ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Sushant Singh Rajput case Bihar government to file caveat through Mukul Rohatgi in supreme court

કાર્યવાહી / સુશાંતને ન્યાય અપાવવા હવે દેશના ટૉપ વકીલ મેદાનમાં, આ અભિનેત્રીની મુશ્કેલી વધી શકે

Published By: vtvAdmin

Last Updated: 09:55 PM, 30 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતના કેસમાં બિહાર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે મુકુલ રોહતગી 2014 થી 2017 સુધી ભારતના એટર્ની જનરલ રહી ચૂક્યા છે. બિહાર સરકાર સુશાંતની ગર્લફ્રેન્ડ અને તપાસના ઘેરાવમાં આવેલી રિયા ચક્રવર્તીની અરજીનો વિરોધ કરી રહી છે. જેના પગલે બિહાર સરકારે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે.

ADVERTISEMENT

બિહાર સરકાર તરફથી ઇ-ફાઇલિંગ દ્વારા કેવાઇટ દાખલ કરવામાં આવી છે. સુશાંતસિંહ રાજપૂતનાં મોત અને તેની પાછળનાં કારણોની તપાસ કરનારી આ બીજી કૅવિયેટ છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસની તપાસને બિહારથી ટ્રાન્સફર કરીને મુંબઈમાં કરાવવામાં આવે તેની રિયા ચક્રવર્તીની અરજીના મામલામાં બંને કેવિયેટ દાખલ થઈ છે. 

મહત્વનું છે કે રિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અભિનેત્રીની માંગ છે કે બિહારમાં નોંધાયેલ FIR મુંબઇમાં સ્થાનાંતરિત કરવામાં આવે જ્યાં તપાસ ચાલુ છે. રિયા ચક્રવર્તીનું કહેવું છે કે એક મામલાની તપાસ બે પોલીસ કરી શકે નહીં. બિહાર સરકાર સર્વોચ્ચ અદાલતમાં રિયા ચક્રવર્તીની કરેલી અરજીનો વિરોધ કરવા અને આ કેસમાં સુશાંતના પરિવારને ટેકો આપવા તૈયાર છે. સુશાંતના પરિવારના વકીલ વિકાસ સિંઘ કોર્ટમાં હાજર રહેશે.

મુકુલ રોહતગી

રિયા ચક્રવર્તી પર આ છે આરોપો

રિયા અને અન્ય પાંચ સામે આત્મહત્યા, છેતરપિંડી અને ષડયંત્રના આરોપ હેઠળ આઈપીસીની કલમ 340, 342, 380, 406, 420, 306 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સુશાંતના પિતા કે.કે.સિંઘની ફરિયાદ પર એફઆઈઆર નોંધાયા બાદ બિહાર પોલીસની ચાર સભ્યોની ટીમ આ કેસની તપાસ માટે પહેલા મુંબઈ પહોંચી હતી.

સુશાંતના પિતાએ રિયા પર સુશાંતને આત્મહત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે સુશાંતના જીવન પર રિયાનો સંપૂર્ણ નિયંત્રણ હતો. તેણે સુશાંતને પરિવારથી દૂર રાખ્યો હતો. આ સિવાય તેમણે એમ પણ આરોપ લગાવ્યો હતો કે રિયા સુશાંતને કોઈ પણ ફિલ્મ સાઇન કરવા દેતી નથી. જ્યારે પણ કોઈ પ્રસ્તાવ આવે ત્યારે તે સુશાંત સિંહને તેની ફિલ્મમાં તેની હિરોઇન તરીકે લેવા દબાણ કરતો હતો. આ જ શરત પર સુશાંત કોઈ પણ પ્રોજેક્ટને સ્વીકાર કરે.

બીજી બાજુ અંકિતા લોખંડેની પણ પૂછરપછ

જ્યારે આ કેસમાં બિહાર પોલીસે મુંબઈમાં સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અને ટીવી અભિનેત્રી અંકિતા લોખંડેના ઘરે જઈને પૂછપરછ કરી હતી. બિહાર પોલીસ અત્યાર સુધી આ મામલે કુલ 6 લોકોની પૂછપરછ કરી ચૂકી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ankita Lokhande Rhea Chakraborty Sushant Singh Rajput Sushant singh Rajput Suicide અંકિતા લોખંડે રિયા ચક્રવર્તી સુશાંત સિંહ sushant singh rajput suicide case

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ