બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Tata and Ambani stocks closed lower with the stock market also seen a change while Adani shareholders benefited
Vishnu
Last Updated: 10:09 PM, 18 September 2022
ADVERTISEMENT
ગત સપ્તાહે BSE સેન્સેક્સ 952.35 અંક એટલે કે 1.59 ટકા ઘટી બંધ થયું હતું. આ દરમિયાન BSEમાં લિસ્ટેડ ટોપ-10 કંપનીઓમાંથી છ કંપનીઓની કુલ માર્કેટ કેપ (MCap) માં 2,00,280.75 કરોડ રૂપિયાના ઘટાડા સાથે બંધ થઈ હતી.જેમાં રતન ટાટાના નેતૃત્વવાળી TCS અને મુકેશ અંબાણીની રિયાલન્સના શેરોએ રોકાણકારોને મોટું નુકસાન કરાવ્યું હતું. તો બીજી તરફ વિશ્વના બીજા નંબરના ધનિક ગૌતમ અદાણીની કંપનીમાં રોકાણકારો તાબડતોબ કમાણી કરી હતી.
2 લાખ કરોડ ડૂબ્યાં
BSEમાં લિસ્ટેડ ટોપ-10 કંપનીઓના કુલ માર્કેટ કેપના 2 લાખ કરોડથી વધુ રૂપિયા અચાનક જ ડૂબી ગયા. આ ઘટાડામાં ટીસીએસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીસ, એચડીએફસી બેન્ક, હિન્દુસ્તાન યુનિલીવર, ઈન્ફોસિસના શેરોમાં ભારે ઘટાડો આવ્યો હતો.
ADVERTISEMENT
TATA-અંબાણીના રોકાણકારોને નુકસાની આવી
સૌથી વધુ નુકસાન ટાટા કંસલ્ટેસી સર્વિસ (TCS)માં જોવા મળ્યું એક જ અઠવાડિયામાં માર્કેટ કેપ 76,346.11 કરોડથી ઘટીને 11,00,880.49 કરોડ રૂપિયા થઈ ગયું. જ્યારે બીજા નંબરે ઈન્ફોસિસે પણ ઘણું નુકસાન થયું છે. InfoSys MCap 55,831.53 કરોડ રૂપિયાથી ઘટીને 5,80,312.32 કરોડ રૂપિયા પર આવી ગયુંતો આ તરફ સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડેના (RIL Market Cap) 46,852.27 કરોડ રૂપિયાથી ઘટીને 16,90,865.41 કરોડ રૂપિયા થયું. આ નુકસાનીમાં અન્ય કંપનીઓની વાત કરીએ તો હિન્દુસ્તાન યુનિલીવર HUL 14,015.31 કરોડ રૂપિયા ઘટી 5,94,058.91 રૂપિયા રહી.
અદાણી સહિત આ કંપનીઓએ કરાવ્યો ફાયદો
બીજી તરફ અંદાણીના રોકાણકારો મોટો એવો ફાયદો થયો છે. કંપનીના બજારમાં ઘટાડો થયા બાદ પણ શેર હોલ્ડર્સને ખાસી કમાણી કરીને આપી છે. Adani Transmission બજારનું પૂંજીકરણ 17,719.6 કરોડ રૂપિયા વધીને 4,56,292.28 કરોડ રૂપિયા થયું, ફાયદામાં સામેલ અન્ય કંપનીઓમાં અદાણી સિવાય, બજાજ ફાયનાન્સ, આઈસીઆઈસીઆઈ તેમજ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પણ સામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.