ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / sushant singh rajput case arnab goswami claims big press conference after disha salian death
ADVERTISEMENT
સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ CBIને ટ્રાન્સફર કરી દેવાઈ છે. આ જાણકારી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આપી છે. આ વચ્ચે વરિષ્ઠ પત્રકાર અર્ણબ ગોસ્વામીએ દાવો કર્યો છે કે સુશાંત સિંહ રાજપૂત પોતાની પૂર્વ મેનેજર દિશા સલિયાનની મોત બાદ એક મોટી પ્રેસ કોન્ફરન્સ કરવાનો હતો. તેમને આ જાણકારી સૂત્રો દ્વારા મળી છે.
ADVERTISEMENT
તેમણે કહ્યું છે કે સુશાંતની મોતનો મામલો તેની પૂર્વ મેનેજર દિશાની મોતની લિંકથી છે. દિશાને જેમણે માર્યા તેઓ સુશાંતને પણ ધમકી આપી રહ્યાં હતાં. સૂત્રોને જણાવ્યું કે સુશાંત દિશાની મોતને લઈને મોટી પ્રેસ કોન્ફરન્સ કરવાના હતાં. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ સાંસદ નારાયણ રાણેએ દાવો કર્યો હતો કે સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશાનો રેપ બાદ મર્ડર કરવામાં આવ્યું હતું. તેણે આપઘાત કર્યો નથી. રાણે કહ્યું હતું તેમની પાસે આ સંદર્ભે કેટલાંક દસ્તાવેજો પણ છે અને જરૂર પડવા પર સંબંધિત ઓથોરિટીની સામે રાખીશું.
ADVERTISEMENT
પોલીસે લોકોથી માંગી દિશાના મોતથી જોડાયેલી જાણકારી
બીજી બાજુ દિશાની મોતના 57 દિવસ બાદ મુંબઈ પોલીસ આજે હરકતમાં આવી છે અને એક પ્રેસનોટ જાહેર કરીને દિશાની મોત સંબંધિત જાણકારી માંગી છે. મુંબઈ પોલીસે કહ્યું કે જો કોઈની પાસે દિશાની મોતથી જોડાયેલી કોઈ પણ જાણકારી હોય તો મલાડમાં માલવાણી પોલીસને સોંપી શકે છે.
ADVERTISEMENT
દિશાની માતાએ પણ આપ્યું નિવેદન
ટાઈમ્સ નાઉ ચેનલમાં આપેલા ઈન્ટરવ્યૂ દરમ્યાન દિશાની માતાએ કહ્યું કે અમને નથી ખબર કે આ આત્મહત્યા હતી કે અકસ્માત. આ એક દુર્ઘટના પણ હોઈ શકે છે. કદાચ તે ત્યાં બેસી હોય અને ત્યાં તેની સાથે એવું કંઈ બની ગયું હોય. એવું પણ હોઈ શકે છે. દિશાની માતાએ આગળ કહ્યું કે આ સંપૂર્ણ મામલા પર તેમને હાલ કોઈના પર શંકા નથી.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે દિશા સલિયાને પોતાના કરિયરની શરૂઆતમાં અખબારમાં કામ કર્યુ હતું. તેના તેની રૂચિ PR લાઈનમાં થઈ અને તેને પોતાનું કરિયર બદલી નાંખ્યું હતું. દિશાએ સુશાંત સિંહ રાજપૂતની સાથે પણ કામ કર્યુ હતું. દિશાએ છિછોરે ફિલ્મ વખતે એક્ટર વરૂણ શર્મા માટે પણ કામ કર્યુ છે અને દિશાને ઍક્ટર અને મોડલ મિલિંદ સોમન સાથે કામ કરવાની પણ તક મળી હતી.
સંકળાયેલા મુદ્દાઓ