ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં મહિલાની એન્ટ્રી! દીકરીએ કરી અરજી
Last Updated: 04:10 PM, 13 February 2026
ADVERTISEMENT
સુરત બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત પ્રયાસ મામલે સમાચાર સામે આવ્યા છે. જેમાં બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાતમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં મહિલાના બ્લેકમેઈલિંગથી તુષાર ઘેલાણીએ આપઘાત કર્યો હતો. મહિલાના બ્લેકમેઈલિંગથી કંટાળી અંતિમ પગલું ભર્યું હતું.
ADVERTISEMENT
તુષાર ઘેલાણી મહિલાથી છુટકારો મેળવવા માંગતા હતા
તુષાર ઘેલાણીની દીકરીએ પિતાને એક મહિલા બ્લેકમેલિંગ કરતી હોવાની અરજી કરી હતી. મહિલાએ બિલ્ડર પાસેથી દુકાનથી માંડીને મિલકતો પણ પડાવી લીધી હોવાની માહિતી મળી છે. તુષાર ઘેલાણીએ મહિલાથી છુટકારો મેળવવા માંગતા હતા. મહિલા તુષાર ઘેલાણીનો પીછો છોડતી ન હતી. દીકરીના લગ્રનમાં મહિલાએ હોબાળો કરવાની ધમકી પણ આપી હતી.
ADVERTISEMENT

Surat News: સુરત શહેરના જાણિતા બિલ્ડર તુષાર ઘેલાણીએ 1 ફેબ્રુઆરીએ લાયસન્સ વાળી રિવોલ્વર વડે ગોળી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ગોળી મગજની આરપાસ નીકળી ગઈ હોવાથી સ્થિતિ અતિ નાજુક હતી અને અંતે ડોક્ટરોએ તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા છે.
ADVERTISEMENT

ઘેલાણી ગ્રુપના માલિક તુષાર ઘેલાણીએ તેમના નિવાસસ્થાને રિવોલ્વર વડે ગોળી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ નાજુક સ્થિતિને લઇ ડોક્ટરે બ્રેઇન ડેડ જાહેર કર્યા છે. તુષાર ઘેલાણીને બ્રેઈન ડેડ જાહેર કરાતા જ પરિવાર અને મિત્ર સર્કલમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. ઘેલાણી પરિવારે તુષારભાઈના અંગોનું દાન કરવાની જાહેરાત કરી છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ થરાદના વાડીયા ગામના ગ્રામ્યજનોએ કર્યો ગુજરાતી ફિલ્મ ''શક્તિ''નો વિરોધ, કહ્યું ''બાળકોના ભવિષ્ય...''
ADVERTISEMENT
તુષાર ઘેલાણીએ આવું પગલું કેમ ભર્યું તે પોલીસ અને પરિવાર માટે ચોકાવનારુ બન્યુ છે. પ્રાથમિક તપાસમાં પત્ની સાથેની સામાન્ય તકરાર સામે આવી છે. ઉમરા પોલીસે ઘટનાસ્થળેથી રિવોલ્વર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. તુષાર ઘેલાણી સુરતના રિયલ એસ્ટેટ માર્કેટનું ખૂબ મોટું નામ હતું.
નોધનીય છે કે, 5 ફેબ્રુઆરીના તેમની દીકરીના લગ્ન થવાના હતા. ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. આવા સમયે તેમણે ભરેલુ આ પગલુ પરિવારજનોને ચિંતામાં મુકી દીધા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.