ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ATMમાંથી રૂપિયા નથી ઉપડ્યાં, પરંતુ એકાઉન્ટમાંથી કપાઈ ગયા, તો હવે શું કરશો?

તમારા કામનું / ATMમાંથી રૂપિયા નથી ઉપડ્યાં, પરંતુ એકાઉન્ટમાંથી કપાઈ ગયા, તો હવે શું કરશો?

Published By: Bijal Vyas

Last Updated: 05:01 PM, 15 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ATM Tips:જો ATMમાંથી રોકડ રકમ ન નીકળે પરંતુ તમારા બેંક ખાતામાંથી રકમ કપાઈ જાય, તો ગભરાશો નહીં; તેના બદલે, વ્યવહારની વિગતોનો રેકોર્ડ રાખો અને તમારી બેંકમાં ફરિયાદ નોંધાવો. લાગુ નિયમો અનુસાર, ATMના આવા નિષ્ફળ વ્યવહારો માટે બેંકે નિર્ધારિત સમયમર્યાદામાં રકમ પરત કરવી જરૂરી છે.

ADVERTISEMENT

આજકાલ લોકો ઓનલાઇન ચૂકવણી કરે છે, જેનો અર્થ એ છે કે તેમને પહેલાંની જેમ રોકડની એટલી જરૂર પડતી નથી. જોકે, તેનો અર્થ એ નથી કે લોકોને હવે ATMમાંથી રોકડ ઉપાડવાની જરૂર જ નથી રહેતી. લગભગ દરેક વ્યક્તિ હજુ પણ પોતાની જરૂરિયાત મુજબ ATMમાંથી રોકડ ઉપાડે છે.

ક્યારેક એવું બની શકે કે ATMમાંથી રોકડ રકમ ન નીકળે, પરંતુ તમારા મોબાઈલ ફોન પર એક નોટિફિકેશન આવે કે તમારા ખાતામાંથી રકમ કપાઈ ગઈ છે. આવી સ્થિતિ ચિંતાજનક હોઈ શકે છે અને તમને મૂંઝવણમાં મૂકી શકે છે કે હવે આગળ શું કરવું. કેટલાક લોકો ફરીથી પૈસા ઉપાડવાનો પ્રયાસ કરી શકે છે, તો કેટલાક વારંવાર બેંકના ધક્કા ખાવાનું શરૂ કરી શકે છે. જો તમારી સાથે આવું બન્યું હોય અથવા ભવિષ્યમાં ક્યારેય બને તો આવી પરિસ્થિતિમાં તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, તે જાણવા માટે આગળ વાંચો. વધુ વિગતો તમને નીચેની સ્લાઇડ્સમાં જોવા મળશે...

બેંક ખાતાથી પૈસા કપાવા પર શું કરવું?

  • જો ATMમાંથી રોકડ રકમ ન નીકળી હોય છતાં તમારા ખાતામાંથી પૈસા કપાઈ જાય, તો તમને મળેલો ટ્રાન્ઝેક્શન નોટિફિકેશન મેસેજ ડિલીટ કરશો નહીં.
  • તમે ટ્રાન્ઝેક્શનની તારીખ અને સમય, કપાયેલી રકમ અને ATMનું સ્થળ ક્યાંક નોંધી રાખી શકો છો.
  • જો તમને ATMમાંથી કોઈ રસીદ મળી હોય, તો તેને સુરક્ષિત રાખો.

ક્યા ફરીયાદ કરવી?

  • આવી પરિસ્થિતિમાં, સૌથી પહેલા તે બેંકનો સંપર્ક કરો જ્યાં તમારું ખાતું છે.
  • તમે બેંકના કસ્ટમર કેર, મોબાઈલ બેંકિંગ એપ, ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા અથવા શાખાની મુલાકાત લઈને ફરિયાદ નોંધાવી શકો છો.
  • ફરિયાદ નોંધાવતી વખતે જણાવો કે તમને ATMમાંથી રોકડ રકમ મળી નથી, તેમ છતાં તમારા ખાતામાંથી રકમ કપાઈ ગઈ છે.
  • તમારી ફરિયાદ માટે એક 'રેફરન્સ નંબર' ચોક્કસ મેળવી લો, જેથી તમે તમારી ફરિયાદની સ્થિતિ જાણી શકો.

આરબીઆઇનો નિયમ શું કહે છે?

  • રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ગાઇડલાઇન અનુસાર, જો ATMમાંથી રોકડ ઉપાડવાની પ્રક્રિયા નિષ્ફળ જાય, તો બેંકે ટ્રાન્જેક્શનની તારીખથી 5 કેલેન્ડર દિવસની અંદર તે રકમ ગ્રાહકના ખાતામાં પરત જમા કરવી જરુરી છે.
  • જો બેંક આ નિર્ધારિત સમયમર્યાદામાં રકમ પરત કરવામાં નિષ્ફળ જાય, તો લાગુ નિયમો હેઠળ, તેણે વિલંબ બદલ ગ્રાહકને દૈનિક 100 રુપિયાનું વળતર ચૂકવવું જરૂરી છે.

આ પણ વાંચોઃ ફક્ત આટલા મહિનામાં જ ભેગું થઇ જશે ₹4.28 લાખનું ફંડ, પોસ્ટ ઓફિસની જબરદસ્ત સ્કીમ

પૈસા પાછા ના આવે તો શું કરવું?

  • જો નિર્ધારિત સમયમર્યાદામાં રકમ પરત ન મળે, તો તમારી અગાઉની ફરિયાદનો રેફરેન્સ નંબર આપીને બેંક સમક્ષ તમારી ફરિયાદને આગળ વધારો કરો.
  • જો બેંક તમારી ફરિયાદનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ જાય, અથવા જો તમે તેમના જવાબથી સંતુષ્ટ ન હોવ,
  • તો તમે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની ફરિયાદ નિવારણ તંત્ર દ્વારા મદદ મેળવી શકો છો.
  • તમે RBI ના ફરિયાદ વ્યવસ્થાપન પોર્ટલ દ્વારા ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ATM Cash Not Dispensed Cash Is Not Received Money Is Debited

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ