ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / NRI News / સુરતના સમાચાર / surat nri marriage took place in a rickshaw

અનોખી જાન / હેલિકોપ્ટર, BMWથી નહીં બારડોલીમાં NRI વરરાજાની જાન રીક્ષાથી માંડવે પહોંચી

Published By: Kavan

Last Updated: 08:35 PM, 3 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્ન પ્રસંગમાં ભભકાદાર કારમાં સવાર થઇને જાનને માંડવા સુધી લઇ જવાનો રિવાજ છે ત્યારે ડાયમંડ સીટી સુરતના કામરેજ તાલુકાના સેવણી ગામના એક NRI નો બારડોલીમાં અનોખો વરઘોડો યોજાયો હતો.

ADVERTISEMENT

  • બારડોલીમાં યોજાયો અનોખો વરઘોડો
  • અમેરિકાથી આવેલા NRI ની રીક્ષામાં યોજાઇ જાન 
  • પરિવારના 24 સભ્યો માટે બારડોલીથી આવી 12 રીક્ષા 

અમેરિકાથી ગુજરાત લગ્ન કરવા આવેલા પરિવારના પુત્રએ ક્ષામાં જાન લઇ લગ્ન મંડપમાં પહોંચવાનો વિચાર રજુ કરતા 12 રીક્ષામાં પટેલ પરિવારના સદસ્યો પુષ્પોથી શણગારેલી રીક્ષામાં લગ્ન મંડપમાં પહોંચ્યા હતા. જ્યારે જાનૈયા લક્ઝરી બસમાં બેઠા હતા.

અનોખી જાન 

અનોખી વરઘોડા અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, સેવણી ગામના વતની એવા વિઠ્ઠલભાઈ કેશવભાઈ પટેલના દિકરી શિવના લગ્ન બારડોલી તાલુકાના રાણીરાજપરા ગામે રહેતા રાજેન્દ્ર જગુભાઈ પટેલની દિકરી ઉર્વી સાથે નક્કી થયા હતા. રાજેન્દ્ર પટેલ પરિવારે લગ્ન લેઉવા પાટીદાર સમાજની વાડી ખાતે રાખેલા હતા.

પરિવારના 24 સભ્યો રીક્ષામાં થયાં સવાર 

તાજેતરમાં યોજાયેલા અનોખી જાનમાં વરરાજા શિવ અને પરિવારના 24 સભ્યો શણગારેલી રીક્ષા સવાર થયાં હતા. જ્યારે જાનૈયા શણગારેલી બસમાં બેઠા હતા. ત્યારે આવી રીતે વરરાજા લગ્ન મંડપ સુધી પહોંચતા લગ્ન સમારંભમાં આવેલા તમામ મહેમાનોમાં કૌતુક જોવા મળ્યું હતું. 

રીક્ષા ચાલકોને રોજગારી મળે તે માટે યોજાયો અનોખો વરઘોડો 

આ પ્રકારના લગ્ન કરવા પાછળનો હેતુ જણાવતા પટેલ પરિવારે જણાવ્યું કે, લગ્નમાં જાન રીક્ષામાં લઇ જાય તો રીક્ષાચાલકોને પણ રોજગારી મળી શકે અને અનોખી કંઈક ચેઇન્જ પણ મળી શકે જેથી આ પ્રકારે ખાસ રીક્ષા સાથે વરઘોડો યોજવામાં આવ્યો હતો. 

સુરતમાં 25 મણ ફૂલોની કરાઇ પુષ્પ વર્ષા

સુરતના પુણાગામ વિસ્તારમાં NRIનો આ વરઘોડો નિકળ્યો હતો. આ NRIના લગ્નનું ધામધૂમથી ભવ્ય આયોજન કરાયું હતું. વરઘોડો શાહી ઠાઠથી નિકળ્યો હતો. આ લગ્નમાં ધારાસભ્ય પ્રભાત દૂધાત પણ જોડાયા હતા. આ પરિવાર અમેરિકન સિટીજનશીપ છે. પરંતુ ભારત સાથે માતૃપ્રેમને લઇને તેઓએ અહીં લગ્ન કર્યા છે.

આ વરઘોડામાં હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી છે. જેમાં 25 મણ ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. નાસિકના ઢોલ સાથે વરઘોડો નિકળ્યો હતો. આ રીતે લગ્નને યાદગાર બનાવવા માટે અનોખું આયોજન કરવામાં આવ્યું છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

NRI family Royal wedding Unique wedding surat કામરેજ સુરત Royal wedding

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ