપનીએ iQOO Z10ને ત્રણ વેરિઅન્ટમાં લોન્ચ કર્યું છે. તેના 8 GB RAM + 128 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 21,999 રૂપિયા છે. 8 GB RAM + 256 GB સ્ટોરેજવાળા મોડેલની કિંમત 23,999 રૂપિયા છે. જ્યારે જો તમે 12 GB RAM + 256 GB સ્ટોરેજવાળો ફોન ખરીદો છો તો તમારે 25,999 રૂપિયા ખર્ચવા પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

iQOO Z10 5G iQOO Z10 Launched iQOO Mobile

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ